Abtak Media Google News

હરાજીની બોણી જ ખરાબ?

11 વાગ્યાની ખાણી પીણીના બે પ્લોટની હરરાજી ધંધાર્થીઓના પડતર પ્રશ્ર્નોને કારણે ન થઈ શકી, પાથરણાંવાળાં મેળામાં ઘુસી જતાં હોય ધંધો કરવામાં તકલીફ પડતી હોવાની રાવ, પ્રશ્ર્નનો નિવેડો લાવવાની માંગ: સાંજે 32 પ્લોટની સાથે સવારના બાકી રહેલા 2 પ્લોટની પણ હરરાજી

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળામાં સ્ટોલ- પ્લોટની આજથી હરાજી શરૂ થઈ છે. જેમાં આજે પ્રથમ દિવસે બોણી જ જાણે ખરાબ થઈ હોય તેમ ત્રણ-ત્રણ અધિકારીઓને હરાજીમાં ભાગ લેનારાઓ સમયસર ન આવતા પહેલા તો તેમની રાહ જોવી પડી હતી. વધુમાં પડતર પ્રશ્નોને કારણે આ હરાજી અટકી ગઈ હતી. જેને પગલે 11 વાગ્યે શરૂ થનારી હરાજી છેક સાંજે શરૂ થાય તેવું જાણવાં મળ્યું છે.

રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.05/09/2023 થી તા.09/09/2023 દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેની તૈયારીઓ હાલ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર રાજકોટ શહેર-1 કે.જી.ચૌધરી દ્વારા ચલાવવામાં આવી રહી છે. અગાઉ 244 જેટલા સ્ટોલ- પ્લોટના ડ્રો થયા બાદ આજથી ત્રણ દિવસ 101 જેટલા સ્ટોલ-પ્લોટની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

જેમાં આજે સવારે 11 કલાકે જૂની કલેકટર કચેરી ખાતે આવેલ સિટી-1 પ્રાંત કચેરીમાં ખાણીપીણીના બે પ્લોટ માટે હરાજી ગોઠવવામાં આવી હતી. આ પ્લોટની અપસેટ પ્રાઈઝ રૂ. 2.25 લાખ રાખવામાં આવી હતી. આ માટે 5 અરજદારો મેદાનમાં હતા. પરંતુ નિયત સમયમાં માત્ર 2 જ અરજદારો આવ્યા હતા. બાકીના ત્રણે આવવામાં વિલંબ કર્યો હતો. જો કે 12:30 વાગ્યા આસપાસ બાકિના ધંધાર્થીઓ આવી ગયા હતા. પણ તેઓએ પાથરણા વાળા ધંધો કરવા દેતા ન હોય તે સહિતના પડતર પ્રશ્નો મૂકીને હરાજી અટકાવી નાખી હતી. હવે આ હરાજી સાંજે થાય તેવી શકયતા છે.સિટી-1 પ્રાંત કે.જી.ચૌધરી, સિટી-2 પ્રાંત સંદીપકુમાર વર્મા અને ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંક જેઓ આ કામગીરીમાં રોકાયેલ હતા. તેઓએ આ ધંધાર્થીઓને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજે સાંજે ખાણી પીણીનાં અન્ય 32 પ્લોટની હરાજી કરવામાં આવનાર છે. જેની અપસેટ પ્રાઈઝ 70 હજાર રાખવામાં આવી છે. ત્યારબાદ કેટેગરી-ઈ, એફ, જી-1,જી-2 અને એચ યાંત્રિકના પ્લોટની હરરાજી તા. 10/08/2023 ગુરૂવારના સવારે 11:30 કલાકે અને તા. 11/08/2023 શુક્રવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા કેટેગરી વાય- ફુડકોર્ટ 3, ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે.

સ્ટોલ-પ્લોટના ધંધાર્થીઓએ પ્રાંત અધિકારીઓને આપ્યું આવેદન

મેળાનો સમય રાત્રે 10ની બદલે 12 વાગ્યાનો રાખો, લારી-ગલ્લાવાળા ધંધો ભાંગે છે તેને પ્રવેશ ન આપો

આજે હરાજીના પ્રથમ દિવસે સ્ટોલ-પ્લોટના ધંધાર્થીઓએ પ્રાંત અધિકારીઓને આવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મેળાનો સમય ગયા વર્ષે રાત્રે 12 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. આ વર્ષે આ સમય રાત્રીના 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેથી ધંધાર્થીઓની માંગણી છે કે સમય રાત્રીના 12 વાગ્યા સુધીનો કરવામાં આવે. બી-1 કોર્નરની અપસેટ પ્રાઈઝ ગયા વર્ષે રૂ. 50 હજાર હતી. જેને આ વર્ષે 70 હજાર કરવામાં આવી છે. જેના ભાવ ઘટાડા ઉપર ધ્યાન આપવામાં આવે. આ ઉપરાંત મેળામાં લારી- ગલ્લા, પથારા નાની હાથ ચકેડીને પ્રવેશ આપવો મહીં. આ લોકો હેરાન કરતા હોય તેઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવું જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.