Abtak Media Google News

જોડિયા તાલુકા ના સમગ્ર શિક્ષાના આઇ ઈ ડી વિભાગ દ્વારા ૩ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ ઉજવણી/જન જાગૃતિ કાર્યક્રમ કુનડ પ્રા. શાળા અને હડીયાણા કન્યા શાળા ખાતે કરવામા આવેલ હતુ. જામનગર જિલ્લા સમગ્ર શિક્ષા આઇ ઇ ડી કો ઓર્ડીનેટર હેમાંગીબેન દવેના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકાના બી આર સી કો ઓ આશિષભાઈ રામાનુજના સહકાર દ્વારા જોડિયા તાલુકા આઇ ઇ ડી આર ટી (વિશિષ્ટ શિક્ષક) મીતેશભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

Advertisement

Img20191203124700

શાળાના બાળકોને ફિઝિયોથેરાપિસ્ટ જાગૃતિબેન ચાવડા દ્વારા દિવ્યાંગ બાળકોને લાઈવ ફિઝિયો થેરાપી કરી બતાવેલ તથા તેના ફાયદા સામાન્ય સમજ આપેલ હતા. તેમજ મિતેશભાઇ જોષી દ્વારા દિવ્યાંગતાના પ્રકાર યોગ્ય નામકરણ અને દિવ્યાંગ બાળક/માનવ ને માન સન્માન આપવું અને બાળપણથી સારા સંસ્કાર મળે તે માટે વાર્તા દ્વારા દિવ્યાંગોને સમાનતા/માન મળે તેવી સમજ આપેલ.

7537D2F3 3

સમગ્ર કાર્યક્રમ સંચાલન અને સહકાર કુનડ પ્રા.શાળા ના આચાર્ય જગદીશભાઈ ખીમસુરીયા કરેલ અને શાળા શિક્ષકગણ એ કાર્યક્રમને સફળ બનાવવા મેહનત કરેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.