Abtak Media Google News

શ્રી નવા સુરજ દેવળ મંદિર મુકામે  ઉપવાસ પર્વના પ્રથમ દિવસે ચોટીલા તાલુકાના નાવા ગામેથી સૂર્ય રથ તેમજ ઘોડેસ્વારો સાથે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ચોટીલા રાજવી પરિવારના બળવીરભાઈ ખાચર તેમજ  જયદીપભાઇ ખાચર અને નાવા ગામ સમસ્ત શ્રી સૂર્યરથ યાત્રાની નવાગામના રામજી મંદિરથી સામૈયા કરી અને વાજતે ગાજતે ધામધૂમ પૂર્વક રથયાત્રાનું નવા સુરજદેવળ મંદિર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું અને સેવાનો લાભ લીધો હતો  જેમાં મોટી સંખ્યામાં કાઠી દરબારો સૂર્ય ઉપાસકો અને ઘોડેશ્વારો તેમજ મોટી સંખ્યામાં જનમેદની સાથે શોભાયાત્રી નીકળી હતી જે શ્રી નવા સુરજદેવળ મંદિર મુકામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા ઉપવાસના પ્રથમ દિવસે સૌવે દર્શનનો લાહવો લઈ અને ધન્યતા અનુભવી હતી.

Advertisement

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.