Abtak Media Google News

કોઈપણ સંસ્થા કે આશ્રમ, કે ધર્માલય કોઈની બાપુની મિલકત નથી, દાન અને પ્રજાનો સહકાર મેળવતી કોઈ પણ સંસ્થા પ્રજાની મિલકત છે એ ભૂલી જતા દંભી સંચાલકો સંસ્થાની બદનામી નોતરે છે ! દેશ પણ આવી અધોગતિથી મૂકત નથી!….

આપણો દેશ લોકશાહી શાસન પધ્ધતિને વરેલો છે. અને એનું શાસન લોકો માટે, લોકો દ્વારા, લોકો થકી ચાલવું ઘટે, સંસદીય લોકશાહી શાસન પધ્ધતિમાં આ માત્ર આવશ્યક જ નહિ પણ અનિવાર્ય બને છે. લોકોને વિશ્ર્વાસમાં લઈને જ તમામ નિર્ણયો લેવાવા જોઈએ કોઈ પણ મસ્સ મોટા સંકલ્પો રાષ્ટ્રીય ચર્ચા અને વિચારવિમર્શ કે પરામર્શ કરીને જ કરવા જોઈએ, ઘણે ભાગે સર્વસંમતિથી કરવા જોઈએ.

હમણા હમણા આપણા રાજકીય ક્ષેત્રે અને સામાજિક ધાર્મિક ક્ષેત્રે સમાજ મંદિર-આશ્રમો તેમજ સરસ્વતીનાં વિદ્યાલયોમાં પ્રજાતંત્રના આદર્શો અને સિધ્ધાંતોને નેવે મૂકીને નેતાઓ નિરંકુશતાના ઘોડે ચઢીને અને પોતે જ સર્વેસર્વા હોય એવો અભિગમ અપનાવતા થયા હોવાનું અને સંઘર્ષનાં રાજકારણના જ ઢોલનગારા વગાડતા થયા હોવાનું ચિત્ર ઉપસે છે…

છેલ્લે, એટલે કે કલાકો પહેલા કેન્દ્ર સરકારે લોકસભામાં બહુમતિથી નાગરિકતા-ખરડો પસાર કરાવ્યો, જેનાં લોકસભમાં ઉશ્કેરાટભર્યા પ્રત્યાઘાતો પડયા છે.

લોકસભામાં એક મુસ્લીમ નેતા અને સાંસદે ગૃહમંત્રી શ્રી અમિત શાહને હિટલર સાથે સરખાવ્યા અને સંબંધિત વિવાદી ખરડાને ગૃહમાંજ ફાડી નાખવાની કદ‚પી ચેષ્ટા કરી…

સરવાળે સંઘર્ષનાં રાજકારણે માઝા મૂકી…

7537D2F3 8

વિરોધ પક્ષ કોંગ્રેસે આકરો વિરોધ કર્યો અને એવી ટીકા કરી કે, આ ખરડો નિરંકુશ શાસન અને નપાવટ માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. વિપક્ષી સાંસદોએ ભારે ધાંધલધમાલ મચાવી હતી. આશરે એક કલાક સુધી શ‚આતમાં આને લઈને ખેંચતાણ ચાલી હતી બિલને ગૃહમાં રજૂ કરી શકાય છે કે કેમ તેને લઈને પણ ચર્ચા ચાલી હતી વિપક્ષી સભ્યો દ્વારા બિલ લઘુમતી વિરોધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે ૧૯૪૭માં દેશના વિભાજનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે ધર્મના આધાર પર દેશનું વિભાજન કરવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અમે આ કામ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધાર પર દેશના વિભાજનનું કામ ન કર્યું હોત તો આજે આ સ્થિતિ ઉભી થઈ ન હોત.

આ બધું એવો ખ્યાલ ઉપસાવે છે કે, આ ખરડો આપણા દેશની બહુમતિ પ્રજા અને લઘુમતિ પ્રજાને વિભાજીત કરશે અને તેમની વચ્ચે કડવાશ તથા વૈમનસ્યની લાગણી જન્માવશે એવી અમુક લઘુમતિ પ્રજાને ભીતિ છે.

ગૃહમંત્રીએ એવું નહિ થવાનો અને સરકારનો ઈરાદો કોઈ રીતે મલિન નથી. તેમણે લઘુમતિ પ્રજાના આગેવાનો સાથે પરામર્શ કરીને તેમને સરકારી ઈરાદા વિષે સમજાવાયા છે.

આ બંને વચ્ચેના વિવાદની સમીક્ષા કરવાનું આસાન નથી.

આ ખરડાને બાદ કરીએ તો પણ એમ બેશક કહી શકાય તેમ છે કે આપણો દેશ અને આપણો સમાજ નિરંકુશ નિર્ણયો લઈને અને ખોટી, કઢંગી તેમજ કદ‚પી કાર્યપધ્ધતિનો ભોગ બનતો રહ્યો છે, અને એનાં કારણે જ દુષ્કર્મો તેમજ જાતજાતનાં પાપાચારનો અડ્ડો બની ગયો છે !

સામાન્યત: કોઈપણ સંસ્થા, કે મઠ, કે આશ્રમ, કે ધર્માલય બાપુકી મિલ્કત નથી એ નિર્વિવાદ છે. દાન અને પ્રજાનો સાથ-સહકાર કે સહાય મેળવતી અને તેના આધારે ચાલતી કોઈ પણ સંસ્થા, આશ્રમ, અન્નક્ષેત્ર કે ધર્માલય પ્રજાની જ મિલ્ક્ત છે. ભગવાનની જ મિલ્કત છે. એ વાતને ઠોકરે મારીને દંભી, નિરંકુશ, આપખુદ સંચાલકો તેમની વાહવાહ અને બડાઈ-ડંફશને પોષવા નિરર્થક કાર્યક્રમો યોજયા કરીને સંસ્થાની બદનામી નોતરે છે.

આપણો દેશ, આપણો સમાજ અને મહાનુભાવોનાં નામને આગળ ધરીને શિક્ષણ ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે દંભ અને પાખંડ આચરતા છૂપા ‚સ્તમોની રંજાડ હવે દેશને તેમજ સમાજને ચૂંથી રહી છે. વિદેશોમાં બેઠા બેઠા તેઓ આપણી માતૃભૂમિને ધમરોળે છે.

આ દેશમાં અધર્મનો નાશ કરવા ભગવાન અવતર્યા કરે છે, પણ અધર્મ તો વધતો જ જાય છે.

મતિભ્રષ્ટ રાજકર્તાઓને, સડેલા અર્થતંત્રને, હાડોહાડ વિકૃત બનેલા સમાજને લુચ્ચા લફંગા માનવોને અને તમામ પ્રકારનાં કૂડકપટને ઉધ્ધીમાં છંકારી દઈને બધું જ નવું નકોર કરી દીધા વિના નહિ ચાલે ત્યાં સુધી નવલું પ્રભાત નહિ

ઉઘડે !….

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.