Abtak Media Google News

રાજર્ષિ સેવાશ્રમ સિદ્ધેશ્વર ગૌશાળાની શુભેચ્છા મુલાકાત  લેતા  કેબીનેટ મંત્રી  કુંવરજી બાવળીયા

ભારતીય સંસ્કૃતિમાં ગાય આસ્થાનાં પ્રતિક સાથે લાખો પશુપાલકો માટે આર્થિક ઉપાર્જનનું સાધન છે. ગુજરાતમાં ગીર તેમજ કાંકરેજી ગાયોની નસ્લ સંવર્ધન માટે રાજ્યનાં સંવેદનશીલ અને ગૌપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રત્યેક તાલુકા-જિલ્લામાં નંદીઘર યોજના અમલી બનાવી છે. આ યોજનાનાં અનુસંધાને આજ રોજ રાજ્યનાં પશુપાલન મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય  લાખાભાઈ સાંગઠીયા, પશુપાલન વિભાગ ગાંધીનગરનાં ડો. વસાવા તથા ડો. શૈલેશ પટેલે લોધીકા તાલુકાના ખીરસરા ગામ પાસે મોટાવાડા રોડ ઉપર આવેલી રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળાની શુભેચ્છા લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજ્ય સરકારનાં મંત્રી, ધારાસભ્ય, અધિકારીઓ અને જિલ્લા-તાલુકાનાં પશુપાલન ડેરી વિભાગનાં સભ્યોઓએ ગૌશાળામાં આવેલી અસલ ઔલાદની ગીર ગાયો તથા ૪૫ જેટલા ગીર ધણખૂટ નિહાળી રાજર્ષિ સેવાશ્રમ ગૌશાળાની પ્રશંસા કરી ગૌશાળાનાં સંચાલક  નરેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સહકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા બજવી કૃષિ, ડેરી, પશુપાલન ક્ષેત્રે સામૂહિક વિકાસ કરી રહી છે. ગામડાઓનાં સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રૂપાણી સરકારે ગીર તેમજ કાંકરેજી ગાયોની નસ્લ સંવર્ધન થાય, અસલ ગીર તથા કાંકરેજી ગાયનાં સાત્વિક દૂધ ઉત્પાદનમાં વધારો થાય, દૂધ ઉત્પાદકોને પૂરતું વળતર સાથે લોકોને શુદ્ધ દૂધ મળી રહે તે હેતુસર નંદીઘર યોજના શરૂ કરી છે. એવું જણાવતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળામાં ૩૦૦ જેટલી અસલ ગાયો ખૂંટ નિહાળી આનંદની લાગણી થઈ રહી છે અને ગૌશાળાનાં સંચાલક  નરેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન આપવાની ઈચ્છા થઈ રહી છે. દેશી ગાયો જતન-સવર્ધનમાં સિદ્ધેશ્વર ગૌશાળાની કામગીરી પ્રશંસનીય છે. આગામી સમયમાં સિદ્ધેશ્વર ગૌશાળા તેના આસપાસનાં વિસ્તાર, ગ્રામ પંચાયત તેમજ દૂધ સહકારી મંડળીને આ પ્રકારે જ ધણખૂટ પૂરું પાડેતું રહે માટે ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ અને ગૌસેવા આયોગ પૂરતી મદદ કરશે.

Img 20191225 Wa0126

ડેરી ઉદ્યોગનાં વિકાસમાં ગૌશાળાઓ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. સિદ્ધેશ્વર ગૌશાળા જેવી શ્રેષ્ઠ ગૌશાળાથી નાના દૂધ ઉત્પાદકો, વિતરકો તેમજ ખેડૂતોને તેમની આજીવિકા ટકાવવામાં સહાયતા કરી રહી છે. ગુજરાતે છેલ્લા ૧પ વર્ષમાં દૂધ ઉત્પાદનક્ષેત્રે સરાહનીય કામગીરી કરી છે. સિદ્ધેશ્વર ગૌશાળાનાં માધ્યમથી દેશી ગાયોનું જતન સર્વધન કરી વર્ષોથી નરેન્દ્રસિંહ જાડેજા ગૌશાળા ધનખૂટ પૂરું પાડવાની વખાણવાલાયક કામગીરી કરી રહ્યાં છે. લોકોને શ્રેષ્ઠ ગુણવત્તાનાં દૂધ સાથે અસલ ગીર કાંકરેજી ગાયોની નસ્લ જળવાઈ રહે તે માટેનું પણ તેઓ કાર્ય કરી રહ્યાં છે ત્યારે રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળાનાં સંચાલક  નરેન્દ્રસિંહ જાડેજાની કામગીરીને બિરદાવતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયા, જગદીશભાઈ કોટડીયા (ફાલ્કન પંપ), તાલુકા પંચાયત પ્રમુખ  હરિશચંદ્રસિંહ જાડેજા, લોધીકા તાલુકાનાં મામલતદાર  હિરપરા, ટી.ડી.ઓ. કુમારી મીરાબેન સોમપુરા, નંદીધરનાં સંચાલક  હનીતસિંહ ઝાલા, લોધિકા પશુપાલન વિભાગનાં અધિકારી સાવલિયા, જાટાસણીયા, ભાજપ અગ્રણી દેવસિંહભાઈ ધાધાણી, ગીરીરાજસિંહ જાડેજા (ધમલપર), દિલીપસિંહ જાડેજા (પીસીસી), યશપાલસિંહ જાડેજા (રાજકોટ મિરર) વગેરેએ લોધીકા તાલુકાના ખીરસરા ગામ પાસે મોટાવાડા રોડ ઉપર આવેલી રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સિદ્ધેશ્વર ગૌશાળાની શુભેચ્છા લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.