Abtak Media Google News

એરપોર્ટ પર એલર્ટ જાહેર: બર્ડ ફલુ બાદ હવે ચાઈનીઝ વાયરસનો ભયંકર ખતરો

ચીનના વુહાન શહેરમાંથી ફાટી નીકળેલો વાયરસ સમગ્ર વિશ્ર્વમાં ધીમે ધીમે ફેલાવા લાગ્યો છે. વુહાન વાયરસના સંપર્કમાં આવેલા લોકોના મોતનું પ્રમાણ વધે તેવી દહેશત છે. વર્તમાન સમયમાં ભારતમાંથી અનેક લોકો ચીન ખાતે ઉદ્યોગ વેપાર માટે જતા હોય છે. આવી સ્થિતિમાં ચીનનો વુહાન વાયરસ ભારતમાં પ્રવેશે તો મોટી તબાહી સર્જી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આવી સ્િિતમાં ભારતનું આરોગ્ય તંત્ર સચેત બન્યું છે. બીજી તરફ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફી પણ ચીન ટ્રાવેલ કરવા ગયેલા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા વાયરસના સંપર્કમાં અત્યાર સુધીમાં ૪૧ લોકો આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ રહસ્યમય વાયરસના કારણે જાપાનમાં એક વ્યક્તિનું મોત નિપજયું છે. આ વ્યક્તિ ચીનની હોલસેલર માર્કેટમાં આટાફેરા કરતો હતો તે દરમિયાન વાયરસના સંપર્કમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. તેની પત્ની પણ વાયરસના સંક્રમણમાં હોવાનું જાણવા મળે છે. વર્તમાન સમયમાં બન્ને પતિ-પત્ની હોંગકોંગમાં સારવાર લઈ રહ્યાં છે.

અહીં નોંધનીય છે કે, ચાઈનીઝ ન્યુયોર્કની નજીકમાં છે ત્યારે ચીનના પ્રવાસીઓ પણ વિવિધ સ્ળોએ પહોંચશે. ૮ લાખ જેટલા ચાઈનીઝ ટુરીસ્ટ થાઈલેન્ડની મુલાકાતે જવાના છે. આવા સંજોગોમાં વુહાન વાયરસ પ્રસરે તેવી સ્થિતિ છે.

મીડલ ઈસ્ટના દેશોમાં પણ આ મુદ્દે ચેતવણી આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્ ઓર્ગેનાઈઝેશન દ્વારા વુહાન વાયરસને લઈ તમામ હોસ્પિટલને જાણ કરવામાં આવી છે.  હજુ સુધી વુહાન વાયરસ અંગે રહસ્ય હોવાના કારણે તેના લક્ષણો જાણી શકાયા ની. અલબત પ્રારંભીક તબક્કે આ વાયરસ પ્રાણીમાંથી આવ્યો હતો. ત્યારબાદ એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પણ ફેલાવા સશક્ત બન્યો હોવાનું માનવામાં આવે છે. પ્રારંભીક તબક્કે સી ફૂડ માર્કેટમાંથી આ વાયરસના ફેલાવાનું શરૂયાનું સંશોધકો માની રહ્યાં છે. ચીનના વુહાન વાયરસ કારણે અમેરિકાએ પ્રવાસીઓને ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં ભારતમાંથી પણ લાખો લોકો ચીનનો પ્રવાસ કરતા હોય છે. વેપાર ઉદ્યોગ માટે ચીન જતા હોય છે ત્યારે કોઈ સંપર્કમાં આવી જાય અને વાયરસ ભારત સુધી આવે તેવી દહેશતના પગલે ભારતનો આરોગ્ય વિભાગ પણ સચેત થઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.