Abtak Media Google News

તુજે મીર્ચી લગે તો…

ન્યાયિક પ્રક્રિયામાં રાજય સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી નીતિન પટેલની સ્પષ્ટતા

રાજયમાં રાજકીય સામાજીક અને આર્થિક રીતે અગ્રેસર એવા પાટીદાર સમાજને સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગનો લાભ અપાવવાની માંગણી સાથે પાટીદાર અનામત આંદોલન છેડનારા હાર્દિક પટેલની તાજેતરમાં અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૫માં અમદાવાદમાં આંદોલન કાર્યક્રમ દરમ્યાન નોંધાયેલા રાજદ્રોહના કેસની સુનાવણી દરમ્યાન હાર્દિક કોર્ટમાં અનેક મુદતો સુધી ગેરહાજર રહ્યો હતો જેથી અમદાવાદની એડીશનલ સેશન્સ જજે હાર્દિકને અપાયેલા જામીન રદ કરીને ધરપકડ કરવા પોલીસને આદેશ કર્યો હતો. અમદાવાદ પોલીસે હાર્દિકની વિરમગામમાંથી શનિવાર રાત્રે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા ૨૪મી જાન્યુઆરી સુધી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હાર્દિકની ધરપકડ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર તેની પજવણી કરવા વારંવાર આવી રીતે જેલમા ધકેલી દેતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

7537D2F3 8

હાર્દિકની ધરપકડ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટવીટ કરીને આક્ષેપ કર્યો હતો કે યુવાનોને રોજગાર અને ખેડુતોના હકક માટે લડાઈ લડી રહેલા યુવાન નેતા હાર્દિક પટેલને ભાજપ સરકાર વારંવાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજના લોકો માટે અવાજ ઉઠાવીને તેમના માટે નોકરીઓ છાત્રવૃત્તિ માંગીને ખેડુત આંદોલન કર્યું હતુ જેને ભાજપ સરકારે દેશદ્રોહ ગણાવીને હાર્દિકને વારંવાર હેરાન પરેશાન કરી રહી છે. પ્રિયંકાએ હિન્દીમાં કરેલા ટવીટથી રાજયભરનાં કોંગ્રેસી આગેવાનો હાર્દિક પટેલના સમર્થનમાં આવી ગયા હતા રાજયની ભાજપ સરકાર હાર્દિક પટેલ સાથે રાગદ્વેષથી જેલમાં ધકેલી રહ્યાના આક્ષેપો થતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ મુદે સ્પષ્ટતા કરીને સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.

નિતિનભાઈ પટેલે કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું હતુ કે પ્રિયંકા ગાંધીને ન્યાયીક પ્રક્રિયાની ખબર જ નથી જો કોઈ આરોપી કોર્ટમાં તેની સામે કેસની સુનાવણી દરમ્યાન વારંવાર રજા વગર ગેરહાજર રહે તો કોર્ટ પહેલા જામીન લાયક અને ત્યારબાદ બિન જામીન લાયક વોરંટ કાઢીને આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત રાખી શકે છે. હાર્દિક સામેના રાજદ્રોહ કેસમાં પણ અમદાવાદની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં અનેક મુદતોમાં રજા વગર તે ગેરહાજર રહ્યો હતો. જેથી અધિક સેશન્સ જજ બી.જી. ગણાત્રાએ તેના જામીન રદ કરીને બિન જામીન લાયક વોરંટ ઈશ્યું કરતા અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં રાજય સરકાર કયાંય પણ હસ્તક્ષેપ કરી શકતું નથી. જેથી પ્રિયંકાનો આવું નિવેદન બાલીશ અને કાયદાની સમજણ વગરનું છે.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતુ ત્યારે અમદાવાદમાં ૨૫ ઓગષ્ટ ૨૦૧૫માં જંગી રેલી અને સભા આયોજન કરવામાં આવ્યું હતુ આ સભા દરમ્યાન થયેલી હિંસા અને તોફાનો બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ સામે દેશદ્રોહીનો ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી હતી આ કેસમાં લાંબો સમય જેલમાં રહેલો હાર્દિક જુલાઈ ૨૦૧૬માં શરતી જામીન પર છૂટયો હતો. આ કેસમાં નવેમ્બર ૨૦૧૬માં કોર્ટે હાર્દિક સામે ચાર્જફ્રેમ કરીને આ કેસની સુનાવણી હાથ ધરી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન અનેક મુદતોમાં હાર્દિક વગર રજાએ ગેરહાજર રહેતા અધિક સેશન્સ જજે તેના જામીન રદ કરીને બિન જામીન લાયક વોરંટ ઈશ્યું કરતા પોલીસે તેની શનિવાર રાત્રે વિરમગામમાંથી ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.