Abtak Media Google News

જાગૃત નાગરિકે મુખ્યમંત્રી, રાજ્યપાલ, સહિતના રાજ્યના વડાઓને વિસ્તૃત પત્ર પાઠવી લોકહિતમાં રાજકીય અખાડો બંધ કરાવી કમરતોડ કરવેરાથી સામાન્ય નાગરિકને બચાવવા વેદના વ્યક્ત કરી

મહાનગરપાલિકા થયા અને આશરે દોઢ દાયકા જેટલો સમય થવા આવ્યો છતાં જૂનાગઢની જનતાને મહાનગરપાલિકાની સુવિધા મળેલ નથી અને દર વર્ષે બજેટમાં જૂનાગઢની જનતા ઉપર કમરતોડ વેરાનો બોજો નાખવામાં આવી રહ્યો છે.જે કરવેરા ભરવા જૂનાગઢની જનતા સક્ષમ નથી કારણ કે જૂનાગઢ શહેર તેમજ આસપાસના ૨૫ કિલોમીટરના એરીયામાં કોઈ એવા ઉદ્યોગો સરકાર દ્વારા અથવા ખાનગી સંસ્થા દ્વારા ઊભા કરવામાં આવેલ નથી કે ભૂતકાળમાં હતા પણ નહીં. તેમજ જૂનાગઢ શહેરમાં આવેલી જી.આઇ.ડી.સી ૧ અને ૨ પણ હાલ મૃતપ્રાય હાલતમાં હોય જેથી જૂનાગઢની જનતા પાસે કોઈપણ પ્રકારની રોજગારી કે તેમજ આવકના બીજા કોઈ સ્રોત ન હોવાથી જૂનાગઢની જનતા આવા કમરતોડ કરવેરાનો બોજ સહન કરી શકતી નથી.

7537D2F3 16

આ અંગે જૂનાગઢના એક જાગૃત નાગરિક જીજ્ઞેશ મારૂ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે જો જુનાગઢ એરીયા વિસ્તારો મોટા થયા હોય અને મહાનગરપાલિકા કરવામાં આવ્યું હોય તો આપ સાહેબને અમારી અરજ છે કે આ એરિયા વિસ્તારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાને વિસર્જિત કરી નગરપાલિકા એક તથા નગરપાલિકા ૨ એમ બે નગર પાલિકા કરવામાં આવે અથવા મહાનગરપાલિકામાં જોડાયેલા ગામડાઓને ફરીથી ગ્રામ પંચાયત કરવા તેમજ જૂનાગઢ શહેરને ફરીથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે.

જેથી જૂનાગઢની જનતાને આ કમરતોડ કરવેરાના બોજાઓમાંથી મુક્તિ મળે મહાનગરપાલિકા ના આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકાની ૫૪% જેટલી જનતાએ કરવેરો ભરેલ નથી કારણ કે તેમની તેમજ તેમના પરિવાર પાસે સક્ષમ રોજગાર નથી જેના કારણે તેની આર્થિક સ્થિતિ નબળી છે. પણ જો નગરપાલિકા થાય અને તેના કરવેરા ઓછા હોય તેથી તે જનતા નગરપાલિકાના ઓછા કરવેરા ભરવા માંડશે જેથી નગરપાલિકાનું બજેટ પણ ઓછું થશે અને નગરપાલિકા ની અર્થવ્યવસ્થા પણ ઉંચી આવી શકશે.તેમજ આજથી થોડા વર્ષો પહેલા જૂનાગઢના થોડા-ઘણા બુદ્ધિજીવી વ્યક્તિઓની માંગણીને  લઇને જે તે સમયે જૂનાગઢના વિકાસને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ લીધેલું પગલું ઘણી લાંબી વિચાર મંથન માંગી લે તેવો નિર્ણય હતો. પરંતુ જ્યારે ફક્ત રાજકીય વર્તુળો સાથે સંકળાયેલા લોકો જે પોતાનું અથવા પોતાના નજીકનાઓનો આર્થિક સ્વાર્થ ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા ની ભલામણ કરતી વખતે જોવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હોય તેમ અમો સહિત જૂનાગઢના ઘણા બધા વર્ગનું માનવું છે.જૂનાગઢની જનતા વર્તમાન સમયમાં મોટા કરવેરાના બોજ હેઠળ આર્થિક રીતે પીસાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.