Abtak Media Google News

ખેતીથી જાતે ઉગાડેલ ૧૫૨ પ્રકારની પ્રોડકટનાં વેચાણ માટે ‘થીયા ઓર્ગેનિક’ આઉટલેટનો શુભારંભ

યુવા એન્જીનીયર પથ ગોપાલઇભાઇ પટેલે ટોપ કેડરમાં દર્શન એન્જીનીયરીંગ કોલેજમાંથી બી.ઇ. ઇલકેટ્રીકલ્સની ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ માનવ આરોગ્ય પ્રાણવાન પ્રજા નિર્માણ અને સુવર્ણભૂમિ ભારતને પરમ વૈભવના શિખર પ્રાપ્તિના ઘ્યેય સાથે પડધરી તાલુકાના રોજીયા ગામે બે વર્ષથી સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતી પઘ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરે છે.

Advertisement

ઓગેનિક ખેતીના ઉત્પાદન શાકભાજી, અનાજ, કઠોળ, ઘાણીના સીગતેલ, મરી મસાલા, મધ, ગોળ, દેશી ગાયનું ઘી, ખારી સિંગ વગેરે જેવી ૧પર ઓર્ગેનિક પ્રોડકટસના વેચાણ માટે થીયા ઓર્ગેનિક સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ સામે, આત્મીય કોલેજ પાછળ કાલાવડ રોડ રાજકોટ  ખાતે પ્રારંભ કરેલ છે.

થીયા ઓર્ગેનિક ના શુભારંભમાં રાષ્ટ્રીય ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સંચાલક મુકેશભાઇ મલકાન, રાજકોટ ભારતીય કિશાન સંઘના પ્રમુખ (ગીરગંગા વાળા) દીલીપભાઇ સખીયા, પ્રાકૃતિક ખેતીના ધરોહર સુભાષ પાલેકરજી, પ્રફુલભાઇ સેજલીયા, પીજીવીસીએલના ચીફ એન્જીનીયર ગાંધી, જીઇબી એન્જીનીયર એસો.ના સેક્રેટરી જનરલ બી.એમ. શાહ તથા સ્વામીનારાયણ સંપ્રદાય ના સંતોએ હાજરી આપી શુભકામના પાઠવેલ.

ઉલ્લેખનીય છે કે, હાલ કૃષિ ક્ષેત્રે પરિવર્તનની તાતી જરૂરીયાત છે. મોટાભાગનાં લોકો પ્રાચીન પરંપરા અનુસાર ખેતી કરે છે. બદલાતા જતા સમયની સાથે ચાલીને ખેતીમાં ટેકનોલોજીનો પણ ભરપુર ઉપયોગ કરીને અઢળક કમાણી કરી શકાય છે આ વાત સમજનારા યુવાનોએ ટેકનિકલ શિક્ષણ મેળવીને કૃૃષિ ક્ષેત્રે ઝંપલાવવાનો દૌર શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.