Abtak Media Google News

પ્યાર કા પહેલા ખત લીખને પે વકત તો લગતા હે… નયે પરિન્દોકો ઉડને પે વકત તો લગતા હૈ….!!

રંગીલા રાજકોટનાં યુવાધને આજે ઉજવ્યો ટેડી ડે

પ્રાણ જાયે પણ વચન ન જાયેની ઉક્તિ ભારતભરમાં લોક જીભે ચડેલી છે. દેશમાં દાયકાઓથી ‘વચન’ને પ્રાણ કરતા પણ વધુ મહત્વના સમજવામાં આવે છે ત્યારે આવતીકાલે વેલેન્ટાઈન વિક અંતર્ગત પ્રોમીસ ડેની ઉજવણી થવાની છે ત્યારે યુવાનોને વડિલો તરફથી એવી શીખ મળે કે ખોટા પ્રોમીસ આપવા કરતા પ્રોમીસ ન આપવું જોઈએ. ભારતની પરંપરાને વેલેન્ટાઈન વિકની ઉજવણી સાથે આવી રીતે પણ જાળવી શકાય છે. આજે વચનને ચણા-મમરાની જેમ આપવામાં આવે છે પરિણામે વચનનું કોઈ મહત્વ રહ્યું નથી જેથી યુવા વર્ગને વચનની મહત્વતા સમજી ઘટે. રંગીલા રાજકોટમાં આજ સવારથી ‘ટેડી’ ડે ઉજવણી સાથે કોલેજ છાત્રો-યુવાધન ગમતાને ગુલાલ સમા પ્રેમનાં એકરાર પ્રપોઝની સાથે પોતાના પિય પાત્ર ‘ટેડી’ અર્પણ કરીને પ્રેમ દિવસની ઉજવણી કરી હતી.

શહેરનાં વિવિધ વિસ્તારોમાં યુવાનોનાં સમુહ ઉજવણીનાં પ્લાનીંગ કરીને પોતાના પ્રિયપાત્ર સાથે સુંદર સોમવારની ઉજવણી કરી હતી વેલેન્ટાઈન વીક ડે સેલીબ્રેશનમાં વિવિધ દિવસોની ઉજવણી સાથે રાજકોટીયન્સ રોમેન્ટીક થયા હતા.

૧૪મી સુધી ચાલનાર આ દિવસોમાં આવતીકાલે ‘પ્રોમીસ ડે’ની ઉજવણી થનાર છે. પશ્ર્ચિમની સંસ્કૃતિમાં આ ઉજવાતા તહેવારો હવે આપણા સૌરાષ્ટ્રમાં પણ રંગે ચંગે ઉજવાય રહ્યા છે.

વેલેન્ટાઇન ડે ની ઉજવણી પહેલા રાજકોટના યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોઝ-ડે, પ્રપોઝ ડે સહિતના દિવસોની શાનદાર ઉજવણી બાદ આવતીકાલે પ્રોમીસ ડેે ઉજવવાનો થનગનાટ યેવાનોને છે.

બેસ્ટીને ‘ટેડી’ની ગિફટ

Img 20200210 123338

આજે ‘અબતક’ ડીઝીટલ મીડીયાના પ્લેટફોર્મ પર ‘ટેડી ડે’ લાઈવ વેલેન્ટાઈન વીક ડે સેલીબ્રેશન શહેરની કણસાગરા મહિલા કોલેજમાં કોલેજ છાત્રો યોજેલ હતુ જેમાં કોલેજ ગર્લએ પોતાના વિચારો-ગીતો-આનંદનાં પ્રસંગો સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ આ દિવસો કેમ ઉજવાય તેની વાતો વિચાર રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય સેવા યુનિટનાં કોલેજ છાત્રોએ ઉત્સાહભેર લાઈવ કાર્યક્રમ માણ્યો હતો. જેમાં પ્રોફેસર યશવંત ગોસ્વામીએ સહયોગ આપ્યો હતો. અબતક ચેનલ લાઈવ સેલીબ્રેશનમાં એક કોલેજછાત્રાએ તેની સખીને ‘ટેડી’ આપીને સેલીબ્રેશન કરેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.