Abtak Media Google News

નિર્ણયોનો અમલ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી કરવામાં આવશે: નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે: પેપર ત્યાર કરવાની જવાબદારી જીસીઇઆરટી અને શિક્ષણ બોર્ડની રહેશે

રાજ્યની ૫૫ હજાર શાળાના સવા કરોડ બાળકોને સમાન વિષયો-અભ્યાસક્રમ ભણાવાશે: સમગ્ર કામગીરીના સંચાલન માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ ૩થી ૧૨ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. તમામ શાળાઓમાં લેવાતી છ માસિક પરીક્ષા પણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. આ સાથે એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય કરતા શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, કોઈપણ સ્કૂલ ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં. નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો કરવા માટે રાજ્યસરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલમાં માર્ચ માસના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વાર્ષિક પરીક્ષા પુરી થયા પછી મે માસના પ્રથમ સપ્તાહમાં ઉનાળું વેકેશન ચાલુ થતા સુધી મહિનો જેટલો સમય શાળા ચાલુ રહે છે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી અસરકારક શૈક્ષણિક કામ સામાન્ય થતું નહોતું. સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં આ સમયનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી એપ્રિલમાં જ નવું શૈક્ષણિક વર્ષ શરૃ થાય છે અને અંદાજે ચાર સપ્તાહ જેટલા સમયના શૈક્ષણિક કાર્ય પછી ઉનાળું વેકેશન શરૃ થાય છે. તે જ પદ્વતિ રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ લાગુ કરવામાં આવશે.આ ઠરાવ રાજ્યની જિલ્લા પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓ, સરકાર દ્વારા મંજૂરી મેળવી સ્થપાયેલ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, શિક્ષણ બોર્ડ, ગાંધીનગરમાં રજિસ્ટર્ડ થયેલ સરકારી તેમજ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આ તમામ નવા નિર્ણયોનો અમલ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી કરવામાં આવશે. આ પહેલા પણ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો કે હવેથી રાજ્યભરની તમામ શાળામાં એપ્રિલ માસથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

7537D2F3 10

અત્યાર સુધી શાળાઓ લેતી હતી પરીક્ષા

મહત્વનું છે કે રાજ્યભરમાં અત્યાર સુધી શિક્ષણ બોર્ડ દ્વારા માત્ર ધોરણ. ૧૦-૧૨ અને ધોરણ ૧૧-૧૨ સાયન્સની પરીક્ષા લેવામાં આવતી હતી. આ સિવાય અન્ય તમામ પરીક્ષા શાળાઓ પોત-પોતાની મુજબ લેતી હતી. પરંતુ હવે રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણય બાદ રાજ્યભરની તમામ શાળાઓમાં ધોરણ ૩-૧૨ની તમામ પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે.

ખાનગી પ્રકાશકોના પુસ્તકો પર પ્રતિબંધ

આ સાથે રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર સરકારી પુસ્તકોથી અભ્યાસ કરાવવાનો રહેશે નહીં. કોઈપણ શાળા ખાનગી પ્રકાશકોના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં. તમામ શાળાઓએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના પુસ્તકોનો ઉપયોગ કરવો પડશે. આ સાથે કોઈ શાળા વિદ્યાર્થીઓને ખાનગી પ્રકાશકોના પુસ્તકો ખરીદવા માટેની ફરજ પાડી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.