Abtak Media Google News

ફેબ્રુઆરી-માર્ચ માસમાં કપાસ, ચણા, ઘઉં, ઘાણા, જીરું સહિતના પાકોની આવક પુષ્કળ હોય ત્યારે નવ દિવસની હડતાળ બાદ યાર્ડ આજે ફરી ધમધમતા ખેડૂતોમાં રાહત

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસ મુદ્દે શરૂ થયેલી હડતાલ નવ દિવસ બાદ આજે અંતે સમેટાઈ છે. સતાધીશો અને વેપારીઓએ આખરે હઠ છોડી ફરી રાજકોટ માર્કેટીંગ યાર્ડ શરૂ કરી ખેડુતોને રાહત આપી છે. ખાસ કરીને શિયાળો ઉતરતા ફેબ્રુઆરી-માર્ચ માસમાં કપાસ, ચણા, ઘઉં, જીરૂ, ધાણા સહિતના પાકોની પુષ્કળ આવક હોય ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવ દિવસની હડતાલ બાદ ફરી આજે હરરાજી શરૂ થતા ખેડુતોમાં રાહત થવા પામી છે.

Img 20200227 Wa0010

દસેક દિવસ પૂર્વે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં અસહય મચ્છરોના ત્રાસથી વેપારીઓએ ઉગ્ર રજુઆત બાદ આંદોલન છેડયું હતું. આંદોલન બાદ મચ્છરો હટાવવા તંત્ર હરકતમાં આવ્યું હતું. વહિવટી તંત્રએ ગાંડી વેલ કાઢવાની કામગીરી પણ પુરજોશમાં કરાવી મચ્છરોના ત્રાસમાંથી માર્કેટીંગ યાર્ડને મચ્છર મુકત કરવા પગલા લીધા હતા.

Img 20200227 Wa0008

જોકે આ પૂર્વે વેપારીઓના હિંસક આંદોલનથી તેઓની સામે કેસ થયા ત્યારબાદ વેપારીઓએ મચ્છરોની રજુઆત બાજુમાં મુકી કેસ પાછા ખેંચવા હઠ કરી જેથી સતાધીશોએ પણ પહેલા સહાનુભૂતિ દાખવી યાર્ડમાં હરરાજી કરવા સમજાવ્યું પરંતુ વેપારીઓ સમજાવટ નહીં કરતા અંતે સતાધીશોએ હરરાજી શરૂ કરવા અથવા તો લાયસન્સ જમા કરાવવાની ચીમકી આપતા અંતે વેપારીઓએ પોતાની હઠ છોડી આજથી યાર્ડ ધમધમતુ કર્યું છે. હડતાલ દરમ્યાન યાર્ડનું રાજકારણ પણ ગરમાયુ હતું જોકે બધા વિવાદો બાદ આજથી યાર્ડ પૂર્વવ્રત શરૂ કરાયું છે.

યાર્ડ શરૂ થવાથી ખેડૂતો ખુશખુશાલ: ડી.કે. સખીયા

Dk

‘અબતક’સાથેની વાતચીત દરમ્યાન રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે નવ દિવસથી અમુક તત્વો દ્વારા માર્કેટીંગ યાર્ડને બાનમાં લેવાનો પ્રયત્ન કરાતો હતો ત્યારે હવે સત્તાધીશોના આકરા નિર્ણયથી હડતાલનો અંત આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આજથી તમામ પ્રકારની હરરાજી શરુ કરવામાં આવી છે પહેલા પડતર માલની હરરાજી કરવામાં આવી હતી એ સિવાય નવા આવેલા પાકની પણ આજે હરરાજી  કરવામાં આવી છે. માલ વેચવા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટયાં છે આજે યાર્ડ શરુ થતાં આવતીકાલથી યાર્ડમાં મોટા પ્રમાણમાં જણસી આવશે.

આ ઉપરાંત ડી.કે. સખીયાએ એમ પણ જણાવ્યું હતું કે અમુક લોકો જે ષડયંત્ર કરતા હતા અને વેપારીઓ, ખેડુતોને ગેરમાર્ગે દોરતા હતા તેમના નિમ્નસ્તરીય રાજકારણનો અંત આવ્યો છે. પાંચ ટકા વેપારીઓ ૯૫ ટકા વેપારીઓને  ગેરમાર્ગે દોરી ધરાર હડતાલ પડાવતા હતા તેમની ઉપર કાર્યવાહી કરાઇ છે અને ભવિષ્યમાં હવે કોઇ આવી હડતાલ ન થાય તે માટે સત્તાધીશો સતત કટિબઘ્ધ છે.

દલાલ મંડળનું અસ્તિત્વ છીનવાતા સ્વૈચ્છીક રાજીનામુ ધર્યું: અતુલ કમાણી

Vlcsnap 2020 02 27 07H23M08S556

મામલામાં અતુલ કમાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત ૯ દિવસી ચાલી રહેલ હડતાલનો ઉદ્દેશ્ય ફકત વેપારીઓ પર યેલા કેસ પરત ખેંચવાનો જ હતો. કોઈપણ જાતની રાજકીય ગતિવિધિ કરવામાં આવી ની. તેમ છતાં યાર્ડના સત્તાધીશો દ્વારા દલાલ મંડળની ઓફિસ સીલ કરી મંડળનું અસ્તિત્વ જ છીનવી લેવાયું છે. ત્યારે હવે દલાલ મંડળ જ નહીં હોવાી દલાલ મંડળના પ્રમુખની પણ જરૂર રહી ની. આજ સુધી નાના ખેડૂતી માંડી વેપારી સુધીના તમામના પ્રશ્ર્નોનો ઉકેલ ઉત્સાહ અને સાહસીકતાભેર લાવવામાં આવ્યો છે પરંતુ હવે તમામ કાર્યવાહી તેમજ કામગીરી સત્તાધીશો દ્વારા કરવામાં આવશે જેના પરિણામે મેં અને ઉપપ્રમુખ કિશોરભાઈ દોંગાએ સ્વૈચ્છીક રાજીનામુ ધર્યું છે.

જબ પાની સર સે ઉપર ચલા જાયે તબ કુછ કરના હી પડતા હૈ: હરદેવસિંહ જાડેજા

Hardev

‘અબતક’સાથેની વાતચીતમાં યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ સુધી અમે પ્રેમથી યાર્ડમાં હડતાલ સમેટવા પ્રયાસો કર્યા હતા અને બેઠકો બોલાવી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમુક વેપારીઓ તેમજ દલાલ મંડળના આગેવાનો હડતાલ સમેટવાના મુડમાં ન્હોતા દેખાતા ત્યારે હવે તલવાર મ્યાનમાંથી કાઢવી પડે તેવી સ્થિતિ હતી અને અંતે આકરા નિર્ણયો લઇને યાર્ડને ફરીથી ધમધમતું કરાયું છે.

વધુમાં  તેમણે જણાવ્યું હતું કે કાવતરાખોરો પોતાના રાજકીય રોટલા શેકવા કોઇપણ મુદ્દે યાર્ડમાં હડતાલ પાડી દેતા હતા જેમાં ખેડૂતો અને મજુરોનો ભોગ લેવાતો હતો. મુદ્દો જીએસટીનો હોય કે નોટબંધીનો હોય કે પછી ટ્રાફીક મેમાનો હોય તે મુદ્દાને યાર્ડ સાથે કોઇ લેવા દેવા નથી. તેવા મુદ્દાને લઇને યાર્ડમાં હડતાલ પાડવામાં આવી તો આવા કાવતરા પૂર્વક યોજાયેલી હડતાલને અમે રોકી ન શકીએ પરંતુ કાવતરાને ઉઘાડા પાડી યાર્ડનો ભોગ ન લેવાય તે માટે અમે કટિબઘ્ધ છીએ.

દલાલ મંડળના પ્રમુખ-ઉપપ્રમુખનું સ્વૈચ્છીક રાજીનામું

દલાલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખે આજે નવ દિવસની હડતાલ બાદ યાર્ડ ફરી ધમધમતાની સાથે જ સ્વૈચ્છીક રાજીનામું આપ્યું છે. વેપારીઓને દુકાનો શરૂ કરવા અથવા તો લાયસન્સ જમા કરાવવાની નોટિસો ફટાકારાઇ હતી. આ નોટિસના ડરથી વેપારીઓએ આજે હડતાલ સમેટી લઇ યાર્ડને ધમધમતુ કર્યુ છે. ત્યારે દલાલ મંડળના પ્રમુખ અતુલભાઇ કમાણી અને ઉપપ્રમુખ કિશોરભાઇ દોંગાએ પારિવારિક વ્યસ્તતાનું કારણ આગળ  ધરી સ્વૈચ્છીક રાજીનામું આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.