Abtak Media Google News

મામાનું ઘર કેટલે ? વિશ્ર્વ મહિલા દિન કેટલે ? દીવો બળે એટલે… એને વધાવવાનો આખી દુનિયામાં થનગનાટ: એને ‘કોરોના’ રાક્ષસથી આઘો જ રાખવા બાંયો ચડાવવા સજજ થયા વિના નહી ચાલે ! મામાના ઘર સુધી મૂકવા માંડીએ કોરોના વિરોધી ઉજાસ: કોઈ હિરણ્યકશ્યપ હવે આપણી માતૃભૂમિને મંજૂર નથી…

કાઠીયાવાડથી કાશ્મીર સુધી ધૂળેટીના ‘રંગોત્સવ’ આડે કોઈ કદરૂપી અડચણ ‘મહિલા-દિન’ના હર્ષોલ્લાસ અને રાષ્ટ્રની વિકાસકૂચ તેમજ વિજયકૂચના થનગનાટમાં નહિ આવવા દેવાની મહિલાઓની પ્રતિજ્ઞા: જયા જયાં દૈત્યો-દાનવોનાં છાનાછૂપા અડ્ડા ત્યાં બધે જ શકિત પ્રહાર !

આપણો દેશ મહાભારતનું યુધ્ધ ખેલી ચૂકયો છે.

આપણો દેશ પાણીપતનું યુધ્ધ ખેલી ચૂકયો છે.

આપણો દેશ અજબગજબના મહાયુધ્ધો ખેલી ચૂકયો છે.

અંગ્રેજી સલ્તનતની સામે અને વિદેશી હાકેમીઓ સામે આપણા દેશે ખૂનખાર લડાઈઓ લડી છે. અને કેસરિયા જંગો પણ જીત્યા છે. દૂનિયાને બદલી નાખનાર મહાપુરૂષોમાં પણ આપણા દેશના મહાપુરૂષો હતા જ. એમનાં શસ્ત્રો અસ્ત્રો અજેય રહ્યા હતા. આ દેશના શાસ્ત્રો તો સમજમાં ન આવે એવા મંત્રોસભર સંહારક હતા.

આપણા દેશમાં વકતવ્યો વડે પણ લડાઈઓ લડાઈ ચૂકાઈ ચૂકી છે અને જીતાઈ ચૂકી છે.

અહી રણબંકા પુરૂષો નરવીરો પણ લડયા છે. અને રણચંડી મહિલાઓ પણ લડી ચૂકી છે. આપણો દેશ સત્યની લડાઈઓ લડ્યો છે. અને હરહંમેશ અસત્યને પરાજિત કરીને જ જંપ્યો છે. આ દેશ ન્યાયની લડાઈઓ લડ્યો છે. અને અન્યાયને પરાજિત કરીને જ જંપ્યો છે. આ દેશ ધર્મક્ષેત્રની લડાઈ લડ્યો છે. અને અધાર્મિકતાને ભૂંડે હાલ હરાવીને જ જંપ્યો છે.

આ દેશની સંસ્કૃતિ અને આ દેશના દેવદેવીઓ ‘દૈત્યો અને દાનવો સામે લડીને એ એકસો અણુબોમ્બ જેટલી સંહાર શકિત ધરાવતા તપસ્વી-વરદાની અસુર મહિષાસુર હિરણ્યકશ્યપ, રાવણ, કંસ, કુંભકર્ણ , મેઘનાદ જેવા પ્રચંડ સામર્થ્ય ધરાવતા આતંકી સ્વરૂપના દૈત્યોને હતા ન-હતા કરીને જ જંપ્યા હતા. એમાં આદ્યશકિતઓ,સ્ત્રીશકિતઓ, મહિલા શકિતઓ પણ મોખરે રહી હતી.

4 Banna For Site 1 2

આપણા પ્રાગૈતિહાસમાં અને પુરાણગ્રંથોમાં આને લગતા અસંખ્ય ઉદાહરણો સંઘરાયેલા રહ્યા છે.

હવે આપણા અનેક કારણોસર કમજોર અને નિઘિર્ય બનેલા દેશને નવી ચેતના અને નવી તેજસ્વિતાની અનિવાર્ય પણે આવશ્યકતા છે. જેમા લગીરે વિલંબને અવકાશ નથી.

આપણા દેશને એક બાજુ અમેરિકામાં ઉત્પન્ન, થયેલા અને ચીન સહિત વિશ્ર્વના ઘણા બધા દેશોમાં બૂરી રીતે પ્રસરેલા ‘કોરાના’ રોગના રાક્ષસે, કોઈ ખૂંખાર દૈત્ય ચઢી આવ્યો હોય એ રીતનો ભરડો લીધો છે. અને કરોડો ડોલરના નુકશાનનો ફફડાટ સજર્યો છે.

આ ફફડાટના ઓછાયા વચ્ચે વિશ્ર્વ મહિલા દિનનું આગમન ડોકાઈ રહ્યું છે. ‘મામાનું ઘર કેટલે દીવો બળે એટલે’ એ કહેવત એના આગમનને લાગૂ પડે છે. એમ કહી શકાય કે મહિલા દિન કેટલે, દીવો બળે એટલે…!

એને વધાવવાનો આખા જગતમાં થનગનાટ છે. પણ એને કોરાના રાક્ષસથી આઘો રાખવા તમામ સાધનો-સામગ્રીઓ સાથે બાંયો ચઢાવીને સજજ થયા વિના ચાલે તેમ નથી.

બીજી રીતે કહીએ તો મામાના ઘર સુધી મૂકવા માંડીએ કોરોના વિરોધી ઉજાસ… કોઈ હિરણ્યકશ્યપ આપણા મહિલા દિનના આગમનને રોકે -રંજાડે એ આ દેશને મંજૂર નહિ રહે પછી ભલે ‘નૃસિંહાવતાર’ની જરૂર ડે !

કાઠીયાવાડથી કાશ્મીર સુધી હોળી-ધૂળેટીનાં રંગોત્સવ આડે કોઈ નાની કે મોટી અડચણ મહિલા-દિનને વધામણાના હર્ષોલ્લાસમાં રૂકાવટ ન જ કરી શકે અને રાષ્ટ્રની વિકાસ-કૂચના થનગનાટમાં વિઘ્નરૂપ અને એને આ દેશની મહિલાઓ નહિ સાંખે અને જયાં જયાં દૈત્યો દાનવોનાં છાનાછૂપા અડ્ડાઓ હોય ત્યાં બધે જ આ દેશની બહાદૂર મહિલાઓ રણચંડીની જેમ શકિત-પ્રહાર કર્યાવિના નહિ રહે…

વિશ્ર્વ મહિલા દિન મહિલાની પ્રચંડ શકિતને આવરણ મૂકત ક્રવાનો છે. મહિલા આદ્યશકિત છે. તમે અને તમારા બા,

એના જેવા ગાઢ આતમ્ય, પૂજય સંબંધ દૂનિયામાંબીજો નથી. મહિલાઓ પ્રેરણામૂર્તિઓ છે. પ્રેરણાતિર્થ પણ છે.

મહિલા વાત્સલ્યધામ છે. બલિદાનમૂર્તિ છે. મહિલાઓ મંગલમૂર્તિઓ છે. તેમના સ્પર્શથી આપણુ જીવન ઘડાયું છે. તેમની ગોદમાં આપણે બેસતાં શીખ્યા. તેમની પ્રેમાળ નજર આપણા સમસ્ત જીવન ઉપર રહે છે. માતાનાં પ્રેમ જેવા આશીર્વાદને તોલે તોળાઈ શકે એવા અન્ય કોઈ આશીર્વાદ નથી.

આદર્શ માતા જ એવો આશીર્વાદ આપી શકે કે, રોજ એક મંદિરે જજે અને રોજ એક ગરીબના ઘેર જજે, ને એમના બંનેના આશીર્વાદ પામજે.

આપણા દેશનાં સ્થિતિ-સંજોગો અનુકૂળ કરતાં પ્રતિકૂળ વધારે છે. કોરોનાની વિપરિત અસરોએ ખળભળાટ મચાવ્યો છે. અને તે વધુને વધુ સનસનાટીઓજનક નવાજૂનીઓ સર્જવાની સંભાવના ધરાવે છે. રાજકીય પ્રવાહોને તથા શેર બજારને એ સ્પર્શે તેમ છે.

વિશ્ર્વ મહિલા દિનના સંદર્ભમાં એવો ખ્યાલ ઉપસે છે કે, આપણા રાષ્ટ્રને ચારિત્ર્ય ઘડતર કરી આપે એવા સબળ અને અસરકારક પરિબળની તાતી જરૂર છે. અને તે દેશની મહિલા શકિત પૂરી કરી શકે તેમ છે. આપણો દેશ આ અતિ મહત્વની બાબતમાં આપણી મહિલા શકિત ઉપર ભરોસો રાખી શકે તેમ છે.

કોરાના સામે લડવાનું અને એને હંફાવીને મ્હાત સારી પેઠે મ્હાત કરવાનું ઔષધકીય સામર્થ્ય આપણા શાસકોએ પેદા કરવું જ પડશે.

અહી એક વાતની ચિંતા છે જ કે, આપણા રાજકીય ક્ષેત્રમાંથી મતિભ્રષ્ટતા અને રાજગાદીલક્ષી ગંદી માનસિકતા દૂર નહિ થાય ત્યાં સુધી આમાં સફળ નહિ જ થવાય… આ બોજ દેશની મહિલાઓ ઉપર આવી શકે છે. વિશ્ર્વ મહિલા દિન, હોલીકોત્સવ અને કોરાનાના હાહાકાર વચ્ચે મહિલાઓની આગેવાની પ્રતિ સૌની નજર રહે તો નવાઈ નહિ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.