Abtak Media Google News

સિવિલમાં શંકાસ્પદ દર્દીઓ માટે ૬૦ બેડની વ્યવસ્થા, જરૂર પડયે બેડ વધારવાની તૈયારી: તમામ ખાનગી હોસ્પિટલોને પણ ઈમરજન્સી માટે સજજ રહેવા આદેશ: કલેકટર રેમ્યા મોહન અને ડીડીઓ અનિલ રાણાવસીયા સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને જરૂરી સૂચનો આપ્યા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટેની વ્યવસ્થા તપાસવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેઓની સાથે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણવસીયા પણ જોડાયા હતા. બંને અધિકારીઓએ શંકાસ્પદ દર્દીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

Img 0171

જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ અંગે કહ્યું હતુ કે મુખ્ય સચિવના આદેશ પ્રમાણે દરેક જિલ્લાઓમાં કોરોનાની સંભવત અસરને ધ્યાને લઈને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટમાં પણ કોરોનાના શંકાસ્પદ કેસો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં ઈમરજન્સી વોર્ડ ઉપર આઈસોલેશન વોર્ડમાં ૨૦ બેડની વ્યવસ્થા કરાઈ છે. નવી બિલ્ડીંગનાં પ્રથમ માળે ઈમરજન્સી વિભાગમાં પણ ૪૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ પણ જરૂર પડયે બેડની સંખ્યા વધારી શકાશે.

હાલ રૂરલનાં ૨૭ અને સીટીનાં ૩૦ જેટલા લોકો જે બહારથી આવ્યા છે. તેઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. વિદેશથીઆવતા લોકોને એરપોર્ટ ઉપર તપાસવામાં આવે જ છે. તેમ છતા અહિ પણ તેઓની મેડીકલ તપાસ કરાશે. શંકાસ્પદ દર્દીઓનાં રીપોર્ટ જામનગર ખાતે કરાવવામાં આવશે ૮ કલાકમાં રીપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

4 Banna For Site 1 1

વધુમાં તમામ ખાનગી હોસ્પિટલો પાસેથી પણ ત્યાં કરાયેલી વ્યવસ્થશનો રિપોર્ટ મંગાવાયો છે. હોસ્પિટલોને તકેદારીના ભાગરૂપે ઈમરજન્સી માટે સજજ રહેવા પણ જણાવાયું છે. અંતમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેર અપીલ કરતા જણાવ્યું હતુકે કોરોના વાયરસનું જોખમ ટાળવા લોકો સાથે હાથ મીલાવવાનું ટાળવું દૂરથી જ નમસ્કાર કરવું ભીડવાળી જગ્યાએ પણ જવાનું ટાળવું.

કોરોના વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું

શું કરવું?

વ્યકિતગત સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું સાબુથી વારંવાર હાથ ધોવા, ઉધરસ અને છીંક વેળાએ મો ઢાંકવું, અસ્વસ્થતા લાગે તો તુરંત તબીબને મળો, હાથ મીલાવવાને બદલે એક બીજાને દૂરથી નમસ્તે કરવું.

શું ન કરવું?

ઉધરસ અને તાવ હોય તો કોઈના સંપર્કમા ન આવવું, સાર્વજનીક સ્થળ ઉપર થૂકવું નહીં, જીવીત પશુઓનાં સંપર્કમાં નહી આવવું કે કાચુ માંસ આરોગવાનું ટાળવું, ખેતરની યાત્રા કે જીવીત પશુઓનાં બજારોમાં જવાનું ટાળવું, ભીડ વાળી જગ્યામાં જવાનું ટાળવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.