Abtak Media Google News

નવા સભ્યો બનવા તથા સભ્યપદ રિન્યુ કરવા ૧૬મીથી નોંધણી પ્રક્રિયા: નજીવી ફીમાં આખુ વર્ષ વિવિધ કાર્યક્રમોનો લાભ મળશે

સામાજિક,સાંસ્કૃતિક અને મનોરંજન ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિ કરતી સરગમ ક્લબ અને તેના બહોળા પરિવારમાં જોડાવાની અમૂલ્ય તકરાજકોટવાસીઓ માટે ફરી આવી છે.સરગમી સભ્યોનું ૨૦૧૯-૨૦નું વર્ષ પૂરું થવામાં છે અને ૨૦૨૦-૨૧નું વર્ષ આગામી પહેલી એપ્રિલથી શરુ થનાર છે ત્યારે હાલના સભ્યોને પોતાનું સભ્યપદ રીન્યુ કરાવવા માટે અને નવા સભ્યોની નોંધણી માટેની તારીખોની જાહેરાતકરવામાં આવી છે. સરગમ ક્લબ રાજકોટની જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની અવ્વલ સેવાકીય સંસ્થા છે અને છેલ્લા ૩૮ વર્ષમાં અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરી છે. હમણાં જ સરગમ ક્લબે ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને હાલમાં તેની ૫૧ જેટલા સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે. સરગમ પરિવારમાં હાલમાં ૧૮ હજારથી વધુ સભ્યો છે અને આ પરિવારમાં વધુને વધુ સંખ્યામાં જોડાવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ અનુરોધ કર્યો છે.

રાજકોટીયન્સના મનમાં એક આગવું સ્થાન પામી ચૂકેલા સરગમ કલબની વાર્ષિક સભ્યનોંધણીનો તા.૧૬ માર્ચથી પ્રારભં થવા જઈ રહ્યો છે. વર્ષ દરમિયાન યાદગાર અને શ્રેષ્ઠ કાર્યક્રમો આપવા માટે જાણીતા બની ચૂકેલા સરગમ કલબ દ્રારા આ વર્ષે પણ પાંચ કેટેગરીમાં સભ્યનોંધણી રાખવામાં આવી છે.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ ચિલ્ડ્રન કલબના સભ્ય બનવા માટે વ્યકિતદીઠ રૂા.૫૦૦ની ફી (એક વર્ષ માટે) રખાઈ છે. આ કલબમાં નોંધણી કરાવવા માટે ૬થી ૧૪ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. આ પછી સરગમ લેડીઝ કલબ કે જેની ફી રૂા.૬૦૦ (એક વર્ષ માટે) રખાઈ છે. આ કલબમાં નોંધણી કરાવવા માટેની વયમર્યાદા ૧૫ વર્ષથી ઉપરની રાખવામાં આવી છે. જયારે સરગમ જેન્ટસ કલબની એક વ્યકિતની ફી રૂા.૭૦૦ (એક વર્ષ માટે), સરગમ સિનિયર સિટીઝન કલબની એક વ્યકિતની ફી રૂા.૭૦૦ (એક વર્ષ માટે) અને સરગમ કપલ કલબની બે વ્યકિતની ફી રૂા.૧૪૦૦ (એક વર્ષ માટે) રાખવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ ક્લબ દ્વારા સંચાલિત રેસકોર્સના ઇન્ડોર સ્ટેડિયમ માટે પણ સભ્ય નોંધણી પહેલી એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. હાલના સભ્યો ૨૦મી માર્ચથી ૩૧મી માર્ચ સુધીમાં પોતાનું સભ્યપદ રીન્યુ કરાવી શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે સરગમ પરિવારના સભ્ય બનવા માગતાં લોકોએ તા.૧૬૩૨૦૨૦થી તા.૩૧૩૨૦૨૦ સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. હાલમાં ફોર્મનું વિતરણ શરુ થઇ ગયું છે. આ ફોર્મ ભરીને વિવિધ આઠ સ્થળોએ ફી ભરી શકશે જેમાં

3.Banna For Site

(૧) સરગમ કલબ, યાજ્ઞિક રોડ, કોઈન્સ કોર્નર બિલ્ડિંગ, ત્રીજા માળે (૨) સરગમ આમ્રપાલી લાયબ્રેરી, આમ્રપાલી મેઈન રોડ, પોલીસ ચોકી ઉપર, રૈયા રોડ (૩) સરગમ મહિલા લાયબ્રેરી, મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર, અન્ડરબ્રિજ પાસે (૪) સરગમ મહિલા લાયબ્રેરી, એવરેસ્ટ બિલ્ડિંગ, શાીમેદાન સામે, ૧૦૧ નંબરની ઓફિસ (૫) સરગમ ભવન, જામટાવર રોડ, જી.ટી.શેઠ હોસ્પિટલ પાસે, નવી કલેકટર કચેરીની બાજુમાં (૬) સરગમ કલબ, જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞિક રોડ, ગુણવંતભાઈ ડેલાવાળાની ઓફિસ (૭) સરગમ મલ્ટી એકિટવિટી સેન્ટર, કેનાલ રોડ, ચેતન હાર્ડવેરની બાજુમાં અને (૮) સરગમ આરોગ્ય સેન્ટર, નાગેશ્ર્વર મંદિરની બાજુમાં, જામનગર રોડનો સમાવેશ થાય છે. ફોર્મ ભરવાનો સમય સવારે ૯:૩૦થી ૧ અને બપોરે ૪થી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે સરગમ કલબ દ્રારા આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના ૧૦ કાર્યક્રમો આપવામાં આવશે. લેડીઝ કલબના પ્રોગ્રામનો સમય બપોરે ૩થી ૬, સિનિયર સિટીઝન કલબનો સમય સાંજે ૬:૩૦થી ૯:૩૦, કપલ કલબના કાર્યક્રમનો સમય રાત્રે ૧૦થી ૧, ચિલ્ડ્રન કલબના કાર્યક્રમો મોટાભાગે રજાના દિવસો, વેકેશન અને રવિવારે રાખવામાં આવશે.

વાર્ષિક મેમ્બરશિપ મેળવવા માગતાં દરેક સભ્યએ નવેસરથી ફોર્મ ભરવાના રહેશે અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા ફોર્મ સાથે આપવાના રહેશે. જૂના આઈકાર્ડ આગામી પ્રોગ્રામથી રદ થઈ જશે. સરગમના જૂના મેમ્બરે પણ નવું ફોર્મ ભરી સભ્યપદ મેળવી લેવાનું રહેશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે સરગમ કલબ દ્રારા શહેર માટે વિવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ પણ વર્ષેાથી કરવામાં આવે છે જેમાં બેડમિન્ટન, જુડો, લેડીઝ જીમ, કરાટે, કેરમ, ચેસ, જેન્ટસ જીમ, જીમ્નાસ્ટીક, ટેકવેન્ડો, ટેબલટેનિસની રમતો રમાય છે તે રેસકોર્સ ગ્રાઉન્ડના ઈનડોર સ્ટેડિયમનું સંચાલન, પ્લેનેટોરિયમ, વિકલાંગ સેવા કેન્દ્ર, દર મહિને જયપુર ફટ કેમ્પ, રામનાથપરા મુકિતધામ, સ્મશાન ગૃહ, શબ પેટી (એસી)ની વ્યવસ્થા, અધતન શબવાહિની અને એમ્બ્યુલન્સની સેવા, રાહતદરે ઓમ મેડિકલ સ્ટોર, સિનિયર સિટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટ, મહિલા લાયબ્રેરી, સિનિયર સિટીઝન લાયબ્રેરી, આરોગ્ય સેન્ટર, લેબોરેટરી, લેડીઝ હેલ્થ કલબ,

હેલ્થકેર, કોમ્પ્યુટરના વર્ગેા, સિવણ કલાસીસના વર્ગેા, સેલ્ફ મેક અપ ગ્રુમીંગના કલાસીસ, સ્વસ્તિક ગલ્ર્સ હાઈસ્કૂલ અનિલ જ્ઞાન મંદિર પ્રાયમરી વિભાગ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ, ડાન્સ કલાસ, કરાટે કલાસ, રાહત દરના દવાખાના, ફિઝીયોથેરાપી સેન્ટર, વેલનેશ થેરાપી સેન્ટર, દિવ્યાંગો માટે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, એકયુપ્રેસર સેન્ટર, વિવિધ રોગોના નિદાન કેન્દ્ર સેરાજેમ સેન્ટર, આંખની તપાસ માટેનું કેન્દ્ર સહિતની ૫૧ પ્રવૃત્તિઓ અત્યતં રાહતદરે લોકો ના લાભાર્થે કરવામાં આવે છે.

સરગમ ક્લબની પ્રવૃત્તિઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે લેડીઝ અને જેન્ટ્સ ક્લબના ઉત્સાહી કાર્યકર ભાઈ-બહેનોની ટીમ કાર્યરત છે. આ ક્લબની પ્રવૃત્તિને સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા તેમ જ ગુજરાતના મુખ્યમંત્રી

વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળતું રહે છે. આ પ્રવૃતિઓની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ ઉકાણી, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ),યોગેશભાઈ પૂજારા, કિરીટભાઈ આદ્રોજા, ખોડીદાસભાઈ પટેલ, શિવલાલભાઈ રામાણી, જયેશભાઈ વસા, એમ.જે.સોલંકી, જગદીશભાઈ ડોબરીયા, લલીતભાઈ રામજીયાણી, નાથાભાઈ કાલરીયા, જીતુભાઈ ચંદારાણા, મીતેનભાઈ મહેતા,

રાજભા ગોહિલ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, વિનોદભાઈ પંજાબી, મનસુખભાઈ ધંધુકિયા, રમેશભાઈ અકબરી, રાજેન્દ્રસિંહ જાડેજા,દીપકભાઈ શાહ, ઘનશ્યામભાઈ પરસાણા ઉપરાંત લેડીઝ ક્લબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતીબેન વસાણી, જયશ્રી બેન રાવલ, અલ્કાબેન કામદાર, ભાવનાબેન ધનેશા, ગીતાબેન હિરાણી, સુધાબેન ભાયા, છાયાબેન દવે વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.