Abtak Media Google News

ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા પછી સૌપ્રથમ રાજકોટની મુલાકાતે આવેલા સી.આર.પાટીલનું સરગમ ક્લબ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સાંસદ સી.આર.પાટિલના જુના સાથીદાર છે અને મિત્ર છે. ગુણવંતભાઈ ડેલાવાળાએ સરકિટ  હાઉસ ખાતે સી.આર.પાટીલને મળીને સરગમ ક્લબની પ્રવૃત્તિનો ચિતાર આપતી પુસ્તિકા ભેટ આપી હતી અને વિવિધ પ્રવૃત્તિ અંગે ચર્ચા કરી હતી. ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, સરગમ ક્લબની વિવિધ ક્ષેત્રની સેવાભાવી પ્રવૃત્તિ જાણીને સી.આર.પાટીલ પ્રભાવિત થયા હતા અને ક્લબના હોદેદારો અને સભ્યોને શુભેચ્છા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.