Abtak Media Google News

લૌકિક બંધ રાખી માત્ર મોબાઇલ પર બેસણાનું આયોજન: ૨૦૦થી વધુ લોકોએ ઓનલાઇન શ્રધ્ધાંજલી આપી: સ્વજનો દ્વારા માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટિન્સિંગનો પણ અમલ કરાયો

કોરોના વાઇરસ સામેના જંગમાં અત્યારે સૌથી અસરકારક અને આશાસ્પદ હથિયારજો કોઇ હોય તો તે સોશિયલ મિડીયા છે. કોરોના વાઇરસની મહામારી અત્યાર સુધી ગુજરાતમાં પણ ૩ વ્યકિતને ભરખી ગઇ છે. કોરોના વધુ પ્રસરે નહી માટે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરાયુ છે. સોશ્યિલ ડિસ્ટન્સિગ રાખવાની પણ સલાહ અપાઇ છે. આ પ્રકારની સ્થિતિમાં શહેરમાં બે પરિવાર દ્વારા લૌકિક કિયા બંધ રાખી માત્ર મોબાઇલ પર બેસણાનું આયોજન કરી સમાજના લોકો માટે દૃષ્ટાતરૂપ દાખલો બેસાડયો છે. બંન્ને પરિવારો દ્વારા સોશ્યિલ ડિસ્ટિનિસંગનો અમલ કરવા બેસણાના સ્થળે માત્ર છથી સાત લોકો જ હાજપ રહ્યા હતા. મુળ દાહીસરા અને હાલ નવલનગર શેરી ૦૩માં રહેતા આહીર પરિવારના મોભી ભુરાભાઇ રાણાભાઇ મૈયર (ઉ.વ.૯૪)નુ ગત તા.૨૪ના રોજ નિધન થતા પરિવાર શોકમાં ગરણ થઇ ગયો હતો. કોરોના વાઇરસનો કાહેર ચાલી રહ્યો હોય અને સગા સ્નેહી અને મિત્ર વર્તુળની તંદુરસ્તી જોખમાપ નહી તે હેતુથી જુજ પરિવારનો દ્વારા સ્મશાન પાત્રા કાઢવામાં આવી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી તમામ ડાઘુઓને માસ્ક પહેરાવામાં આવ્યા હતા. આ ઉ૫રાંત બેસણામાં સગા સ્નેહીઓ ભેગા ન થાય તે માટે માત્ર મોબાઇલ ફોન પર જ બેસણાનુ આયોજન કરી આહીર પરિવારે લોકીક ક્રિયા પણ બંધ રાખી હતી.

જયારે નાનામવા મેઇન રોડ પર સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતા રંજનબેન જયંતિભાઇ (ઉ.વ.૮૪)નુ ગઇકાલે અવસાન થયું હતું. અવસાન અને બેસણામાં સામાન્ય રીતે સગાસંબંધીઓના ઘાડોઘાડા આવતા હોય છે. પરતુ અવસાનના દિવસે જ ચોકકસ નિર્ણય લઇ ટુકા ગાળામાં વ સુતક બેસણુ સહિતની તમામ લૌકીક કીયા પૂર્ણ કરી ડિજિટલ બેસણુ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફેસબુકમાં લાઇવ અને વિડિયો કોન્ફરસથી યોજાયેલા બેસણામાં મોઢવણીક પરિવારના સ્વજનો જોડાયા હતા.

બંન્ને પરિવારોના ડિઝિટલ બેસણામાં ૨૦૦થી વધુ લોકોએ જોડાઇ શ્રધ્ધાંજલી પાઠવી હતી. જયારે બેસણાના સ્થળે માત્ર પાચથી છ વ્યકિત જ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના સામેની જંગ જીતવા માટે જાગૃતિલક્ષી અભિયાનના ભાગરૂપે પણ માસ્ક પહેરી પરિવારજનો દ્વારા સોશિયલ ડિસ્ટસગનો મેસેજ પણ આપ્યો હતો. બંન્ને પરિવારના મોભીના સ્મૃતીના ભાગરૂપે માસ્ક વિતરણ પણ કરાશે અને ભુખ્યાને ભોજપ પણ ખવડાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.