Abtak Media Google News

રાજકોટ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો. ત્યારે રાજકોટમાં આજે એકસાથે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.

Advertisement

મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય પોઝિટિવ કેસ રાજકોટના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાથી નોંધાયા છે. આ ત્રણ કેસમાથી બે કેસ તંત્ર દ્વારા જે એરિયાને સીલ કરવામાં આવ્યો હતો તેમાથી નોંધાયા છે. જ્યારે એક કેસ જંગલેશ્વર વિસ્તારનો પ્રથમ કેસ નોંધાયો હતો તે જગ્યા પરથી નોંધાયો છે.

આ ત્રણ કેસમાથી એક કેસ 11 દિવસની બાળકીનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક કેસ 47 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય ત્રીજો કેસ 37 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 11 દિવસીય બાળકીના માતપિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.