Abtak Media Google News

મેષ

001 1

ધાતુ સંબંધિત ઉદ્યોગ, તેમજ હેવી મશીનરી સંબંધિત ઉદ્યોગ  સમેત અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે.  ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું રહેશે. જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ સપ્તાહ. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ૨૭  એપ્રીલ, ૨ મેનાં દિવસો સાધારણ જણાશે.

વૃષભ

002 1

ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત તમામ નાના મોટાં એકમના જાતકો માટે આ સપ્તાહ  દરમ્યાન અનેક પ્રકારે આર્થિક લાભ તથા તકો મળવાંના સંયોગો. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ નીવડશે. રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૯ એપ્રીલ તથા ૧ મેનાં દિવસો સાધારણ નીવડશે.

મિથુન

003 1

સરકારી અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંનાં, તથા બદલી થવાંના કે સ્થળાંતર થવાના સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે. ૨૮, ૨૯, ૩૦ એપ્રીલનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

સરકારી શૈક્ષણિક સંસ્થા તથા અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેવાંનાં સંયોગો. સાથે બઢ્તી સાથે બદલીના પણ સંયોગો જણાય છે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ. મધ્યમ રહેશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારી રહેશે. ૨૮ એપ્રીલનો દિવસ સામાન્ય રહેશે.

સિંહ

005 1

આ સપ્તાહ દરમ્યાન થોડું ઘણું સાચવવું, કારણ, આ દિવસોમાં આરોગ્ય બગડવાંની સંભાવના જણાય છે. જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  ભાગદોડ તથા સંઘર્ષ વાળુ નીવડશે. અવૈધ સંબંધો તથા અવૈધ વહિવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું. નાનાં ને કુટિર કે ગૃહ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે અર્ધ મધ્યમ  સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ  સુખદાયી રહેશે. ૨૭ તથા ૨૯ એપ્રીલ સામાન્ય રહેશે.

કન્યા

006 1

આ રાશિનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે, સાથોસાથ, નિરાંતવાળું તેમજ સુખદાયી જણાશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભવાળું રહેશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ, તક મળશે. અર્ધ સરકારી ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે સાથે બઢતી બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી  આર્થિક સાથ સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.

તુલા

007 1

ફેશન, ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ્સ, કોસ્મેટીક ના ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ  નીવડશે.  કોઈ પણ  જાહેર ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક તથા પબ્લીક ફિગર માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. ૩૦ એપ્રીલ સાધારણ જણાશે.

વૃશ્ચિક  

008 1

નવાં કામકાજના આરંભ માટે  આ  સપ્તાહ પણ ખુબ જ લાભકારક નીવડશે. સાથે નવા ટૂંકા ગાળાનાં રોકાણ માટે, આ સપ્તાહ ફાયદાકારક રહેશે. અગ્નિ અને ધાતું સંબંધિત હેવી મશીનરી ઉદ્યોગ, તથા પરિશ્રમ ધરાવતાં વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ ફાયદાકારક તથા વ્યસ્ત  રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. નજીકનાં સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. ૩૦ એપ્રીલ સરેરાશ રહેશે.

ધન

009 1

હેવી મશીનરી, તથા મોટા ઉદ્યોગ તથા અન્ય ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હ્ળવું ફાયદાકારક નીવડશે. તદુપરાંત  રીયાલ્ટી, શેર બજાર કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ નીવડશે. ઓટોમોબાઈલના સ્પેરપાર્ટ્સ કે ધાતુ સંબંધિત વ્યાપારી જાતકો તથા ફેરી કરતાં, ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે અર્ધ-સાધારણ સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. ૧ મે  સાધારણ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા  બાઓ-ઓર્ગેંનિક પ્રોડકટ્સના કોઈ પણ એકમના તમામ જાતકો માટે ભાગદોડ વધી જવાંનાં સંયોગો.  સાહિત્યકાર, પત્રકાર ત્થા લેખકો માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમો તથા સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ખાનગી તથા સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- પ્રતિકુળ જણાશે. અવૈધ વહીવટથી ખાસ સંભાળવું. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૮, ૩૦ એપ્રીલ તથા ૨ મે મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

ફેશન, ફેબ્રીક,  રેડીમેડ ગાર્મેંટ્સ તથા કોસ્મેટીકસ, ડેકોરેશન્સ અને લાઈટીંગ્સનાં  ઓદ્યોગિક તથા વાણિજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. હેવી મશીનરીઝ ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ  ફાયદાકારક નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા સામાન્ય નીવડશે. કુટુંબ તથા મિત્રો-સહેલીઓ તરફથી  સાથ સહકારના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧ મે તથા ૨ મે સામાન્ય રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

012 1

સિઝનલ  બિઝનેશ સાથે કોમોડીટી, શેર બજાર, રીયાલ્ટી બિઝનેશ તથા શીપીંગ કંપનીના જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકુળ નીવડશે, શક્ય કાળજી રાખવી. ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય પરંતુ સાનુકુળ જણાશે. અધુરા કામકાજ પૂરા થતાં જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. મધ્યમ તથા નાના વર્ગના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૩૦ એપ્રીલ તથા ૧ મે સરેરાશ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.