Abtak Media Google News

સાંજે શ્રૃંગાર દર્શન અને દિપમાળા યોજાઇ

સોમનાથ મંદિરના ૭૦’માં સ્થાપના દિવસ નીમીતે સોશ્યલ ડિસ્ટન્સ પસાથે વિશેષ મહાપૂજા, ઘ્વજાપૂજા કરવામાં આવેલ હતી. સોમનાથ મહાદેવ જયોતિલિંગ જે સ્થાને પર હતું તે સ્થાન પુન:સ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટું ઋણ કર્યુ છે.વૈશાખ શુકલ પાંચમના દિને પ્રથમ રાષ્ટ્રપતિડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનું ઉદધાટન કરવામાં આવેલ. સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવામાં આવેલ ર૧ તોપની સલામી સાથે ભકતોએ જય સોમનાથ ના નાદ સાથે સોમનાથ મંદિર પર ઘ્વજારોહણ કરવામાં આવેલ. આ પ્રસંગે સરદાર સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભુમિકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકા ગાડગીલ, મોરારજીભાઇ  દેસાઇ, કનૈયાલાલ મુન્શી સામેલ હતા. આજે જો સરદાર ને યાદ કરીએ તો કનૈયાલાલ મુન્શીના શબ્દો યાદ આવે કે ‘જો સરદાર ન હોત, તો આપણી આંખો સોમનાથનું પુન: નિર્માણ નિહાળવા સદભાગી થઇ ન હોત’કોરોના મહામારીના સંજોગોમાં ૭૦માં સ્થાપના દિવસ નિમિતે મહાપુજા દરમ્યાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી. વિશ્ર્વને કોરોના મુકત થાય. ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ઘ્વજાપૂજન કરેલ હતું. વિશ્ર્વ કલ્યાણની સોમનાથજીને પ્રાર્થના કરેલ હતી. સોમનાથ મહાદેવના શૃંગારદર્શન અને દિપમાલા કરવામાં આવી હતી.

Advertisement

020000000000

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.