Abtak Media Google News

લોકડાઉનમાં રાજકોટની સેવાકીય સંસ્થાઓએ સેવા પરમો ધર્મને કર્યુ સાર્થક : દાતાઓના સહયોગથી રાહત રસોડા ધમધમ્યા : માનવ સેવાની સાથે પશુ સેવામાં પણ સેવકો

  • અગ્રેસર : દરરોજ રાશન, નાસ્તા, શાકભાજી સહિતની રોજિંદા જીવનની ચીજોનું વિતરણ : છેવાડાના માનવીને પણ પીરસાય છે ગરમા ગરમ ભોજન

કોરોના વૈશ્ર્વિક મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા પ્રવર્તમાન સમયમાં રોજિંદા જીવનની ચીજવસ્તુઓ સિવાય તમામ વ્યવહારો પર પ્રતિબંધ મૂકાયો છે રોજે રોજનું કમાઇને ખાનારા, નિરાધાર, શ્રમિકો સહિતના લોકોની હાલત દયનીય બની છે કપરા કાળમાં રાજકોટની સામાજિક સેવાકીય સંસ્થાઓ તેમજ ઉદાર દાતાઓ આગળ આવ્યા છે શહેરના વિવિધ ટ્રસ્ટી મંડળ, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ જરૂ રીયાત મંદોની વ્હારે આવી છે.

  • સેવા પરમો ધર્મને સાર્થક કરતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા પ હજાર પરિવારને રાશન કિટનું વિતરણ

V 1 1

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તરફથી જરૂ રીયાત મંદ લોકો શ્રમિકોને પ હજાર અનાજ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનના સમયમાં કાયમી રોજગારી મેળવીને પરિવારનું ગુજરાત ચલાવતા લોકો માટે કપરો સમય છે આવા સમયે મંજુર વર્ગના લોકોને મદદરૂ પ થવાના આશયથી તેવો ને ભુખ્યા ન રહે તેવા જરૂ રીયાત મંદ લોકોને અનાજ કિટનું ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તરફથી તેમના સ્વયમ સેવકોએ બનાવે છે જેમાં ઘંઉનો લોટ, તેલ, ચોખા મગદાળ ખાંડ બેટેડા ડુંગળી જેવી અનાજ કિટો બનાવેલ છે રાશન કીટ વિતરણ રાજકોટ તાલુકાના સરધાર, ત્રંબા, ભુપગઢ, ખારચીયા, રાજસંમઢીયાળા જેવા વિવિધ ગામોમાં જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા  રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા તાલુકા સભ્ય ચેતન પાણ સરપંચ નિલેશ  વિરાણી પીન્ટુભાઇ ઠાકેચા સવાભાઇ મૂધવા નીતીનભાઇ રૈયાણી, અશોકભાઇ વધેરા સહિત વિવિધ ગામોના સરપંચો આ સેવાકાર્યોમાં જોડાયા હતા.

  • કણસાગરા કોલેજ અને શિવવંદના ટ્રસ્ટ દ્વારા દોઢ લાખની અનાજ કિટનું વિતરણ

V2

કોરોના મહામારીથી સમગ્ર વિશ્ર્વ અને ભારત પીડીત છે. ત્યારે લોકડાઉનને કારણે નિમ્નવર્ગના પરિવારોને કામદાર અને મજુરી કરનાર વર્ગના લોકોને અનાજ ન લઇ શકતાં ભૂખ્યા રહેવાની સ્થિતિ પેદા થતાં ખૂબ મુંઝાય છે પણ લોકલાજને કારણે કોઇની પાસે કશું માંગી શકતા નથી આવા જરૂ રીયાત વાળા લોકો નો સર્વે કરી રૂ . દોઢ લાખ ની કિંમતની અનાજ કીટનું વિતરણ કરેલ હતું.

એનએસએસ પ્રોગ્રામ ઓફીસર અને શિવવંદના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. યશવંત ગોસ્વામી દ્વારા આ મહામારીમાં રૂ . પ લાખનું ડોનેશન વિવિધ સેવા કાર્યો દ્વારા અને સેવાભાવી સંસ્થાઓને આપેલ છે. શિવવંદના ટ્રસ્ટ અને એનએસએસ કણસાગરા કોલેજ દ્વારા દર વર્ષે ઉનાળામાં કપડા, ચપ્પલ વિતરણ શિયાળામાં ધાબળાનું વિતરણ અને સ્લમ વિસ્તારમાં ભોજન અનાજકીટ અપાય છે.

રૂ . ૧૨૫૦ ની ૧૨૫ કીટનું વિતરણ ડો. યશવંત ગોસ્વામી અને શૈલેષભાઇ પાંભરના આર્થિક સહયોગથી અનાજ કીટનું વિતરણ સીવીલ હોસ્પિટ, થોરાળા ખોડીયારનગર, કોઠારીયા હુડકો કવાર્ટર અને માધાપર ચોકડી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

  • ઘરે ઘરેથી રામરોટી લઇ જરૂરિયાતમંદ સુધી પહોંચાડતુ ગોસ્વામી દંપતિ વોર્ડ નં.૧૭નાં ભાજપ અગ્રણીઓ સેવાયજ્ઞમાં જોડાયા

V 3 1

કોરોનાની લડાઇમાં વોર્ડનં.૧૭ના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી તેમજ ગૌતમભાઇ ગૌસ્વામી દ્વારા અનોખાો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.

રામરોટી સ્વરૂપે ભોજન એકત્ર કરી અને ૬૦૦ી ૭૦૦ જરૂરિયાતમંદ વ્યક્તિઓ સધી ભોજન પહોચાડવામાં આવે છે. આ સેવાયજ્ઞને બિરદાવવા માટે વોર્ડના પ્રભારી જીગ્નેશભાઈ જોશી, વોર્ડ પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, પૂર્વ કોર્પોરેટર બટુકભાઈ દુધાત્રા, રવજીભાઈ મકવાણા, ડો.રીંકલ મેઘાણી, હરિભાઈ મસાણી, વસંતભાઈ સિરોયા, જેન્તીભાઈ સખીયા, મુનાભાઈ ગઢવી, દામજીભાઈ ચોટલીયા, સુરેશભાઈ લીંબાસીયા સહિતના વોર્ડના આગેવાનો સોશ્યલ ડીસટન્સ જાળવી કોરોનાના નિયમોનું પાલન કરી કરાયુ હતું.

આ સેવાયજ્ઞમાં ચિંતનભાઈ ભાલાળા, વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, નીલેશભાઈ ઠાકોર, જગદીશભાઈ વાઘેલા, જયેશભાઈ સુખાનંદી, રવિભાઈ આટકોટીયા, જનકભાઈ કાકડિયા, વિનુભાઈ આટકોટીયા, ઇન્દ્રસિંહ જાડેજા, યશ રૈયાણી, હિતેશભાઈ આટકોટીયા, હિતેન્દ્રભાઈ વડેરા, બાબુભાઈ ખાંડેકા, અમિતભાઈ કમાણી, જયેશભાઈ સરવૈયા, મહાવીરભાઈ ઠક્કર, કાળુભાઈ ચંદાવત, જયપાલ ચાવડા, વિનોદભાઈ સોલંકી, રોહિત ચોટલીયા, ગીતાબેન પરમાર, ઇલાબેન સરવૈયા, ચંદાબેન ચૌહાણ સહિતની ટીમ સેવાયજ્ઞમાં જોડાયેલ છે.

  • વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર દ્વારા કિટ અને માસ્કનું વિતરણ

V4

કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ભારતમાં કોરોનાને નાથવા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં ગરીબ અને જરૂ રીયાતમંદ લોકોને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણી દ્વારા પોતાના વિસ્તારમાં જરૂ રીયાતમંદ લોકોને અનાજની કીટ આપવામાં આવી રહી છે.

  •  સાથોસાથ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૧૩ કોર્પોરેટર નીતીનભાઇ રામાણીએ જણાવ્યું હતું કે હાલ ભારતમાં કોરોનાના કહેરને ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે એવા ધણા લોકો જે રોજ કમાઇ રોજ ખાતા હોય ત્યારે મારા વોર્ડ નં.૧૩માં લોકડાઉન શરૂ  થયું ત્યારથી અનાજની કીટ આપવાનું શરૂ  કર્યુ છે.

અમારા સર્વશકિત ગ્રુપ તથા ભાજપ કાર્યકર્તા દ્વારા અત્યાર સુધીમાં પાંચસોથી વધુ અનાજની કોટ જેમાં ઘઉં, ચોખા, ખાંડ, સહિતની જીવનજરૂ રી વસ્તુઓ આપવામાં આવી છે. સાથો સાથ માસ્ક પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

  • વોર્ડ નં. ૬ માં માનવતાના સાદને ઝિલતા દાતાઓ

V 6

લોકડાઉન દરમિયાન વોર્ડ નં.૬ માં વિકટ પરિસ્થિતિમાં માનવતાના સાદને ઝીલી રોજ ૩૦૦૦ માણસોનું રસોડું કરવામાં આવે છે. વિસ્તાર ભીમરાવનગર તથા યુવરાજનગર તથા દેવકી નંદન તથા આંબાવાડી મફતીયાપરામાં શ્રીહરિ ફાઉન્ડેશન તથા દિન દયાલ ઇન્ડસ્ટ્રીઝના દાતાઓનો સહયોગ મળ્યો છે.સેવાકાર્યમાં ટીલારા વિલેશભાઇ, સાવલીયા હિરેનભાઇ, સાવલીયા નિલેશભાઇ, ભૂત પરેશભાઇ, સાવરલીયા દિપકભાઇ, સોરઠીયા પરેશભાઇ, ખોયાણી દિપક, કોરાટ વિશાલ, ગજેરા પ્રવિણભાઇ, રાવલ હસમુખભાઇ, સાવલીયા વિરાચી, ટીલારા રોહિત, સાકરીયા હાર્દિક, મનસુખભાઇ જાદવ વાસુરભાઇ આહીર સહીતના સેવકોએ સહકાર આપ્યો હતો.

  • ભુખ્યાને ભોજન પીરસતી સાર્વજનિક સેવા સમિતિ અવિરત ૩૮ દિવસથી ચાલતા સેવાયજ્ઞમાં ટિફિન, ફૂડ પાર્સલ સહિતની સેવાઓ કાર્યરત

V 7

સાર્વજનિક સેવા સમિતિ દ્વારા પણ છેલ્લા ૩૮ દિવસથી અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે જેમાં બપોરે અને સાંજે મળી કુલ ૧૫૦૦થી વધુ ટીફીન કાર્યકરો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જરૂ રીયાતમંદોના ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવી રહ્યા છે. આ અંગે વધુ વિગતો આપતા સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજાના જણાવ્યા અનુસાર કોરોના મહામારીના પ્રારંભિક તબકકામાં કોરોના સામે રક્ષણ આપતી હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવેલ જેમાં ૩૮૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકડાઉનનો નિર્ણય જાહેર કરતા ગરીબ અને જરૂ રીયાતમંદ લોકો માટે રાહત રસોડુ શરૂ  કરવાનો સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ સેવાયજ્ઞમાં ખાસ કરીને અન્નપૂર્ણા ગ્રુપનાં અમીનેશભાઈ રૂ પાણી, ડેનીશભાઈ આડેસરા અને જતીનભાઈ મણીયારનું માર્ગદર્શન મળ્યું હતું. તેમજ ગુરુદ્વારા અન્નક્ષેત્રનાં હરીસિંઘ સુચારીયા અને સમશેરસિંઘ સુચારીયાનો પણ ઘણો જ સાથ સહકાર મળ્યો હતો. આ સેવાયજ્ઞમાં રોટીસેવામાં જમનભાઈ પટેલ, હિતેષભાઈ પટેલ, દિપકભાઈ ગોસાઈ, ગૌરવભાઈ શાહ, બી.ટી.રાઠોડ, ડો.રાજેશ ત્રિવેદી, એડવોકેટ જતીનભાઈ ભટ્ટ, જયેશભાઈ રાઠોડ, મીરલભાઈ, જીતેન્દ્રભાઈ રાવલ, દિલીપભાઈ દેસાઈ, કિર્તીભાઈ પારેખ, કાંતીભાઈ ભાલોડિયા, જયેશભાઈ ગાંધી, પવન ચાવડા, ધનરાજ ઝાલાવડીયા, મીલનભાઈ સંતોકી, કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ વેકરીયા, જનક પોપટ, મહેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ સેવા આપી હતી. તેમજ શાકભાજીના દાતાઓમાં ગીરીશભાઈ હરસોડા, લવજીભાઈ સખીયા, લક્ષ્મી ટ્રેડીંગવાળા સુરેશભાઈ લુણાગરીયા અને પપ્પુભાઈ લુણાગરીયાએ સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.