Abtak Media Google News

નાનામાં નાના લોકો તેમની નાનામાં નાની જગ્યાનો એકાદ ખૂણો તો ભગવાનને બેસાડવા માટે અને દીવો કરીને બે હાથે વંદન કરવા માટે અચૂક રાખે છે!

જો આપણો સમાજ ગ્રામ્ય સુધારણા અને સાંસ્કૃતિક સભાનતાને અવગણશે તો તે અમંગળ એંધાણ લેખાશે: કોન્વેન્ટ કલ્ચર અને કોરોના વાયરસ પ્રતિ ઉપેક્ષા ઘર કરી જવા સામે લાલબત્તી!

આપણા દેશનાં સર્વ પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ તેમના વિશ્ર્વ વિખ્યાત ગ્રંથ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડીઆ’માં ભારતની આજ અને કાલ વિષે દાયકાઓ પહેલા એવું દર્શાવ્યું હતુ કે, ‘આજના ભારતને સમજવાનો અને તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરવો તે કોઈ હિંમતવાળા માણસનું કામ છે, અને આવતીકાલના ભારત વિષે કાંઈ પણ કહેવું તે નરી ધૃષ્ટતા જેવું જ ગણાય, સાચુ કહી એ તો કોઈ પણ દેશમાં કે દુનિયાનાં ભાવિ વિષે આગાહી કરવાનું કામ આજે જેટલું કઠણ છે. તેટલું દુનિયામાં ઈતિહાસમાં પૂર્વે કદી પણ ન હતુ. પ્રસંગો માન્યામાં ન આવે એટલી ઝડપે બનતા જાય છે. અને ફેરફાર પર ફેરફાર થયા જ કરે છે. રાજકારણનું બાહ્યસ્વરૂપ અંતરગૂહ વહેતા અસંખ્ય પ્રયાસોને આવરી લે છે કયારેક એ ફાટી નીકળે છે, ને જબરજસ્ત ઉથલપાથલ કરી નાખે છે.

આજનું ભારત આશા અને યાતનાનું, નોંધપાત્ર આગેકૂચનું, અને સાથોસાથ નિશ્ર્ચલતાનું, કોઈ નવા જ ખમીરનું ભૂતકાળના અને વિશેષાધિકારોના નિષ્પ્રાણ બોજાનું, વધતા જતા ઐકયનું, અને છિન્નભિન્નતા તરફ લઈ જનાર અનેક વૃત્તિઓનું અત્યંત મિશ્ર ચિત્ર રજૂ કરે છે એનાં પેટાળમાં લોકોનાં મનમાં અને ક્રિયામાં માન ચૈતન્ય અને સ્ફૂર્તિ ચાલી રહ્યા છે. કદાચ આપણે જે આ અહોરાત્ર બદલાતા જતા દ્રશ્યની વચમાં ઉભા છીએ તે જે કાંઈ થઈ રહ્યું છે. તેનું પૂરેપૂરૂ. રહસ્ય ન પણ સમજીએ. ઘણી વાર બહારનાં માણસો આ પરિસ્થિતિનો વધારે સારો કયાસ કાઢી શકે છે.

આવતી કાલનું ભારત, એને આપણે આજના પરિશ્રમથી જેવું બનાવીએ તેનું હશે મને મુદ્લ શંકા નથી કે ભારત ઔદ્યોગિક રીતે, તેમજ બીજી રીતે પ્રગતિ કરશે. એ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં આગળ વધશે. આપણા લોકોનું જીવન ધોરણ ઉંચે આવશે, શિક્ષણનો પ્રચાર થતો જશે. આરોગ્ય માટેની પરિસ્થિતિ વધારે સારી થશે અને કલા તેમજ સંસ્કૃતિ લોકોને સમૃધ્ધ બનાવશે.

દ્દઢ નિશ્ર્ચિય અને શુભ નિષ્ઠ હૃદય સાથે આપણે આ યાત્રાએ નીકળ્યા છીએ અને મંઝીલે ગમે તેટલી દૂર હોય તો પણ આપણે આપણી યાત્રા પૂરી કર્યા વિના રહેશે. નહિ

આપણી લોકમાતાઓ સમી મહાનદીઓ આપણા દેશની મૂલ્યવાન સંપત્તિ છે.

આબુના પહાડ ઉપરથી ઉનાળાના દિવસોમાં સર્સ્વતી અને બનાવ એ બે નદીઓનાં દર્શન કર્યા એ બિચારી નદીઓ સમુદ્ર સુધી પહોચવા પામી નથી: વચમાં કચ્છના રણમા જ તે ઝૂરી ઝુરીને અલોપ થઈ જાય છે. અંબા-અંબિકાની પેઠે કૌમાર્ય, સૌભાગ્ય અને વૈધવ્ય એકે સ્થિતિ એમને માટે રહી નથી. ગુજરાતનાં અને રાજપૂતાના ઈતિહાસમાં એ નદીઓનું ગમે તેટલું મહત્વ હોય તોયે રાજા કર્ણના બે આંસુ ઉપરાંત આપણે એમને શુ આપી શકીએ !

ગંગાને જેમ એના પાણીનો ઉપયોગ કરનાર ભગીરથ મળ્યો, તેમ સિંધુને પણ મળ્યો હોત, તો રાજસ્થાન અને સિંઘનો ઈતિહાસ બીજી જ રીતે લખાયો હોત.

આપણી ત્યાં એવો ભ્રમ પ્રચલીત છે કે માણસ દાન કરતો હોય, માળા ફેરવતો હોય, કોઈની વાતમાં પડે નહી એટલે તેસારો માણસ, ભલો માણસ, પરંતુ આ વ્યાખ્યા અધુરી છે. આવી વ્યાખ્યા પ્રચલીત થવાનું કારણ એ હશે કે સદીઓથી અન્યધર્મી પ્રજાના વહીવટ નીચે રહેવાથી ગુણની ઓળખ વ્યકિતલક્ષી બની, વળીસદીઓથી આપણે રાજાશાહી અમલ નીચે જ જીવ્યા છીએ એટલે રાષ્ટ્રનો અર્વાચીન સંદર્ભ આપણને પચ્યો નથી.

આ બધું એવો જ ખ્યાલ આપે છેકે, આપણા દેશમાં મંદિર સંસ્કૃતિનું અને ઈશ્ર્વરના અસ્તિત્વના સ્વીકારનું પોત લેશ માત્ર પાતળું પડયું નથી.

નિશાળોમાં પરમેશ્ર્વરની સમૂહ પ્રાર્થના થતી નહોય એવી કોઈ નિશાળ નહિ હોય ગૂરૂને નમન કરવાની પ્રથા બધે જ હોવાની મંદિરોમાં પ્રથા અનુસાર આરતી ન થાય, એ પણ અશકય…

ઘરના કોઈને કોઈ ખૂણે ભગવાનની પ્રસ્થાપના સાથે પૂજા-પ્રાર્થના થતા ન હોય એવું પણ અશકય !

ઈશ્ર્વરની ઈચ્છા સિવાય વૃક્ષનું એક પાંદડું પણ ન હલે એવી દ્દઢ માન્યતાનો એકરાર છેક મંદિરનાં પ્રાંગણથી કળશ તથા લહેરાતી ધજા સુધી ભગવાનની હકૂમતચોમેર !

એમાં કોરોના કયાંય આડે ઉભે તો અમંગળ એંધાણ, ને અપશુકન ! કોરોના આખરે તો ક્ષણભંગુર, ને પરમેશ્ર્વર ચીરંજીવ, એમની ધજા દિવ્યતાનો ક્ષય કદાપિ નહિ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.