Abtak Media Google News

શનિવાર પછી આતુરતાથી જોવાય જેની રાહ,

લાગે દરેકને હાઈશ હવે કાલે રજા,

કોઈ માટે આરામનો દિવસ,

કોઈ માટે ઊઠી રોજ કરતાં કઈક વિભિન્ન કરવાનો દિવસ,

કોઈ માટે નવી યાદીઓ બનાવાનો દિવસ,

કોઈ માટે પોતાને પોતાના જીવનને માળવાનો દિવસ,

કોઈ માટે સોમવારના કામની ચિંતાનો દિવસ,

કોઈ માટે અઠવાડિયાના દિવસનું કામ પૂર્ણ કરવાનો દિવસ,

કોઈ માટે બસ નિરાતે મજા અને વાતો માટેનો દિવસ,

કોઈ માટે સમયને ભૂલી સમય બનાવાનો દિવસ,

દરેક માટે આ રવિવાર કઈક હોય અલગ દિવસ,

જીવનને શીખવા અને થોડી ક્ષણો માણી,

જીવનને ખાસ બનાવા માટેનો આ એક દિવસ,

એવો આ એકદમ અનોખો  દિવસ તે રવિવાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.