Abtak Media Google News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ ઓફર ઘણાને ઔદ્યોગીક ક્ષેત્રની સેવા તરીકે દેખાઈ રહી છે પરંતુ ટૂંકાગાળાની ખોટ લાંબાગાળાના નફારૂપે ઉપજશે તેવી ખાતરી: કેબલ ટીવીક્ષેત્રમાં પણ ઝંપલાવી ફાયદો કરવાની ગણતરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મફતમાં ૪-જી ફિચર ફોન આપવાની જાહેરાત કરી દેશને ડિજિટલ ક્રાંતિ તરફ લઈ જવા વધુ એક ડગલુ ભર્યું છે. ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાતથી અન્ય ટેલીકોમ કંપનીઓ હચમચી ગઈ છે. હવે માત્ર રૂ૧૫૩માં અનલીમીટેડ ડેટા અને વોઈસ જીયો ફોનમાં અપાશે. રોજના ૫૦૦ એમબીના વપરાશ બાદ સ્પીડ ઘટી જશે. એસએમએસ અને કોલ કોઈપણ નેટવર્ક ઉપર વિનામુલ્યે થઈ શકશે. આ ઉપરાંત જીયો એપ્લીકેશન પણ મફતમાં વાપરી શકાશે. જીયો ફોન મેળવવા ગ્રાહકોએ ‚પિયા ૧૫૦૦ની સિકયુરીટી ડિપોઝીટ જમા કરવાની રહેશે જે ત્રણ વર્ષ બાદ પરત મળવાપાત્ર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ ઓફર ઘણાને ઔદ્યોગીક ક્ષેત્રની સેવા તરીકે દેખાઈ રહી છે. પરંતુ ટૂંકાગાળાની ખોટ લાંબાગાળાના નફા‚પે ઉપજશે તેવી ખાતરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને છે. ટૂંકમાં કહીએ તો સેવા કરી મેવા કમાવાનો કિમીયો જીયોને માફક આવી ગયો છે. અગાઉ નજીવા દરે ૪-જી સેવા આપી ગ્રાહકોને લુભાવવામાં જીયો સફળ રહ્યું હતું. હવે આ હથોટી જીયો મફતમાં ફિચર ફોન આપી ગ્રાહકોની સંખ્યા વધારવા અજમાવશે. માત્ર રૂ.૩૦૯માં જીયો કેબલ ટીવીની સુવિધા આપશે. સ્માર્ટ ટીવીમાં જીયો ફોન કનેકટ કરવાથી લોકો રોજના ૩ થી ૪ કલાક ટીવી પ્રોગ્રામ જોઈ શકશે. આ રીતે જીયો હવે કેબલ ટીવી ક્ષેત્રને હંફાવા પણ શસ્ત્રો તૈયાર કરી રહ્યું છે. ધીમે ધીમે લોકોને ૪-જીના માધ્યમથી ટીવીમાં કાર્યક્રમો જોવાની સુવિધા આપી અન્ય ડિજિટલ કેબલ સર્વિસથી દૂર કરવાનો પ્રયાસ જીયોનો છે. ટૂંકાગાળા માટે ખોટનો ધંધો જીયોને લાંબાગાળે અધધધ… રૂપિયા કમાવી આપશે તેવા વાતમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.