Abtak Media Google News

શાળાઓ અને ટયુશન કલાસીસ સંચાલકોએ વેદાંતુ, ટોપર અને બાયઝુઝ જેવી એપ્લીકેશનનો અભ્યાસ કરવાની જરૂર છે:એડમિશન-ર૪ ની દરેકે મુલાકાત લેવા જેવી છે

ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર માર્ચથી હાલ અત્યાર સુધી શાળા કોલેજ બંધ રહી છે. વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળા સંચાલકો આ ચાર માસના ગાળામાં પ્રારંભનો થોડો સમય બાદ કરતાં સરકારશ્રીએ બધાને અડવા પાસ કરી દેવા છાત્રોને આગલા ધોરણનો અભ્યાસ કરવા માટે એક નવા ગતકડા રૂપે ‘ઓન લાઇન’એજયુકેશન ચાલુ કર્યુ, સામ સામે એક સાથે ઓનલાઇન થઇ કંઇક બોલવું, સાંભળવું તેને ઓનલાઇન એજયુકેશન કે ઇ એજયુકેશન કહેવાય જ નહીં. શાળા સંચાલકો કે શિક્ષણ વિભાગે સારી એપનો ઉપયોગ કરવો જરૂરી છે.

કલાસ રૂમનાં વાતાવરણ જેવું શિક્ષણ કયારે બીજી કોઇ રીતે આપી ન શકાય, બાળક ઘેર હોય ને તમે શાળાએથી એને ભણાવો એ શકય જ નથી. હા, એક વાત થઇ શકે તમે તેને એકટીવીટી બેઝ બનીંગના ભાગરૂપે સ્વઅઘ્યનનું કાર્ય આપી શકો, બાકી શાળા માહોલ જેવું કયારેય  થઇ શકશે નહીં, હાલના લોકડાઉનમાં બધા જ કંટાળ્યા છે ત્યારે બાળકોની દશા કફોળી થઇ છે. તેવામાં મનોવિજ્ઞાન પરત્વે જોઇએ તો પણ આ સમય સ્વ. શિક્ષણનો છે. શાળાએ બાળકોને ભણતો કરવાનો છે નહીં કે ભણાવવાનો

ઘર બેઠા શિક્ષણ આપવું અને મેળવવું હોય તો ઘરમાં પણ લોકડાઉન પાળવું પડે, કલાસ રૂમ જેટલું જ સાઇલન્ટ ડ્રોઇંગ રૂમ હોવો જોઇએ. હાઇસ્પીડ ઇન્ટરનેટ સાથે મોટી સ્ક્રીનવાળો મોબાઇલ જોઇએ અથવા ટેબલેટ કે પી.સી. લેપ ટોપ જોઇએ. અત્યારે નાછુટકે ફેસબુક, યુ ટયુબ, ગુગલ કલાસ રૂમ જેવા માઘ્યમનો ઉપયોગ થાય છે. વેબ પેઝ અને બ્લોગ બેસ્ટ રહે છે. યુ ટયુબ લાઇવ સ્ટ્રીમ અને ગુગલ હેન્ગ આઉટ મીટ અને સ્ટ્રીમ યાર્ડ દ્વારા લાઇવ સેશન લઇ શકાય છે. ઓનલાઇન વીડિયો કોન્ફરન્સીંગ ટુલ્સ જેવા કે સ્કાઇપ, ગુગલ મિટિંગ, એન.પી.ટી.ઇ.એલ. દ્વારા પણ ઓનલાઇન ટીચીંગ, લર્નીંગ કરાવી શકાય છે. આપણી પ્રથા મુજબ આ બધું ‘ટાઇમ-પાસ’ જેવું છે, પછી હતું તેમનું તો થવાનું જ છે. આપણે અહિં જ પાછળ રહી જાય છીએ.

એક વાત યાદ રાખજો વિદેશોમાં મોબાઇલ-આઇપેડ, કોમ્પ્યુટર, લેપટોપ પર ભણનારા બાળકો ‘ઇન્ટરનેટ એડિકશન ડિસઓર્ડર’ જેવું ગંભીર બીમારીનો શિકાર થઇ ગયા છે. આપણે અહિં જે હમણાં હમણાં ચાલુ થયું છે. તે બાબત વાલીઓએ વિચારવાની જરૂર છે. સરકારશ્રીએ સરકારી શાળામાં પણ શરૂ કર્યુ ત્યાહે મોટાભાગના વાલી પાસે જ ૪ જી ફોન જન હતા પછી તો શિક્ષકો ઘેર જઇને રૂબરૂ હોમવર્ક આપવા ગયા હતા.

સંતાનો ના હાથમાં મોબાઇલ પકડાવી દઇએ એટલે આપણે જંગ જીતી જતા નથી. એ ઓનલાઇન એજયુકેશન કઇ એપ-ટુલ્સ કે મોડેલ્સ ની પણ ડિટેઇલ્સ તપાસો, તમારી સામે તો શાળાઓ આવા ગતકડા લઇને આવવાનાં છે. શિક્ષણની સૌથી સારી ટેકનિક બાળકોને અનુભવજન્ય શિક્ષણ આપો. તેમને ભણતર સાથે ગણતર પણ કરાવો, જયાં સુધી ઓનલાઇન એજયુકેશનનો એજન્ડા ધંધો જ હશે ત્યાં સુધી ઓનલાઇન એજયુકેશન, ઇ એજયુકેશન કે વર્ચ્યુઅલ કલાસરૂમ નો ક્ધસેપ્ટ કયારેય સકસેસ જવાનો નથી. મે-જુન ફિ ઉઘરાણીની સીઝન છે. પણ આ જ સમયે શાળા બંધ નો હુકમ આવતા મુશ્કેલી ઉભરી થઇ અને હવે શાળા ખુલશે ત્યારે પ્રશ્ર્નો પણ ઉભા થશે કે કરશે.

જો કે એક વાત નકકી છે કે આજ સમય છે જયારે ભારતમાં ડિજીટલ એજયુકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી શકે છે. પણ તેમાં પ્રથમ શરત છે બાળકોનાં સર્વાગી વિકાસ માટે કોમન ગાઇડલાઇન નકકી કરવી, કોરોના વાયરસ કે લોકડાઉન કારણે ઓછામાં ઓછાઆવનારા ત્રણ ચાર માસ કે લગભગ એક વર્ષ સુધી પહેલાની જેમ જ સામાન્ય રીતે સ્કુલ કલાસ શરૂ થવાના જ નથી. એવા સમયે શૈક્ષણિક માળખુ ખોરવાઇ કે શિક્ષણ ના બગડે તે માટે આ ઓનલાઇનનો વિકલ્પ શોધી કઢાયો છે. આપણાં ગુજરાતમાં ઓનલાઇન એજયુકેશનનું એટમોસ્પીયર જ નથી. આપણે આજ સુધી શિક્ષણમાં દેખા દેખી આંધળુ અનુકરણ જેવાથી બધું કર્યુ પણ ઓનલાઇનમાં ભણવા સિવાય શું કરવાનું? જયારે શાળા ફકત ભણવા માટે નથી. તેમાં બાળકોમાં શિસ્ત, સંસ્કારો, વિચારોની અભિવ્યકિત વિગેરેથી કેળવણી થતી હોય છે. બાળકો શાળાએ ગયા વગર શિક્ષણ લે તો તેનામાં માનવીય મુલ્યો જેવા તત્વોનો છેદ ઉડી જશે આજ વેબિનાર સફળ થઇ રહ્યા છે. કારણ કે તે ‘કલાસ’માટે છે ‘માસ’માટે નહીં !! ઓનલાઇન એજયુકેશનમાં સરકારી શાળા સૌથી આગળ છે. યુ ટયુબમાં તેમના વિડિયો જોઇને ઘર બેઠા પોતાની શરતે ફૂરસદે ભણી  શિખી રહ્યા છે. ફ્રિ ઓનલાઇન એજયુકેશન સાથે સ્ટ્રેસ ફ્રિ એજયુકેશન આવી જ સરળ કામગીરી કેટલીય નાની શાળા અને ટયુશન કલાસ કરી રહ્યા છે.

ઓનલાઇન બર્નિગ પ્લેટ ફોર્મ કેવું હોવું જોઇએ તેનું બેસ્ટ ઉદાહરણ એડમિશન-ર૪ અને અન એકેડમી લનિંગ પ્લેટ ફોર્મ પર જોવા મળે છે. ઝુમના જંગલમાંથી બહાર આવીને મા-બાપે શિક્ષકોએ શાળા સંચાલકોએ ઓનલાઇન લનિંગ-ટીચીંગ પ્લેટફોર્મની મુલાકાત લેવી જરૂરી છે.

સરકારી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટમાં બાળક ખુબ જ ઝડપથી શીખે છે. તેમના સ્માર્ટ રૂમ, સોફટવેર પણ બાળકને રસ, રૂચી, વલણો સાથે ખુબ જ સરળતાથી શિખવે છે. અમેરીકન ઇન્ડિયા ફાન્ડેશન (એ.આઇ.એફ) ના ધો. પ થી ૮ ના વર્ગ ખંડોની મુલાકાત લેજો તો ખબર પડશે કે આને કહેવાય શ્રેષ્ઠ શિક્ષણ ટેકનીક જીલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ચાલતો વર્ચ્યુલ કલાસ રૂમમાં જીલ્લાની તમામ હાઇસ્કુલને એક સાથે લાઇવ જોડીને શ્રેષ્ઠ રીતે વર્ષોથી ભણાવી જ રહ્યા છે.

ટુંકમાં અત્યારે જે થઇ રહ્યું છે તેને ઓનલાઇન એજયુકેશન કહેવાય જ નહીં, તે ફકત ટાઇમ પાસ છે.

ઓનલાઇન એજયુકેશનનાં ચાર કૌશલ્યો

વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડિજીટલ લનિંગ ટીચિંગ ઝોનનાં ચાર કૌશલ્યો છે. જેમાં ક્રિટીકલ, થીંકીંગ, કોમ્યુનિકેશન, કોલોબ્રેશન અને ક્રિએટીવીટી વિકસીત થવા જરૂરી છે.

ઓનલાઇન શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ ….

  • અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કની મુશ્કેલીઓ નડે છે
  • એક જ ઘરમાં ત્રણ ચાર બાળકો હોય અને એક મોબાઈલ હોય તો કાર્ય કરવામાં મુશ્કેલી સર્જાઈ છે
  • બાળકોને ઓનલાઇન શિક્ષણ ની પૂરી જાણકારી ન હોવાથી વિષય વસ્તુને સારી રીતે અને યોગ્ય રીતે સમજી શકતા નથી
  • મનોવૈજ્ઞાનિક રીતે નાના ધોરણના બાળકોને એન્ડ્રોઇડ એપ્લીકેશન સમજવામાં મુશ્કેલી પડે છે
  • વર્ગખંડ કરતા સ્વતંત્રતા હોવાને કારણે બાળકોનું ધ્યાન વિચલિત થવાની પૂરી શક્યતાઓ રહેલી છે
  • ઓનલાઈન અપાતા શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિ કરણ ન હોય તો મુખ્ય હેતુ સંપૂર્ણ રીતે સમજપૂર્વક વિદ્યાર્થી મેળવી શકતો નથી
  • વિદ્યાર્થીના વાલી પાસે એન્ડ્રોઇડ મોબાઈલનું સંપૂર્ણ જ્ઞાન ન હોવાને કારણે કદાચ બીજી ભૂલો થવાની સંભાવના રહેલી છે
  • બાળકોના વાલી પાસે સમયનો પણ અભાવ હોવાથી યોગ્ય દિશાદર્શન વિદ્યાર્થીને આપી પણ ન શકાય
  • નેટવર્ક ની મુશ્કેલીને કારણે ઘણી વખતે યોગ્ય મુદ્દો રહી જવાથી સંપૂર્ણ હેતુ માર્યો જાય છે
  • કોન્ટેન્ટ સિલસિલો ઓનલાઇન શિક્ષણમાં ચલાવો કદાચ મુશ્કેલ પડે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.