Abtak Media Google News

ધો. ૩ થી ૧રનાં છાત્રોને ટચુકડી સ્ક્રીનમાં કેમ ભણાવી શકાય? વર્ગ ખંડ જેવું વાતાવરણ  ખડુ થઇ શકે ?બધા જ વાલીઓને એ આવડતું હોય જે બાળક દીઠ ઘરમાં મોબાઇલ હોઇ શકે? પ્રવર્તમાન સ્થિતિમાં બાળકોનાં શિક્ષણની ચિંતા અને ચિંતન કોણ કરશે?

કોરોના મહામારીને કારણે માર્ચ-ર૦ માં શાળાઓ બંધ કરાય ને બાદમાં માસ પ્રમોશન આપીને પાસ પણ કર્યા, હવે નવુ સત્ર ૮મી જુનથી શરૂ થયું  પ્રારંભે તો એક સપ્તાહ નવા નામાંકન માટે હતો. સરકારી શાળા સાથે અમુક ખાનગી શાળાએ બાળકોને ઓન લાઇન પ્રવેશ આપ્યો. આ બધી પ્રક્રિયા બધી શાળા કરી પણ હજી શાળા ખુલ્લી જ નથી. ખરેખર તો આજ સમયે શાળાનું સત્ર શરૂ થતું હોય છે. પણ કોરોના ઇફેકટસના પગલે શાળાઓ હજી તો બે માસ કે ત્રણ માસ પછી ખુલે તેવા કોઇ એંધાણ દેખાતા નથી. કોરોના સંક્રમણના ભયે શિક્ષણ વિભાગ કે સરકાર જોઇ જોઇને ડગલા ભરવા માંગે છે. વિદેશોમાં અમુક દેશોએ આ આખુ વર્ષ ૨૦૨૦માં શાળા બંધ કરી નાખી છે.

બાળકો છેલ્લા ચાર કે પાંચ માસથી શાળાએ ગયા નથી. વાલીઓ પણ કંટાળ્યા છે. ત્યારે ઓનલાઇન શિક્ષણ ખાસ કરીને ખાનગી શાળાઓએ શરુ કર્યુ છે. ધો. ૧/૨ ના નાના નાના ટબુકડા બાળ મિત્રોને પણ આ શાળાઓ ઓનલાઇન ભણાવે છે. ખરેખર તો ઓનલાઇન શિક્ષણ ફ્રોડલાઇન છે!! તેમાં કયારેય તમે વર્ગખંડ જેવું વાતાવરણ નિર્માણ ન કરી શકો, અને હા બધા જ વાલીઓને તે આવડે એવું પણ ના બની શકે તો એક ઘરમાં ત્રણ ચાર બાળકો ભણતા હોય તો એટલા મોબાઇલ કાઢવા કયાંથી નેટના ડેટા પણ વપરાય જાય તો વાલીઓ આખો દિવસ શું કરે? પુરૂષ કામ પર જાયને પાછળથી ‘મમ્મી’પોતાના બાળકોને ઓનલાઇન શિક્ષણમાં કાર્યરત રાખી શકશે? સવારે ૮ થી ૧ર કે બપોરે ર થી ૪ સતત ચાર કલાક નાનકડી સ્ક્રીન સામે બેસીને કેમ ભણવું તેવા પ્રશ્ર્ન નર્સરી, લોઅર કે.જી.  કે હાયર કે.જી. ના ટબુકડા મિત્રો કરે છે. ધો. ૧-ર ના નાકડા પાંચ-છ વર્ષના બાળકને ચાર કલાક ઓન લાઇન કેમ ભણાવી શકાય તે પ્રશ્ર્ન સૌને મુંજવે સાથે તેની ઓન લાઇન ટેસ્ટ પણ લે છે. નવું સત્ર શરૂ થયું ને બાળકો આવતાં નથી. ત્યાં જ ફિના ઉઘરાણા શાળા કરવા લાગી છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કંઇ કામ ધંધા હતા નહીં ત્યાં મસ મોટી રકમ મઘ્યમ વર્ગ કયાંથી કાઢે તે પણ એટલું જ નગ્ન સત્ય છે. સામે ખાનગી શાળા પણ સંચાલન ફી ઉપર જ નિર્ભર હોવાથી તે ઉઘરાણા કરે એટલે એ પણ સાચા છે !!

હાલના તબકકે દીક્ષા પોર્ટલ ઉપર ધો. ૩ થી ૧ર ના સિલેબસ તૈયાર હોય છે. ધો. ૧-ર બાળકોને પ્રવૃતિ સાથે જ્ઞાન મળે તેવી પી.ડી. એફ. જી પ્રીન્ટ આપી શકાય, સરકારી શાળામાં ધો. પ થી ૮ માટે વર્ચ્યુલ કલાસ શરુ કરાયા છે. ડી.ડી. ગીરનાર ફ્રી ટુ એર ચેનલ છે જેમાં સવારથી સાંજ અલગ અલગ ધોરણ માટે નિષ્ણાંતોના પાઠ ભણાવાય છે. તેના ઉ૫ર આાવતા તમામ ધોરણ પાછો વિગેરે દિક્ષાપોર્ટલ પર જોવા મળે છે અને તે જ વસ્તુ યુ ટયુબ ઉપર જોવા મળે છે જેથી વાલીઓ, છાત્રો ગમે ત્યારે તેની અનુકુળતા મુજબ નિહાળી શકે, ઓનલાઇન શિક્ષણમાં રસ, રૂચી સૌથી અગત્યની બાબત હોવાથી તેની કાળજી લેવાય તો બાળક ભણતો થાય, તે એકલો પણ સ્વ. અઘ્યયન કરે ખાનગી શાળાઓએ પણ આ સરકારી સિસ્ટમનો લાભ લેવો જોઇએ. શાળા બહુ લાંબો સમય બંધ રહે તો સિલેબસમાં ૩૩ ટકા કાપ પણ મુકી શકાય. ટુંકમાં આ મહામારીને કારણે જે મુશ્કેલી શિક્ષણમાં ઉભી થઇ છે. તેનો વ્યવહાર ઉકેલ સૌએ લાવવો પડશે.

સરકારી શાળાના ધો. ૧ થી ૮ ના બાળકોને પુસ્તકો ઘેર મળી ગયા છે. નવા પાઠય પુસ્તકોમાં આ વખતે ચછકોડ સિસ્ટમ આપી છે. જે તમો મોબાઇલમાં સ્કેન કરો એટલે તેને લગતી પ્રવૃતિ સંદર્ભ સાહિત્ય, વિડીયો, એકટીવીટી, મટીરીયલ્સ વિગેરે બધુ જ ખુલ્લી જાય છે. જેને કારણે બાળકને ભણવામાં વધુ રસ જાગે છે. આ સમગ્ર સિસ્ટમનું મોનીટરીંગ પણ સી.આર.સી. / યુ.આર.સી. કરતા હોવાથી મહદ અંશે શિક્ષણ પ્રક્રિયા શરૂ થઇ છે.

ખાનગી શાળામાં છાત્રો માટે સંચાલકોએ આ સિસ્ટમનો લાભ લેવા જેવો છે, આખરે તો બાળકનાં શિક્ષણની જ વાત છે ને પાંચ વર્ષનું બાળક હજુ માંડ શાળાએ આવતું થાય ત્યારે તેને રમત સાથે જ્ઞાન મળે તેવું વાતાવરણ હોવું જોઇએ. બાલ મનોવિજ્ઞાનની સમજ જોઇએ તો આવડા બાળકને ૪ કલાક મોબાઇલ સામે બેસાડીને તમો શું ઓનલાઇન શિક્ષણ આપો, આ તો અત્યારે કહેવાય આને ઓનલાઇન નહી ફ્રોડ લાઇન જ કહેવાય !! ખરેખર તો મોબાઇલ શિક્ષણમાં આવવો જ ન જોઇએ પણ આ તો કોરોના ઇફેકટલને કારણે ‘ઓનલાઇન’ને કારણે ચિત્રમાં આવ્યો પણ સૌ એનો વિવેક બુઘ્ધીથી ઉભોગ કરીને બાળકને ભણતો કરવાનો છે. આમ જોઇએ તો બાળકને તમે કયારેય ભણાવી ના શકો ને રસ લે તો થાય તેવી ટેકનીકથી તેને ભણતો કરો એજ સાચુ શિક્ષણ કહેવાય.

અત્યારે શાળા બંધ છે,: શિક્ષણ નહી !! શાળા સંચાલકો વાલીઓએ છાત્રોને વાંચન-ગણન- લેખનનો મહાવરો કરાવવો જરૂરી છે. એવું પણ બનશે કે બાળકે છેલ્લા અડધા વરસથી કશું જ લખ્યુના હોય !!હાલ ચાલી રહેલ ‘હોમ લર્નીગ’ અંતર્ગત પ્રવૃતિઓ નો પ્રચાર થવો જોઇએ, પાઠયપુસ્તકો આવી જાય કે તુરંત ધો. ૧ થી ૮ માટે ૠઈઊછઝ

દ્વારા તૈયાર કરેલ પ્રવૃતિ, વર્કશીટની પ્રીન્ટ કાઢીને બાળકને મળી જવી જોઇએ. દૂરદર્શન ડી.ડી. ગીરનાર દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ દરેક બાળકે જોવું ૧પ જુનથી આ પ્રસારણ શરૂ થયેલ છે. બાયસેગ દ્વારા ‘વંદે -ગુજરાત’ ચેનલ ઉપર પણ પ્રસારણ ચાલુ જ છે. ધો. પ થી ૮ માટે નિયમ સમય પત્રક મુજબ કાર્યક્રમો શ્રેષ્ઠ ચાલી રહ્યા છે. બાળકોના વાલીઓએ બાળકને આવા કાર્યક્રમો બતાવવા જરૂરી છે.વર્ચ્યુઅલ કલાસ રૂમમાં પણ ૩૦-૪૦ છાત્રોને જોડીને ઇનોવેટીવ, શિક્ષકો શ્રેષ્ઠ રસપ્રદ રીતે કાર્ય કરી રહ્યા છે. શાળાના આચાર્ય વાલીને ફોન કરીને અભ્યાસક્રમનું કેલેન્ડર જણાવે છે. સાથે દિક્ષા પોર્ટલ તેમજ યુ ટયુબ ઉપર પણ ધો. ૧ થી ૧ર નું સાહિત્ય- વિડીયો ઉપલબ્ધ છે. શિક્ષકો, વાલીઓએ પોતાના સંતાનના સર્ંવાગી વિકાસ માટે દરકાર કરવી જ પડશે સરકારીની જેમ ખાનગી શાળાઓએ પણ ‘સ્ટડી ફ્રોમ હોમ મટિરિયલ’ છાત્રોને પહોચાડવુ પડે આ સમગ્ર સીસ્ટમમાં છાત્રોને રસ પડે તેવો હોવો જોઇએ જો આમા ઘ્યાન રખાય તો બાળક ન ભણે

એક વાત નકકી છે કે છાત્રોને કોરાના મહામારીએ ઘણુ બધુ જીવન ઘડતર સાથે મહામુલુ શિક્ષણ આપ્યું જ છે. ઘણા નવા નવા શબ્દોો વગર ભણાવ્યે આસપાસના વાતાવરણમાંથી ત શીખી જ ગયો છે. આમ કયાં ‘ઓનલાઇન’ ની વાત આવી !!

પાંચ વર્ષના બાળકને ઓનલાઇન કેમ ભણાવી શકાય?

ધો. ૧/૨ ના ટબુકડા છાત્રને આજની શાળાઓ ઓનલાઇન ભણાવીને ટેસ્ટ પણ લે છે. શું આ શકાય છે? પાંચ વર્ષના બાળકની ક્ષમતા હોય શકે? ખરેખર તો આવું બાળક જ્ઞાન સાથે ગમ્મત-વાર્તા ચિત્ર કે અન્ય રસપ્રદ ટેકનિકથી શીખે બાળક પોતે આસપાસના પર્યાવરણમાંથી ઘણું શીખે છે. તેને ભણતરનો ભાર ન લાગે એવી રીતે કોણ તેને ભણાવશે? આવડુ બાળક ઓન લાઇન ટેસ્ટ આપવા સક્ષમ છે તે પણ એક જટીલ પ્રશ્ર્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.