૯૯થી વધુ પીઆર મેળવતી ૩૫ વિદ્યાર્થિનીઓ
શહેરની મધ્યમાં સ્થાપિત રાજકોટની આઝાદી પહેલાની સ્થપાયેલ શાળા કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલય શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં મોખરે છે અને આજ બાબત ફરી એકવાર ધો.૧૨ એચએસસી બોર્ડનું પરિણામ સાબિત કરે છે. બોર્ડનું પરિણામ ૭૯.૧૪% રાજકોટ શહેરનું ૬૪.૦૮% જયારે શાળાનું પરિણામ ૧૦૦% આવ્યું છે. કોમર્સની ૧૮૫ વિદ્યાર્થીનીઓમાંથી ૭ વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ તેમજ ૩૫ વિદ્યાર્થીનીઓએ ૯૯ થી વધુ પીઆર તો આર્ટસ વિભાગમાં ૭૧ વિદ્યાર્થીનીઓમાંથી ૨ વિદ્યાર્થીનીઓએ ૯૯થી વધુ પીઆર મેળવ્યા છે. ૨ વિદ્યાર્થીનીઓએ સ્ટેટમાં ૧૦૦માથી ૧૦૦ ગુણ તો ૧-૧ વિદ્યાર્થીનીએ બી.એ. અને એસ.પી.માં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. હોમ સાયન્સ પ્રવાહમાં એફ વિભાગમા ૧૦૦% પરિણામ અને એચ વિભાગમા માત્ર એક જ વિદ્યાર્થીની અનુતીર્ણ થઈ છે. એચ વિભાગનું ૯૭% પરિણામ આવ્યું છે. ઉજજવળ પરિણામ બદલ મંડળના પ્રમુખ, ટ્રસ્ટીઓ, આચાર્યા તથા શિક્ષીકાઓએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે.