Abtak Media Google News

નિરંતર સેવાના પર્યાય શ્રી નંદન કુરિયર કોરોનાના કપરા સમયમાં પણ હાલ સમગ્ર દેશમાં સર્વિસ આપી રહી છે

ગુજરાત સ્થિત દેશની જાણીતી કુરિયર સર્વિસ કંપની શ્રી નંદન કુરિયર લિમિટેડ કં૫નીએ તેની સફળતાના સાત વર્ષ પૂર્ણ કરી ૮માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. નિરંતર સેવાનો પર્યાય શ્રી નંદન કુરિયર કોરોનાના કપરા સમયમાં પણ હાલ સમગ્ર દેશમાં સર્વિસ આપી રહી છે અને આવા જ અભિગમ સાથે વિસ્તરેલી શ્રી નંદન કુરિયર તેની સ્થાપનાના ૭ વર્ષના ટૂંકા ગાળામાં ગ્રાહકોનો વિશ્ર્વાસ જીતી દેશની નંબર ૧ કંપની બની છે.

Advertisement

શ્રી નંદન કુરિયરે તેની સાત વર્ષની સફરમાં અનેક ઉતાર ચડાવ જોયા અને અનેક સિઘ્ધીઓ હાંસલ કરી છે. ૧પ, જુન ૨૦૧૩ ના રોજ માત્ર આઠ બ્રાંચ સાથે શ‚રુઆત થઇ હતી અને આજે દેશભરમાં ૭૫૦થી વધુ બ્રાંચ અને ૧૩૦૦ સેન્ટરના નેટવર્ક સાથે ૭ વર્ષના ટુંકાગાળામાં પ્રાઇવેટ લિમિટેડમાંથી લિમિટેડ કંપની બનવાની અને ગુજરાતની એક માત્ર લિમિટેડ કુરિયર કંપની હોવાની સિઘ્ધી મેળવી છે. વર્ષોવર્ષ પોતાના ટર્નઓવરમાં વિસ્તરણ કરતી શ્રી નંદન કુરીયરે સાત વર્ષ દરમિયાન પોતાના નામે અનેક એવોર્ડ પણ અર્જિત કર્યા છે. એમિનન્સ એવોર્ડ, સીએસઆર એકસલન્સ એવોર્ડ અને ગુજરાત બ્રાંડ લીડરશીપ એવોર્ડ સહિતનજા અનેક એવોર્ડ કંપનીએ મેળવ્યા છે. એટલું જ નહીં દેશની સૌથી મોટી પબ્લિક સેકટર અને સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગુજરાત ઝોનનું કુરિયર સર્વિસનું કામ પણ શ્રી નંદન કુરિયર કરી રહી છે. એસબીઆઇ ઉપરાંત આઇડીબીઆઇ સહિતની જાણિતી બુંકો તેમજ નાણાકીય સંસ્થાઓ તેમજ નામાંકિત કંપનીઓ ઇન્સ્ટિટયુટસને પણ સર્વિસ પુરી પાડે છે.

સાત વર્ષની પૂર્ણતાના સોપાને કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સ જણાવે છે કે અમારી સફળતાના આ સાત વર્ષ માટે અમે અમારા માનવંતા ગ્રાહકો અને અમારા તમામ કર્મચારીઓનો આભાર માનવા સાથે ૮માં વર્ષમાં પ્રવેશ કરતાં ઘણુ ખુશી અનુભવીએ છીએ.

આજે કુરિયર સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક કુરીયર કંપની છે. પરંતુ તેમાં પોતાની ઉત્તમ સેવા,: નિપુણતા અને નવિનતા સાથે આગવું સ્થાન મેળવતી શ્રી નંદન કુરીયરે અન્ય કંપનીઓ સાથે હરિફાઇમાં ઉતરવાને બદલે ગ્રાહકલક્ષી  અભિગમ રાખી ઓનલાઇન ટ્રેકિંગ, ટોલ ફ્રી નંબર, રાખી સ્પેશ્યલ સર્વિસ, એસએમએસ સર્વિસ સહિતની અનેક નવી સેવાઓ પુરી પાડી છે અને આજે ટુંકાગાળામાં નંબર ૧ બનવા સાથે દુરોગામી દ્રષ્ટિ રાખતા કુરિયર ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે.

મહત્વનું છે કે કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાં નેશનલ લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા અપાયેલી છુટછાટ અને સરકારના નિયમો સાથે ૧૮મી મેથી શ્રી નંદન કુરિયરે પોતાની સર્વિસ શરુ કરી હતી અને આજે મુંબઇ અને પુના સિવાય દેશના ખુણે ખુણે સોશિયલ ડિસ્ટન્સિગના નિયમો અને કોરોનાથી બચવાની તકેદારી સાથે કુરીયર સર્વિસ આપી રહી છે. ઉપરાંત શ્રી નંદન કુરિયરે ગ્રાહકોને પણ જાગૃત કરવાના ઉમદા વિચાર સાથે ડોકયુમેન્ટ કે પાર્સલ બુક થયાના ક્ધફર્મેશન આપવાના એસએમએસમાં કોરોના અંગે તકેદારી રાખવાની અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.