Abtak Media Google News

રીપીટ પ્રથા કયા આધારે શરૂ કરી: લોહાણા મહાપરિષદ હિતરક્ષક સમિતિનો ધારદાર સવાલ

લોહાણા મહાપરિષદની મધ્યસ્થ મહા સમિતિની અમદાવાદ મુકામે કર્ણાવતી કલબ ખાતે મળેલી બેઠકમાં આગામી પાંચ વર્ષ ૨૦૨૦-૨૦૨૫ માટે માતૃ સંસ્થાના નાવા પ્રમુખની શોધ માટે તથા ભારતભરમાંથી સંભવિત નામોની ચર્ચા કરી યોગ્ય નામનું સુચન કરવા તેમજ આવા કોઇ અન્ય નામ કે નામો આવે તો તેની તંદુરસ્ત ચર્ચા કરી યોગ્ય નામની પસંદગી સામૂહિક રીતે કરી વરણીની ભલામણ મધ્યસ્થ સમિતિ કરવા માટે વરણી સમિતિના સભ્ય તરીકે નિમણુંક સર્વાનુમતે કરવામાં આવી હતી.

વરણી સમિતિની પ્રથમ જ બેઠક જેમાં આગામી પાંચ વર્ષ માટે નવા પ્રમુખ તરીકે કોઇ સુયોગ્ય વ્યક્તિના નામનું સૌએ સુચન કરી ચર્ચા-વિચારણા કરી ભલામણ મધ્યસ્થ મા સમિતિનેે કરવાની હતી જે બંધારણીય ફરજ અને જવાબદારી ભૂલી વરણી સમિતિની બેઠકમાં ઉપસ્થિત સભ્ય તરીકે જે ભૂમિકા ભજવી છે તે અતિ વરવું દ્રશ્ય ઊભું કરે છે. અને વરણી સમિતિના સભ્ય તરીકે નિષ્પક્ષ ભૂમિક ભજવવામાં સદંતર નિષ્ફળ ગયા છે. તેવા આપેક્ષ કરવા આવ્યા છે. આજે પત્રકાર પરીષદમાં વિગતો અપાઇ હતી કે સપ્ટેમ્બર ૨૦૧૮માં મધ્યમસ્થ મહાસમિતિ વરણી સમિતિના સભ્ય તરીકે નિમણૂંક કરી ત્યારબાદ લગભગ દોઢ વર્ષ જેટલો લાંબો સમય ગાળો આગામી પ્રમુખનું નામ સુચન કરવા માટે, યોગ્ય વ્યક્તિનો શોધ કરવા માટે આપવામાં આવેલ પરંતુ આપે કોઇ નામનું સુચન કર્યુ નથી, કોઇ નામની ચર્ચા કરી નથી એટલું જ નહી, કોઇ નામનું સુચન કે ચર્ચા ન થાય તેમાં સીધી મુક સહમતી આપી હતી.

વરણી સમિતિની બેઠકનો સમય તારીખ ૪-૧-૨૦૨૦ના રોજ બપોરે ત્રણ વાગ્યાનો રાખવામાં આવેલો. વરણી સમિતિની બેઠક મળે તે પહેલાં જ કોઇ તૈયાર ટાઇપ થયેલ લખાણમાં જેમાં નામ તથા સહીઓ માટેના ખાના પાડેલા હતા તેમાં સહી કરીને બેઠક અગાઉ જ વર્તમાન પ્રમુખ પ્રવીણભાઇ કોટકને ફરીથી નીમવાના અન્ય પાંચ વર્ષ માટે રિપીટ કરવાનો નિર્ધાર કરી લીધેલો અને તે રીતે બંધારણીય લોકશાહી પ્રણાલી તથા પ્રથાન અનુસરાઇ ન હતી.

વરણી સમિતિના સભ્યો પૈકી મુંબઇ સ્થિત એમ મંત્રી, એક ખજાનચી, ત્રણથી ચાર ઉપપ્રમુખ સહિત ઘણા સભ્યો ૨૦૧૫માં રચાયેલી મધ્યસ્થ મહાસિમિતના સભ્યો જ ન હતા. મધ્યસ્થ સમિતિના સભ્ય ન હોવાના કારણે તે કારોબારી સભ્યો પણ ન થઇ શકે તેમ જ બંધારણીયા હોદો પણ ધારણ ન જ કરી શકે. આ અંગેની સ્પષ્ટ જોગવાઇઓ માતૃસંસ્થા ના બંધારણમાં કરેલી આમ છતાં વરણી સમિતિ જેવી આગામી પ્રમુખના નામની ભલામણ કરવાની અગત્યની સમિતિમાં જાણી જોઇને ગેરકાયદે અને ગેરબંધારણીય નામોને સામેલ કરી તેવી વરણી સમિતિની જાહેરાત મધ્યસ્થ સમિતિની સભ્યાના ધ્યાનમાં આવી અગત્યની વાત લાવ્યા વગર કરાવી દીધી છે તે પણ પૂર્વ આયોજિત યોજનાના ભાગપે હતું અને છતાં આપ આ બાબતે સૂચક રીતે મૌન રહ્યા અને વર્તમાન પ્રમુખની ફરી પાંચ વર્ષ માટે પુન: નિયુકિત કરવા માટે યોજનામાં પરોક્ષ રીતે પણ ભાગીદાર બનેલા.

વરણી સમિતિ, પ્રમુખ પદ માટે સમાજમાં આગવી પ્રતિભા અને સમાજ સેવાનાો અભિગમ ધરાવતી નિષ્ઠાવાન અને ચરિત્રવાન સુયોગ્ય વ્યકિતની ભલામણ મહાપરિષદના પ્રણાલિકાઓ અને સમાજની તાત્કાલીક જરુરીયાત લક્ષમાં રાખીને મઘ્યસ્થ મહાસમિતિ વિવેક બુઘ્ધિ પૂર્વક કરે તેવી માંગણી કરાઇ છે.

લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી યોગેશભાઇ લાખાણી દ્વારા આ પ્રકારની ગેરબંધાણીય પ્રવૃતિને જોતા હોદ્દા પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યકત કરતી જાહેરાત કરી છે ત્યારે સમગ્ર લોહાણા સમાજ તેમને રાજીનામુ ન આપવા જાહેર વિનંતી કરે છે અને લોહાણા મહાપરિષદની ૬૦૦ કરતાં વધુ વ્યકિતઓને બને મઘ્યસ્થ મહાસમિતિ કે જેમને આ રાજીનામું મંજુર કરવાની સત્તા છે તે પણ આ રાજીનામું ના સ્વીકારી ત્યાં સમગ્ર લોહાણા સમાજ ઇચ્છે છે.

સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના વિશાળ હિત હરીશભાઇ લાખાણી, રાજકોટ, રાજુભાઇ પોબારુ રાજકોટ, પદુભાઇ રાયચુરા, પોરબંદર , ડો. ભરતભાઇ કાનાબાર-અમરેલી, મોટાભાઇ રાયચુરા ભાટીયા, મગનલાલ થાણાવાલા મુંબઇ, નાગજીભાઇ થાણાવાલા મુંબઇ, હિતેન્દ્રભાઇ તન્ના ની ઉપર, નવીનભાઇ ચંદે, પુણે, અરવિંદભાઇ ઠકકર, પુણે, હરેશભાઇ ઠકકર પુણે, દીપકભાઇ સુચક ના પર, રોહિતભાઇ ઠકકર મુંબઇ મુકેશભાઇ ઠકકર પુર્ણે, ડો. રક્ષાબેન મીરાણી હાસોલ, અનુપભાઇ ઠકકર, મુંબઇ ભરતભાઇ ઠકકર, મુલુન્ડ, શાંતિલાલ એને દ્વારા પ્રયાસ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.