Abtak Media Google News

લોકડાઉનમાં સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ આપ્યું હોય કે ન આપ્યું હોય પરંતુ ખાનગી સ્કૂલો તેમના ખર્ચાને પહોંચી વળવા ફી વસુલી શકશે

કોરોનાની મહામારી વચ્ચે હાલ દેશભરમાં ઘણીખરી ખાનગી સ્કુલોમાં ઓનલાઈન એજયુકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે ત્યારે પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટે મંગળવારે આદેશ આપ્યો છે કે, લોકડાઉનમાં ખાનગી સ્કુલોએ ઓનલાઈન શિક્ષણ આપ્યું હોય કે ન આપ્યું હોય તેવી વિવિધ સુવિધાસભર સ્કુલો ટયુશન ફી વસુલવા હકકદાર છે અને આવી તમામ સ્કુલો તેમના ખર્ચાને પહોંચી વળવા ટયુશન કલાસની ફી વસુલી શકશે.

જસ્ટીસ નિર્મલજીત કોરની બેંચે નિર્દેશો જારી કર્યા છે કે, સ્કુલો અને તેમની પ્રવેશ મેળવવાની મંજુરી છે. કોરોનાની મહામારીમાં હવે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે ત્યારે હવે સ્કુલોને તેમની પ્રવેશ ફી વસુલવાની છુટ મળવી જોઈએ. ખાનગી સ્કુલો કે જે વિવિધ સુવિધાઓ આપે છે તેમાં લોકડાઉન દરમિયાન સ્કુલ ચાલુ હોય કે ન હોય પરતુ ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફને પગાર આપવો જરૂરી છે જેથી સ્કુલોનો ખર્ચ કાઢવા અને અધ્યાપકોનાં પગાર આપવા માટે ફી વસુલ કરવી જરૂરી છે જેથી લોકડાઉનનાં ગાળામાં સ્કુલો દ્વારા ઓનલાઈન એજયુકેશન અપાયું હોય કે ન અપાયું હોય પરંતુ ખાનગી સ્કુલો વિદ્યાર્થીઓની પ્રવેશ ફી વસુલી શકશે. તમામ ખાનગી શાળાઓ લોકડાઉનનાં સમયગાળા દરમિયાન ઓનલાઈન વર્ગ આપ્યા છે કે નહીં તે મહત્વનું નથી. તેને ધ્યાને લીધા વિના તેઓ ટયુશન ફી વસુલવા માટેના પુરેપુરા હકકદાર છે. દરેક શાળા સંચાલન તેના વાર્ષિક ખર્ચ હેઠળ કરવામાં આવતું હોય છે જેથી શાળાનો ખર્ચ ઉપાડવા અને આ ખર્ચને પહોંચી વળવા માટે શાળા સંચાલકો ટયુશન ફી પણ વસુલી શકશે જોકે વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટેની ફી વધારી શકાશે નહીં પરંતુ ગત વર્ષ જેટલી જ ફી રાખવામાં આવશે.

વધુમાં આદેશ મુજબ કોઈ વાલીઓ ફી ચુકવવા સક્ષમ ન હોય તે સ્કુલને અરજી કરી શકે ત્યારબાદ શાળા સંચાલકો જો આ અરજીનો સંતોષકારક જવાબ માનતા હોય તો વાલીઓ આ ફી માંથી મુકિત પણ મેળવી શકે છે જોકે કોઈપણ માતા-પિતા ખોટા દાવા ઠોકીને આ છુટનો દુરઉપયોગ કરી શકશે નહીં. જો કોઈ શાળા વધુ પડતી ફી વસુલતી હોય તો તેની ફરિયાદોની તપાસ કરવા માટે શૈક્ષણિક સંસ્થા અધિનિયમ પંજાબ રેગ્યુલેશનની કલમ ૭ હેઠળ સજાને પાત્ર થવા પામશે. આ ઉપરાંત જો કોઈ શાળા ચાલુ વર્ષ માટે ફી વધારે તો આ અંગેનાં પુરાવા સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી શકે છે અને આ બાબતની તપાસ ત્રણ અઠવાડિયામાં થશે પરંતુ આનો ઉપયોગ ખુબ જ સંવેદનશીલ કિસ્સાઓમાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.