Abtak Media Google News

જાણીતા એમ.ડી. કન્સલ્ટિંગ હોમીયોપેથ દ્વારા વાયરસના ફેલાવા અંગે રજેરજની માહિતી અપાઇ

જગતમાં ફેલાયેલી કોરોનાની મહામારીમાં લગભગ સમગ્ર વિશ્વના દેશો ઝપટમાં આવ્યા છે. આજ સુધી આશરે દોઢ કરોડ લોકો કોરોનાની સંક્રમીત છે. આપણા દેશ ભારતમાં પણ સાડા છ લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે. ગુજરાતમાં ૩૧ હજાર લોકો સંક્રમિત છે. ગુજરાતમાં એલ પ્રકારનો વાયરસ છે. જે વધુ ઘાતક મનાય છે. હાલમાં જ પરીક્ષણ થયા મુજબ અમદાવાદમાં જ ર૦ પ્રકારના કોરોના વાયરસ છે તેમ જાણીતા એમ.ડી. (કન્સલ્ટિંગ રોમીયોપેથ) ડો. ચૌલ લશ્કરી દ્વારા જણાવાયું હતું.

એવા પણ કેસ જાણવામાં આવ્યા છે કે જે પોઝીટીવ દર્દી તરીકે ઓકસીજન લેવલ -૫-૯૬ થી ૫૬ જતું રહે છે. અને ફેટલ ઇમરજન્સી ઉભી થાય છે. તાજેતરમાં આવો જ એક ર૪ વર્ષનો યુવાન કોરોના પોઝિટીવ તરીકે મેડીલીન્ક હોસ્૫િટલ અમદાવાદમાં એડમીટ થયો. કોરોના સિવાય સંપૂર્ણ તંદુર્સત અને એડમીટ થયાના બાર કલાક પછી કોઇપણ ફરીયાદ વગર તેનું ઓકસીજન લેવલ ૯૫ માંથી ૫૬ થઇ ગયું. ૭ર કલાકમાં જ ઇન્ટેન્સ મેડીકલ ટ્રીટમેન્ટ આપવા છતાં તેનું મૃત્યુ થયું. આવી પરિસ્થિતિને ટ્રીટમેન્ટ પણ મેડીકલ જગત માટે મુશ્કેલ બની રહે છે તેવું તેમણે વધુમાં કહ્યું હતું.

કોરોના પ્રથમથી જ ઝડપથી ફેલાતો હતો અને અનલોક થયા પછી દરેક શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ ઝડપથી ફેલાઇ ગયો. મેડીકલ સુવિધાઓ ઓછી પડવા લાગી. કોરોના માટે કોવીડ આઇસોલેશન વોર્ડ કે હોસ્૫િટલમાં બેડની અછત વરતાવા લાગી. જાગૃત સરકારે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી, અનેક કોવીડ સેન્ટરો ખોલ્યા.

આ બધું અનલોક થયું માટે આવી પરિસ્થિતિ ઉભી નથી થઇ આમાં સરકારનોકે મેડીકલ સ્ટાફ હોસ્પિટલ વિગેરેનો વાંક કાઢવો એ તદ્દન ગેરવ્યાજબી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉનના ૬૮ દિવસો દરમ્યાન આપણે કોરોનાથી બચવા માનસીક અને શારીરિક એમ બન્ને તબકકે જાગૃત હતા. જરુરી કામ વગર બહાર ન હોતા નીકળતા, ઘરમાં જ રહી સહી સલામત રહ્યા, વૃઘ્ધો, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને બિમાર વ્યકિતઓની વિશેષ કાળજી રાખતા હતા અને  એટલે જ વિશ્ર્વના અન્ય દેશો કરતા ભારતમાં કોરોનાનું સંક્રમણ ઘણું જ ઓછું હતુઁ.

અનલોક થયું કે તરત જ આ બધા સેફટી મેજર ને આપણે ભૂલી ગયા. બેકાળજી ભર્યુ વર્તન કરવા લાગ્યા. સોશ્યલ ડીસ્ટન્સ કેટલું જાળવીએ છીએ? સાબુથી ર૦ સેક્ધડ સુધી હાથ ધોવા કે સેનીટાઇઝરનો ઉપયોગ પણ ઓછો કરવા લાગ્યા. હવે આવી પરિસ્થિતિમાં કોરોના ઝડપથી ફેલાય નહી તો શું થાય.

સામાજીક, ધાર્મિક પ્રસંગોની જાહેર ઉજવણી શરુ કરી અને ટોળામાં ફરવા લાગ્યા. આમાં સરકાર, મેડીકલ સ્ટાફ કે અન્ય કોરોના વોરીયર્સનો વાંક કાઢવો યોગ્ય નથી. ફરજીયાત માસ્ક પહેરવાનો હુકમ કરવો પડે અને દંડ કરવો પડે એ આપણા સહુ માટે શરમજનક છે.

ચાર દિવસ પહેલા મે અમદાવાદના એક રસ્તા પર ત્રણ કલાક સર્વે કરાવેલ ૬૦ ટકાથી વધુ પબ્લીક કોઇ જરુરી કામ વગર રસ્તા પર હતી. આવું જ થતું રહેશે તો આનાથી પણ  ખરાબ પરિસ્થિતિ આવશે થોડી ગફલત અને કોરોનાની એન્ટ્રી

હાલમાં દેશમાં ચોમાસાની ઋતુ ચાલે છે. તેમાં શરદી, તાવ વગેરે વાયરલ ઇન્ફેકશન વધે અને આવા સંજોગોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે આવા સંજોગોમાં વિશેષ જાગૃતિની જરુર છુે. હવે પછીના સમયમાં થોડી પણ બેકાળજી રાખીશું તો આનાથી પણ વધુ ખરાબ તબકકો આવશે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પણ વારંવાર કોરોનાની વધુ ખરાબ પરિસ્થિતિ આવવાની ચેતવણી આપે છે.

નથીંગ ઇઝ પરમેનન્ટ કોરોના આવ્યો છે તેમ ચોકકસ જતો જ રહેશે. આપણી તંદુરસ્તી જાળવીએ અને ઇમ્યુન પાવર જાળવીએ અને વધે તેવા પ્રયત્નો કરીએ તો કોરોના સંક્રમિત થશું નહી. ઇમ્યુન પાવર વધારવા અનય ઉપચારો કે દવા સાથે હોમીયોપેથી એક વિશ્ર્વસનીય અને મજબુત વિકલ્પ છે. હોમીયોપેથી દવાથી સીસ્ટમ સ્ટ્રોંગ થાય છે તે હકીકત છે.

હોમ કવોરેન્ટાઇન કે પોઝીટીવ કેસમાં એલોપેથી સાથે હોમીયોપેથીના મેડીસન આપવામાં આવે તો પેશન્ટ ઇમરજન્સીમાં જતો અટકે અને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા પછી નબળાઇની કોઇ કમ્પલેઇન રહેતી નથી બીજા દિવસથી જોબ પર જતો થઇ જાય છે.

થોડીક ગફલત એટલે કોરોનાની એન્ટ્રી

ડો. ચૌલાબેન લશ્કરીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ ઘાતક નામનો વાયરસ ફેલાય રહ્યો છે જયારે અમદાવાદમાં જુદા જુદા કોરોનાના ૨૦ વાયસર ફેલાય ચુકયા છે. ત્યારે અનલોકના સમયમાં આ જીવલેણ મહામારી ભૂલી લોકો બે ફામ હરવા ફરવા લાગ્યા છે. કોઇપણ પ્રકારે સરકારની ગાઇડ લાઇનનું પાલન થતુ નથી. ડબલ્યુએસઓ દ્વારા વારવાર મહામારી માટે કડક સુચનાઓ આપવા છતા લોકો કોઇ તકેદારી રાખતા નથી. ૬૦ ટકા લોકો બિન જરૂરી બહાર નીકળી રહ્યા છે.

ચોમાસામાં અન્ય વાઇરસ ઇન્ફેકશન વઘતા રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોવાથી હવે જ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. હાલના તબકકાથી પણ વધુ ખરાબ પરિસ્થિતી આવવાની પુરેપૂરી શકયતા છે. ખાસ કરીને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવુ જ પડશે ઉપરાંત કોઇપણ પરિસ્થિતમાં માસ્ક પહેવાનું કયારેય ન ભૂલવુ તેમજ સાબુથી વારંવાર ૨૦ સેક્ધડ સુધી હાથ ધોવા જરૂરી છે. આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ વઘારીશુ તો જરૂર કોરોનાથી બચી શકશુ.

કોરોનાને નાથવા નિયમોની અમલવારી કરવી જ જોઈએ: ડો.પ્રણય શાહ

Img 20200704 43

ડો. પ્રણય શાહ (ડીન)એ અબતકની સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણ મહિનાથી કોરોના મહામારી સામે વોરીયર્સ ઝઝુમી રહ્યા છે. કોરોનાને નાથવા માટે તમામે રાત દિવસ એક કરી નાખ્યા છે. આપણે સરકારના નિયમોને અનુસરવા જોઈએ. માસ્ક પહેરવાની સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની કાળજી રાખવી જોઈએ. કોરોનાથી બચવા ડોકટરે આપેલી સલાહોને અનુસરવી જોઈએ આયુર્વેદીક અને હોમિયોપેથીનો પણ સમન્વય કરવો જોઈએ.

સરકારી હોસ્પિટલોમાં હોમિયોપેથી પ્રોફેસરોનું પોસ્ટીંગ કરાયું છે. ડો. ચૌલાબેન પણ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. કોરોનાને નાથવા મહત્વના નિયમોનો અમલવારી કરવી જ જોઈએ.

કોરોનાની સારવારમાં હોમિયોપેથી દવાનો ઉપયોગ પણ થઈ રહ્યો છે: ડો.પૂજા અખાણી

Img 20200704 Wa0002 1

કકોરોનાની મહામારીમાં વિશ્ર્વના લગભગ બધા દેશો સંક્રમીત થયા છે. આજે આશરે દોઢ કરોડ જેટલા લોકો કોરોનાથી સંક્રમીત થયા છે. ૬ લાખ લોકો ભારતમાં કોરોનાગ્રસ્ત થયા છે. ગુજરાતમાં ૩૧ હજાર લોકો કોરોના સંક્રમીત થયા છે. ગુજરાતમાં કોરોનાનો વાયરસ જે એકટીવ છે તે સૌથી વધુ ઘાતક છે. હાલમાં થયેલા એક પરિક્ષણ પ્રમાણે અમદાવાદમાં ૨૦ પ્રકારના કોરોના વાયરસ છે. પોઝીટીવ કેસ તરીકે હોસ્પિટલમાં દાખલ થાય છે. તે દર્દી બધી જ રીતે શારીરીક રીતે સંપૂર્ણ સ્વાસ્થ્ય હોય છે. પરંતુ તે દર્દીનું અચાનક ઓકિસજન લેવલ ૯૫-૯૬ થી ૬૫ સુધી ઘટી ગયું હોય છે. તાજેતરમાં આવોજ એક કેસ અમદાવાદમાં આવ્યો ૨૪ વર્ષિય યુવાન કોરોના પોઝીટીવ તરીકે દાખલ દોડી આજે કોઈ ફરિયાદ વગર ઓકિસજન લેવલ ૫૬ જેટલુ થઈ ગયું.૭૨ કલાકમાં તેમનું અવસાન થયું આવી પરિસ્થિતિ હેવી હાઈપોકસાડ કહેવાય છે. જેની ટ્રીટમેન્ટ પણ મુશ્કેલ છે.

મારી એક જ સલાહ છે કે આવી વ્યકિત એ સંપૂર્ણ રીતે સેલ્ફકવોરોન્ટાઈન એક અઠવાડીયા સુધી રહેવું જોઈએ કોરોનાવાયરસનો પિરીયડ ૩ થી ૧૪ દિવસનો હોય છે. આ સમય દરમિયાન કયારેય પણ કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવવાની શકયતા રહે છે. અનલોક થયા પછી પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આઈસોલેશન વોર્ડ બેડની અછત વરતાવા લાગી છે. અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી. આ સ્થિતિમાં સરકાર કે મેડીકલ સ્યાફનો વાક કાઢવો વ્યાજબી નથી. લોકડાઉનના ૬૮ દિવસો દરમિયાન કોરોનાથી બચવા માનસીક અને શારીરીક રીતે જાગૃત રહ્યા. જરૂરી કામ વગર બહાર નહોતા નીકળતા વૃધ્ધો બાળકો સગર્ભા સ્ત્રિઓની વિશેષ કાળજી રાખતા. આવી જ રીતે લોકો જો સીરીયસ નહી થશય તો સ્થિતિ ખૂબજ ખરાબ થશે. હાલમાં ચોમાસાની કહ્યું છે તેમાં પણ શરદી, ઉધરસ તાવની સ્થિતિ પણ હોય છે. અને આવા સંજોગોમાં રોગ પ્રતિકારક શકિત ઘટે છે. તો આ સમયે વિશેષ જાગૃતી રાખવાની જરૂર છે. વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેન દ્વારા પણ પરિસ્થિતિ હજુ ખરાબ આવવાની વાત કરવામાં આવી છે. અત્યારના સમયમાં સાત્વીક ખોરાક લેવો પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવી અફવાઓથી ડરવું નહીં. કામ વગર બહાર નીકળશો નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.