Abtak Media Google News

ઉપલેટા, જેતપુર અને ગોંડલમાં જુગારના પાંચ દરોડા: બે લાખનો મુદ્દામાલ કબ્જે

અષાઢી  માહોલ વચ્ચે શ્રાવણીયો જૂગાર ધમધમ્યો

રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ ખીલી હોય, જેમા ઉપલેટા, જેતપુર અને ગોંડલમાં પાંચ સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી, જુગાર રમતી છ મહિલા સહિત ૩૮ પતાપ્રેમીઓને ઝડપી રૂ.બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસસસ્ત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા તાલુકાના વડાલા ગામે રહેતા રામભાઇ ઉર્ફે રાખો દેવશીભાઇ ભારાઇ તેની વાડીમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી ચલાવતો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કોશીકભાઇ જોષીને મળતા સ્ટાફ સાથે જુગારધામ પર દરોડો પાડી, જુગાર ખેલતા વાડી માલિક રામભાઇ ઉર્ફે રામો ભારાઇ સહિત ઉમેશ  પરબનભાઇ ચંદ્રાવડીયા, જયદીપ કાનજીભાઇ ચંદ્રાવાડીયા, મંથન જયંતીભાઇ જાદવ, હમીર ગોવાભાઇ ધોયલ, વેલજી વશરામભાઇ દેલવાડીયા, વિજય વિનોદભાઇ સૂવા, છગન ખીમજીભાઇ ગોહેલ અને અલ્પેશ કરશનભાઇ સુવા, નામના શખ્સોને ઝડપી લઇ, એલ.સી.બી.ના પી.આઇ. એમ.એન. રાણાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એમ. રાણા હો. કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી અને કોન્સ્ટેબલ કૌશીકભાઇ જોષી સહિતના સ્ટાફે જુગારના પટ્ટમાંથી રૂ.૬૫,૧૫૦ની રોકડ ચાર બાઇક અને આઠ મોબલાઇ મળી કુલ રૂ.૧,૮૨,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યા છે.

બીજો જુગાર દરોડો જેતપુર તાલુકાનાં મેવાસા ગામે સ્મશાન પાસે જેતપુર તાલુકા પોલીસે પાડી જાહેરમાં જુગાર ખેલતા, કાસમ ઉપર ઢલ, વલકુ રાવનભાઇ લાલુ, હેર્યુ જીલુભાઇ વાળા, તોહીલ વલ મહમદ નારેજા, સોહિલ ઇસાભાઇ ડેલા, જગમાલ મેરામભાઇ અને વ્રજલાલ ગોરધનભાઇ પરમાર નામના પતાપ્રેમીઓને રૂ.૭૪,૭૦૦ પતાપ્રેમીઓને રૂ.૭૪,૭૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

ત્રીજો જુગાર દરોડો ઉપલેટામાં આવેલા સ્મશાન રોડ પર રામગઢ કબ્રસ્ત્તાન પાસે જુગાર ખેલતા રહીમ ઇશુભાઇ કારલા, નઝીર હુશેન, હાજીભાઇ રાઠોડ, ભરત રમેશભાઇ વધવા, મહેબુલ સતારભાઇ કારવા અને મહેબુલ જીવાભાઇ મકવાણા નામના શખ્સોને ઉપલેટા પોલીસે ઝડાન લઇ, રોકડ અને ચાર મોબાઇલ મળી કુલ રૂ.૧૮,૫૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચોથો દરોડો ગોંડલની મોટી બજાર, જીપાપર શેરીમાં પાડી જુગાર રમતો શાંતી નાથાભાઇ ગારીયા, જયાબેન ચમનભાઇ સોઢા, કુસુમબેન રમેશભાઇ ચૌહાણ, ઉમિર્લાબેન હસમુખભાઇ ર્નીમળ, નીલાબેન હિતેષભાઇ પડીયા, સવીતાબેન બેઠુભાઇ બાગઠરીયા, વિજયાબેન પદુભાઇ પાઠાણી અને મોહીત અશ્ર્વીનભાઇ સોલંકી નામના પ્રતાપપ્રીઓને રૂ.૧૦ હજારની રોકડ સાથે હેડ કોન્સ્ટેબલ જે.કે. ચૌહાણ સહીતના સ્ટાફે ઝડપી લીધા છે. પાંચમાં જુગારનો દરોડો ગોંડલની મોટી બજાર નજીક જીપારેખ શેરીમાં પાડીમાં  પાડી, જુગાર રમતા રીયાઝ ગફારભાઇ માંડવીયા સલીપ અહપદભાઇ તબાબી, અહેમદ હાઉનભાઇ વધાયા, સોહીલ અજીતભાઇ ભટ્ટી, શખ્બીર અલ્લબારન મલેક, મહમદ હારૂનભાઇ વધાયા અમીન ફીરોઝભાઇ શેખ, રીઝવાન મુસ્તાકભાઇ માંડવીયા અને હુશેન હારૂનભાઇ મકવાણા નામના શખ્સોને ગોંડલ પોલીસે ઝડપી રૂ.૧૨ હજારની રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.