Abtak Media Google News

નવા માવનુંગામ પ્રા. શાળા, તા.જોડિયા ના તમામ બાળકોના વાલીઓને કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિ અંતર્ગત આર્થિક બોજ ન પડે તે માટે શિક્ષકોના પ્રયત્નોથી દાતા યશવંતભાઈ ધાનાણી ,તથા સરપંચ દ્વારા આખું વર્ષ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવા માટે 50,000/- જેટલી માતબર રકમનું દાન આપવામાં આવેલ છે.

જેમાંથી બાળકોને સ્કુલ બેગ, ફૂલ સ્કેપ બુક, સ્લેટ, કલર બોક્સ, પહેલું કદમ, પેડ, પેન્સિલ, રબર, સ્કેચ પેન, કંપાસ બોક્સ, લંચ બોક્સ, ફેવિકોલ, કાગળ બંડલ, વોટર બેગ, ક્રિકેટના સાધનોની કીટ વગેરે જેવી સામગ્રી દાતા યશવંતભાઈ ધાનાણી દ્વારા આખા વર્ષ માટે નવા અને જૂના માવનાં ગામના બાળકોને આપવા બદલ શાળા પરિવાર તેમજ બી.આર.સી. જોડિયા પરિવાર તરફથી દાતાનો આભાર માન્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.