Abtak Media Google News

પશ્ર્ચિમ રેલવેએ ગુડઝ ટ્રાફિક વધારવા માટે ધંધા વિકાસ એકમ રચ્યું

માલભાડાના મુદ્દાઓના ઝડપી નિકાલ માટે રાજકોટ, ભાવનગર સહિત પ્રાદેશિક કાર્યાલયોએ ખાસ ટીમ બનાવાઇ

રેલ્વે બોર્ડની માર્ગદર્શિકા મુજબ અને ભારતીય રેલવે દ્વારા ગુડઝ ટ્રાફીક વધારવાના વિચાર સાથે પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે પશ્ર્ચિમ રેલવેના ઝોનલ હેડકવાર્ટર અને વિભાગીય એકમોમાં મલ્ટી. ડિસિપ્લિનરી બિઝનેર ડેવલપમેન્ટ યુનિટોની રચના નિર્દેશ આપ્યા છે. રેલવે પરિવહન અને લોજિસ્ટિકસ બિઝનેસમાં વધારો કરવાના દ્રષ્ટિકોણથી બીડીયુની રચના વ્યાપારી દ્રષ્ટિકોણથી પ્રમોશનની દિશામાં એક સારું પગલું છે તેનો ઘ્યેય પ્રાદેશિક સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે અને અનુકુળ ઉત્પાદન અને પેકેજવાળા અસ્તિત્વમાં અને સંભવિત ગ્રાહકોને સારી પહોંચે પ્રદાન કરવી છે.

પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ ભારતીય રેલવેનું લક્ષ્ય નવા વિચારો અને પહેલનો સમાવેશ કરીને ગુડઝ બજારમાં ગ્રાહકોને સમજાવવું ખુબ જ મહત્વપૂર્ણ છે કે રેલવે તેમની જરૂરીયાતોને કેટલી સારી રીતે પૂર્ણ કરી શકે છે આ ક્રમમાં પશ્ર્ચિમ રેલવે દ્વારા મલ્ટી. ડિસિપ્લિનરી બીઝનેસ યુનિટ સ્થાપવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ અત્યાર સુધી સાડક માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવતી બિન બલ્ક પરંપરાગત સામગ્રી ઉપરાંત અનય ગુડજ ટ્રાફીકને પણ પોતાના તરફ આકર્ષિત કરીને ૨૦૨૪ સુધીમાં રેલવેના માલ ભાડાને બમણો કરવાનું છે.

સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરીને અમલમાં કુકેલી હાલની કાર્યવાહીને સરળ બનાવીને રેલવેનું કૈન્દ્ર ધંધાની સરળતા વધારવાનું છે. બિઝનેસ ડ ેવલપમેન્ટ યુનિટ, પશ્ર્ચિમ રેલવેના ચીફ ફેટ ટ્રાન્સપોર્ટ મેનેજરની અઘ્યક્ષતા હેઠળ અને પશ્ર્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજરની અઘ્યક્ષતા હેઠળ ઝોનલ રેલવે કક્ષાએના ઓપરેશન્સ, કોમર્સ, મિકેનિકલ અને એન્જીનીયરીંગ વિભાગના વરિષ્ઠ વહીવટી ગ્રેડ સ્તરના અધિકારીઓની એક સમિતિ છે એ જ રીતે વિભાગીય કક્ષાએ રચિત બીડીયું સમિતિમાં જુનીયર વહીવટી ગ્રેડના અધિકારીઓની ટીમના અઘ્યક્ષ સંબંધીત અધિક વિભાગીય રેલવે મેનેજર અને ક્ધવીનર સીનીયર ડિવીઝનલ ઓપરેશન્સ મેનેજર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ દિશામાં કાર્યરત, પશ્ર્ચિમ રેલવે તેના તમામ ૬ વિભાગની સાથે સાથે પ્રાદેશિક મુખ્ય કાર્યાલય કક્ષાએ પણ બહુ શિસ્ત વ્યવસાય એશમો સ્થાપ્યા છે. આ એકમો નિયમિતપણે ચેમ્બર કોમર્સ, ઉઘોગ, બંદરો, એપીએમસી અને સંબંધીત રાજયોના પ્રતિનિધિઓ ની મુલાકાત લઇ રહ્યા છે. વ્યવસાયિક એકમો સાથેની આ સતત ક્રિયાપ્રતિક્રિયાઓની રેલવેમાં ગુડઝ ભાડા માટેના નવા ટ્રાફીકને આકર્ષવામાં નોંધપાત્ર મદદ કરશે. આ એકમોને મળેલી દરખાસ્તોનું ઝડપથી વિશ્ર્લેષણ કરવામાં આવશે અને કોઇપણ પ્રકારની જરુરી સહાય માટે તાત્કાલીક પ્રાદેશિક રેલવે અને રેલવે બોર્ડને વિનંતી કરવામાં આવશે રેલવે બોર્ડ કક્ષાના મલ્ટિ ડિસિપ્લિનરી બિઝનેશ યુનિટમાં ઇડીટીટી (એફ) તેના સભ્યો છે. જેઓ ઝોનલ રેલવે પાસેથી દરખાસ્તો પ્રાપ્ત થતા એક અઠવાડીયા ની અંદર સમાધાન અને કિલયરેસ પ્રદાન કરવાની આપવાની જવાબદારી અંદર સોંપવામાં આવી છે.

માલા ભાડા પ્રોત્સાહનો માટે ગ્રાહકોને શિક્ષણ આપવા માટે સોશિયલ મીડીયા પર વેબ કાર્ડસનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બલ્ક અને નોન બલ્ક માલ પરિવહન માટેનું બજાર કેપ્ચર કરવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં બે ખાનગી ફેટ ટર્મિનલ અને ત્રણ સાઇડિંગ ખોલવાનું લક્ષ્ય છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (બીડીયુ) સંભવિત માલ ભાડા ગ્રાહકોની સગવડ કરવા માટે એક સિંગલ વિંંડો તરીકે સેવા આપશે જે માલ ભાડાના મુદ્દાઓને ઝડપથી નિકાલ કરવો માટે બધી આવશ્યક ઔપચારિકતાઓને જલ્દી પૂર્ણ થવાની ખાતરી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.