Abtak Media Google News

ભારે વરસાદના પગલે આવક ઘટતા ૯૦રૂકિલો: ડુંગળીના ભાવો કિવન્ટલ દીઠ ૧૧૮ ટકાનો વધારો

ટમેટાના ભાવો ૧૭ મોટા શહેરોમાં ૯૦ રૂ. ને પાર ગયા છે. દિલ્હી સહિત કલકતા ઈંદોર અને તિ‚વંતપૂરમ સહિત ગુજરાતમાં પણ શહેરોમાં ભારે વરસાદના લીધે શાકભાજીની સપ્લાઈ ઘટતા ટામેટાના ભાવો એકાએક વધી જતા ટામેટાએ સફરજનની સાઈડ કાપી છે. સફરજન ૭૦ થી ૮૦ રૂ. કિલો બજારમાં મળે છે. ત્યારે ટામેટા તેના કરતા પણ મોંઘા બન્યા છે. તે જોતા દેશભરમાં રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજયોમાં ભારેથી અતિભારે વરસાદના પગલે ટમેટાને બજારમાં વહેચવા માટેની સપ્લાય ચેઈન અટકી જવા પામી છે. જેને કારણે ટમેટાના ભાવો હાલ એકાએકવધી ગયા છે. વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ટમેટાની આવક ઘટી છે. આજ સ્થિતિ ઓગષ્ટના અંત સુધી રહે તેમ લાગી રહ્યું છે.

આ સિવાય દેશભરમાં ડુંગળીના ભાવો મહારાષ્ટ્રની હોલસેલ માર્કેટના પગલે વધી જવા પામ્યા છે. ડુંગળીના ભાવો પણ ૧૯ મહિનામાં સૌથી ટો પર ૧૧૮ ટકા વધારા સાથે ૧૩૦૦ ‚ા. પર કિવન્ટલ ગઈકાલે થયા હતા માર્ચ એપ્રીલ બાદ બજારમાં સંગ્રહ કરેલી ડુંગળી જ મળે છે. તાજો મલ બજારમાં આવ્યો નથી પરંતુ મોટાભાગના નાના ખેડૂતો દ્વારા તેનું વેચાણ ‚પીયા રળવા માટે કરવામાં આવી રહ્યું છે. આવું ખેત ઉત્પાદન કમિટીના સુત્રો જણાવે છે.

દિલ્હીમાં ટમેટાના છૂટક ભાવ ૯૨ રૂ કિલો છે. જે ત્રણ મહિના અગાઉ રૂ.૨૬ હતા અને રૂ ૪૮ એક વર્ષ અગાઉ હતા સુત્રો જણાવે છે કે મહારાષ્ટ્રમાં લાસલગાવમાં ડુંગળીની આવક અડધી થઈ ગઈ છે. અગાઉ રોજની ૨૫,૦૦૦ કિવન્ટલના સ્થાને ૧૨,૦૦૦ કિવન્ટલ થઈ છે.

ટમેટાના ભાવોતો છેલ્લાબે મહિનામાં આભને આંબી જવા પામ્યા છે. ચેન્નઈમાં તો ટામેટાના ભાવો પાંચ ગણા છેલ્લા ચાર મહિનામાં થઈ જવા પામ્યા છે. બેંગ્લોરમાં છ ગણા અને કલકતામાં ૯ ગણા આજ સમય ગાળામાં થયા હતા.. ટમેટાના ભાવો ઉચકાઈ જવા માટેનું મુખ્ય કારણ ભારે વરસાદ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.