Abtak Media Google News

વડાપ્રધાનની અશ્લીલ ફોટોવાળી પોસ્ટ કરવા બદલ કોંગી ધારાસભ્ય જીતુ પટવારી સામે ભાજપના ગૌરવ રાંડીલે ફરિયાદ નોંધાવી

મઘ્યપ્રદેશના કોંગ્રેસના કાર્યકારી અઘ્યક્ષ અને ધારાસભ્ય જીતુ પટવારી સામે વડાપ્રધાનની અશિષ્ટ તસ્વીર સોશ્યલ મિડીયા પર પોષ્ટ કરવા બદલ વિધિવત રીતે મઘ્યપ્રદેશમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સત્તાધારી ભાજપે વડાપ્રધાનની ગરિમાને હાનિ પહોચાડવા અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આક્રોશ કર્યો હતો.

Advertisement

છત્રીપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પવન સિંઘવે કહયું હતું કે પટવારી સામે કમલ ૧૮૮ જાહેર સેવકની ફરજમાં ક્ષતિ અને રૂકાવટ અને કલમ ૪૬૪ (ઇલેકટ્રોનિક માઘ્યમોનો દુર ઉપયોગ) આઇ.પી.સી. અતર્ગત ભાજપના શહેર પ્રમુખ ગૌરવ રાડિવના નામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સિન્ધલે જણાવ્યું હતું કે પ્રથમ દ્રશ્ય ધોરણ પટવારીના ટવીટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલી વિકૃત તસ્વીર અંતર્ગત કલેકટરના જાહેરનામાના ભંગ બદલ કલમ ૧૮૮ અંતર્ગત સોશ્યલ મિડિયા પર આવી પ્રવૃતિની અગાઉજ મનાઇ ફરમાવવામાં આવી છે.

ઇન્દોર લોકસભાના સાંસદ શંકર લાલવાણી અને સ્થાનીક નેતાએ પટવારીની ટવીટ પર નારાજગી વ્યકત કરી હતી અને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને ડી.આઇ.ડી. હરિ નારાયણ મિશ્રાને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે પટવારીએ માત્ર વડાપ્રધાનની  ગરિમાને જ નહિ પરંતુ હિન્દુઓની ધાર્મિક લાગણીને પણ દુભાવી છે. પટવારી રાવના ધારાસભ્ય છે અને કમળનાથ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપે છે. પાછળથી આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી પરંતુુ  આ વિવાદ ટવીટ ઉપર ખુબ જ વકરી ગયો હતો. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો. કે કોંગ્રેસ પટવારીની જેમ જ કંઇને કંઇક કર્યે રાખે છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે પટવારી જેવા વ્યકિતઓને હિન્દી શબ્દ સાચી રીતે લખતા કે સમજતા નથી આવડતું તેવા લોકોને રાજયના ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ મંત્રી બનાવી દીધા છે. મઘ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વડાપ્રધાનની વાંધાજનક છબી સાથે ટવીટીંગ અંગે કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.