Abtak Media Google News

મહાવીર જન્મવાંચનના પાવન દિને દાતાના સહયોગથી મંદબુઘ્ધિના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહા મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજ છઠ્ઠો દિવસ છે. પર્યુષણ પર્વના મંગલકારી દિવસોમાં પ્રતિક્રમણ, સામુહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી તમામ ક્રિયાઓ શ્રાવકો-શ્રાવિકાઓ પોતાના ઘરે બેસીને કરી રહ્યાં છે. પર્યુષણ પર્વના આઠ દિવસ ભગવાનની અલગ અલગ રીતે અંગરચના કરવામાં આવતી હોય છે જેમાં ડાયમંડની આંગી, ફૂલહારની આંગી આંભલા-બાદલા સહિતની અંગ રચના કરવામાં આવતી હોય છે. આ વર્ષે  કોરોના મહામારીના પગલે દેરાસર, જીનાલયોમાં પર્યુષણ મહાપર્વની સાદગીપૂર્ણ ઉજવણી થઇ રહી છે. સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેરાઇઝ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પારસ ધામ દેરાસર ખાતે આજરોજ ભગવાનની બાદલા- આભલાની અંગરચના કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ દ્વારા મહાવીર જન્મ વાંચનના પાવન દિને દાતાઓના સહયોગથી મંબબુઘ્ધિના બાળકોને ૭૫૦ પેકેટ લાડવા ગાઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યાં છે. રાજકોટની બે પાંજરાપોળમાં મૂંગા અબોલ પશુઓને પણ ગોળ અને ખોળ ખવડાવવામાં આવ્યું હતું.

Vlcsnap 2020 08 20 12H59M12S264

અબતક સાથેની વાતચીત દરમિયાન પાસરધામ દેરાસરના ટ્રસ્ટી નિકેશભાઇ શાહએ જણાવ્યું હતું કે અમારા જૈનધર્મમાં પર્યુષણ મહાપર્વનું અનેરું મહત્વ હોય છે. પર્યુષણ મહાપર્વના આઠ દિવસ ખુબ જ અગત્યના હોય છે. આ દિવસોમાં ભગવાનની અંગરચના કરવામાં આવે છે. જેમાં ફૂલો, ડાયમંડ સહીતની જૈન શ્રાવકો-શ્રાવીકાઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ ભગવાનને બાદલા તથા આંભલાની અંગરચના કરવામાં આવી હતી.

દર વર્ષે પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું છે. જેમાં તમામ દર્શનાર્થીઓએ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, સેનેરાઇઝ કરવું ફરજીયાત છે. અમને આ વાતનું દુ:ખ પણ છે કે અમે અમારી આનંદ ઉલ્લાસ અમે દર્શાવી શકતા નથી. અમે પ્રભુને હ્રદયમાં રાખીને પર્યુષણની ઉજવણી કરી રહ્યા છીએ. રાજાનો રાજા પર્વાધીરાજ કહેવાય છે પર્વની ઉજવણી થઇ રહી છે. અમને ખુબ જ આનંદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.