Abtak Media Google News

વન પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી

મહુવાના વડલી વિસ્તારમાંથી વન્યપ્રાણી શેરા (શેળા)નો ગેરકાયદે વેપાર કરવા જતા પાંચ શખ્સોને વન તંત્રએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. ગુજરાત રાજયના વાઈલ્ડ લાઈફ પીસીસીએફ શ્યામલ ટીકાદાર હેઠળ વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલના સહાયક અધિકારી ડી.જી.ગઢવી તથા એચ.જે.વાંદા તથા વન્યપ્રાણી વિભાગ, પાલિતાણાના ઈ.ચા.નાયબ વન સંરક્ષક યદુ ભારદ્વાજ તથા મહુવા વન્યજીવ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન એ.ડી.કણસાગરાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ બી.જી.માયડા તથા સ્ટાફે કાર્યવાહી કરી હતી.

Advertisement

મળેલી બાતમીના આધારે શેળા જીવનો ગેરકાયદેસર વેપાર કરવાના ઈરાદા સાથે ચકુરભાઈ જીણાભાઈ હડીયા (રહે.ઉમણીયાવદર), હિમંતભાઈ વેલજીભાઈ શિયાળ (રહે.કોટડા), રમેશભાઈ બાલાભાઈ શિયાળ (રહે.કોટડા), નાજાભાઈ નાથાભાઈ શિયાળ (રહે.કોટડા), દાનાભાઈ ભીખાભાઈ શિયાળ (રહે.કોટડા)ને મોટા ખુંટવડા-૨ રાઉન્ડના મહુવા સીટી વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા. તેમજ વન્યપ્રાણી સંરક્ષણ અધિ નિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અંધશ્રદ્ધાના આધારે તાંત્રિકવિધિ કરવા ઉપરોકત ઈસમો દ્વારા એક સંપ કરી વન્યપ્રાણીનો ઉપયોગ કરવાની કોશિશને વન વિભાગે નિષ્ફળ બનાવી હતી. આ કામગીરીમાં મહુવા વન્ય રેન્જીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.ડી.કણસાગરા, રાઉન્ડ ફોરેસ્ટર બી.જી.માયડા, વન રક્ષક જે.પી.જોગરાણા, વન રક્ષક જે.પી.ચૌહાણ, વન રક્ષક સી.એસ.ભીલ વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.