Abtak Media Google News

દરવર્ષની જેમ આ વર્ષે પણ ફ્રેન્ડશીપ-ડે અને રક્ષાબંધન બન્ને સાથેના સમયગાળામાં છે. હિન્દુઓના તહેવારોમાં ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનું અનેરું મહત્વ છે. તો વિદેશથી આયાત કરેલો તહેવાર ‘ફ્રેન્ડશીપ ડે’ યુવા હૈયા માટે ખાસ મહત્વ ધરાવે છે. આવતીકાલે ‘ફ્રેન્ડશીપ ડે’ છે તથા સોમવારે ‘રક્ષાબંધન’ છે. ત્યારે આ બન્ને તહેવારો મનાવવા સૌરાષ્ટ્રવાસીઓમાં ખાસ થનગનાટ જોવા મળી રહ્યો છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રની બજારોમાં ‘ફ્રેન્ડશીપ ડે’ નો ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’  તથા ‘રક્ષાબંધન’ રાખડીઓ બન્નેમાં વિવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે. આ બન્ને આમ તો કાંડા પર બાંધવામાં આવે છે. પણ બન્ને અલગ મહત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં તો નાના બાળકથી માંડીને મોટેરાઓ તમામ લોકો તમામ તહેવારો ઉજવવામાં માને છે. અહીંના લોકો માટે એમ કહી શકાય કે ઉજવણી માટે બસ બહાનુ જ જોઇએ છે.

Dsc 0965મિત્ર જીવનમાં એવી વ્યકિત હોય ે જેની સાથે લોહીનો સંબંધનો નથી હોતો પરંતુ તેની સાથે એવું જોડાણ હોય છે કે તમારા માટે ઘણીવાર પરિજનો કરતા મિત્ર વધારે અગત્યનો બની જાય છે. મિત્ર વિશે કહીએ તો સુખદુખનો સાચો સાથી હોય છે જે તમારા માટે અંગત બની જાય છે.

બજાર વિવિધ વેરાયટીના ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’  તથા ‘રાખડીઓ’થી છલકાઇ રહી છે. તેમજ ‘ફ્રેન્ડશીપ ડે’ તથ રક્ષાબંધનના કાર્ડ પણ બજારમાં જોવા મળે છે. જેની ખરીદી હાલ જોરશોરથી થઇ રહી છે.

‘ફ્રેન્ડશીપ બેસ્ટ’ અને રાખડીના વેપારીઓ પાસે સેંકડો જાતના ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ તથા રાખડીઓની ખરીદી કરી કાંડા પર બાંધવાના તહેવારો  ઉજવશે. જરદોરી, કુંંદન, પીટા સહીતના વર્કની રાખડીઓ તથા ડાયમંડ, ચાંદી, મોતી સહીતની વેરાયટીની ૧ર૦૦ જેટલા દોરાઓની મારે મંદીરીયે દર્શન કરવા જવું નહી પડે, મારો મિત્ર મળી જાય તો માનીશ કે ભગવાન મળી ગયો !

Dsc 0960મિત્ર જીવનમાં ખુબજ અગત્યનું સ્થાન ધરાવે છે એ જ ઉપરોકત પંકિતનો સાર છે. આવતીકાલે મિત્રની મહતા માટેનો ‘ફ્રેન્ડશીપ ડે’ છે. તેની ઉજવણી સમગ્ર વિશ્ર્વમાં થાય છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ પણ આ તહેવાર ઉજવવા માટે થનગની રહ્યા છે. તેમજ સોમવારે ‘રક્ષાબંધન’ નો પવિત્ર તહેવાર છે. ભાઇની સુરક્ષા માટે બહેન કાંડા પર રાખડી બાંધે છે તથા મિત્ર બનાવવા માટે ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ બાંધવામાં આવે છે. ભારતીય ફિલ્મોમાં પણ ભાઇ-બહેનના પ્રેમ માટે ગીતો હોગ છે. ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ ગીત સૌથી પ્રસિઘ્ધ છે તો સૌરાષ્ટ્રની સુરવીર પ્રજામાં ભાઇએ વીરતાનું પ્રતિક છે. તેમજ ભાઇએ ‘વીર’ પણ કહેવાય છે. આવા ભાઇના બલ-બુઘ્ધી અને તેજની કામના સાથે બહેન ભાઇના કાંડે રાખડી બાંધે છે. તો ભાઇ પણ વીરની શોર્યતાથી બહેનની રક્ષા કરવાના કોડ રાખે છે.

વિવિધ વેરાયટી ધરાવતી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે.

વિવિધ જ્ઞાતિ મંડળો, સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે તો શાળા, કોલેજ તથા શેરીઓના મિત્રવર્તુળમાં ‘ફ્રેન્ડશીપ ડે’ ની સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે.

ચંદ્રગ્રહણ અને ભદ્રાને કારણે રાખડી ત્રણ કલાક બાંધવા મુહુર્ત

સોમવારે સવારે ૧૧ થી ૧ સુધી જ રાખડી બાંધી શકાશે

આ વર્ષે ભાઈ બહેનનું સ્નેહનું પર્વ રક્ષાબંધન તા.૭ ઓગષ્ટને સોમવારે છે. ત્યારે ૧૨ વર્ષ પછી ચંદ્રગ્રહણ પણ હશે તેમજ ભદ્રાનક્ષત્રની અસરના કારણે રાખડી બાંધવા માત્ર ત્રણ કલાક જ મૂહર્ત છે.

તા.૭ ઓગષ્ટે ચંદ્રગ્રહણ રાતના ૧૦.૫૩ મિનિટથી શ‚ થશે તેના મોક્ષકાળ મોડી રાતે ૧૨.૪૮ વાગ્યે થશે. રાજકોટનાં ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠકકરના જણાવ્યા અનુસાર રક્ષાબંધનના દિવસે સૂતક ૧.૫૩ મિનિટથી શ‚ થઈ જશે. ગ્રહણની અવધિ ૫૫ મિનિટની રહેશે તેની સાથે જ સવારે ૧૧.૪ મિનિટ સુધી ભદ્રા રહેશે. બહેનો પોતાના ભાઈઓને રાખડી ભદ્રાની સમાપ્તિથી લઈને ગ્રહણના સૂતક લાગે તે પહેલા બાંધી શકે છે. માત્ર સવારે ૧૧.૦૫ મિનિટથી બપોરે ૧ વાગ્યા સુધી જ રાખડી બાંધી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.