Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં આજે ભાઇ-બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધનના પાવન પર્વની હર્ષોલ્લાસ  સાથે ઉજવણી કરવામાં આવી હતી. બહેન દ્વારા ભાઇના કાંડે બંધાતી રક્ષામાં કોઇપણ નક્ષત્રના માઠા પરિણામોને ફેરવી નાખવાની તાકાત રહેલી છે. આજે ભદ્રા નક્ષત્રના ભયને વિસરીને બહેનો દ્વારા પોતાના લાડકવાયા ભાઇના હાથે રાખડી બાંધવામાં આવી હતી. ભાઇઓ પણ પોતાની લાડકી બેનડીનો મોંધરી ભેટ આપી હતી. બ્રાહ્મણોએ આજે શુભ વિજય મુહુર્ત  શાસ્ત્રોકત વિધી સાથે પરંપરાનું પાલન કરતા જનોઇ બદલાવી હતી.

Screenshot 4 37 Screenshot 6 26 બહેનના પ્રેમમાં કોઇપણ નક્ષત્રના પરિબળોને ફેરવવાની તાકાત જેલમાં બંદી પોતાના ભાઇને રાખડી બાંધવા આવેલી બહેનોની આંખો ઉભરાય

આજે આખો દિવસ ભદ્રા નક્ષત્ર છે. જેમાં કોઇપણ શુભ કાર્યો થઇ શકતા નથી. આજે રક્ષાબંધનનું પાવન પર્વ છે ત્યારે રાખડી બાંધવાનું શુભ મુહુર્ત રાત્રીના 9.02 કલાકથી છે. જયોતિષોમાં પણ રાખડી બાંધવાના મુહુર્તને લઇ થોડા મતમતાંતર છે. અમુક જયોતિષોના જણાવ્યાનુસાર આજે દિવસભર રાખડી બાંધી શકાય છે જયારે અમુક જયોતિષચાર્ય રાત્રીના 9.02 કલાક બાદ જ રાખડી બાંધી શકાય તેવું જણાવી રહ્યા છે. છતાં આજે તમામ નક્ષત્રોને અવગણી બહેનોએ પોતાના ભાઇના કાંડે તેના લાંબા આયુષ્ય, સુખ, સમૃઘ્ધી અને તંદુરસ્તની મનોકામના સાથે રાખડી બાંધી હતી.

બ્રાહ્મણો દ્વારા જનોઇ બદલાવાય: નવા વાહનો, ઘર સહિતની ચીજવસ્તુઓ ખરીદવા ભારે ધસારો: સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

Screenshot 7 19

રાજકોટ સેન્ટ્રલ જેલમાં અલગ અલગ ગુનાઓમાં સજા ભોગવી રહેલા પોતાના ભાઇને રાખડી બાંધવા આવેલી બહેનોની આંખો છલકાય ગઇ હતી. ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. નાના ભૂલકાથી માંડી વડીલો સુધી તમા વય જુથના લોકોએ રક્ષાબંધનની હોંશભેર ઉજવણી કરી હતી. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી બહેનોએ એક લાખથી પણ વધુ રાખડી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મોકલી હતી.આજે સવારે શુભમુહુર્ત બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધી સાથે જનોઇ બદલાવી હતી. તમામ સંબંધોમાં ભાઇ બહેનના સંબંધોને સૌથી પવિત્ર માનવામાં આવે છે. કોઇપણ ઉમરના ભાઇ-બહેનો જયારે ભેગા થાય ત્યારે પોતાની નાનપણની યાદો તાજી કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.