Abtak Media Google News

સારવારની સાથોસાથ કેરમ, ડ્રોઇંગ, મોટી વેશનલ ફિલ્મ જોઇ મનગમતી પ્રવૃતિઓ કરે છે દર્દીઓ: સિવિલમાં ૫૦૦ પુસ્તકોની મીની લાયબ્રેરી શરૂ કરાઇ

સવારે ચા-પાણી, નાસ્તો પતાવી હામાં વિવિધ પુસ્તકો, કેરમ બોર્ડ, ડ્રોઈંગ શીટ અને કલર લઈ પોતપોતાનામાં મસ્ત બની જતા દર્દીઓ જયારે પ્રવૃતિમય બની જાય છે, ત્યારે એ ભૂલી જાય છે કે તેઓ કોરોનાના દર્દીઓ છે તેમ ડો.મોનાલી માકડીયા જણાવે છે. કોવીડ – ૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓના વિચારો હકારાત્મક બને તે માટે તેમને પ્રવૃતિમય રાખી તેમનો સમય પસાર કરવાના નવતર અભિગમના પ્રણેતા  ડો.મોનાલી જણાવે છે કે, જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો છે, સતત ઓક્સિજન પર રાખવામાં આવતા ની અને હલન-ચલન કરી શકે છે, તેવા દર્દીઓ દિવસભર માત્ર આરામ જ ન કરે અને શોખ મુજબ પ્રવૃત્તિ દ્વારા સારી રીતે સમય પસાર કરી શકે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનો પ્રારંભ મેનેજમેન્ટ દ્વારા શરુ કરાયો છે.

દર્દીઓને રસ-રુચિને અનુરૂપ વિવિધ ઇન્ડોર ગેમ્સ રમવા માટે કેરમ બોર્ડ, ચિત્રકામ કરવા માંગતા દર્દીઓ માટે ડ્રોઈંગ શીટ, કલર્સ, ધાર્મિક અને માહિતીસભર ચોપડીઓ, અને દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે  હોલમા એક મોટું ટીવી લગાડી તેમાં વિશ્વના પ્રેરણાદાયી વિડીયો કલીપ દેખાડવાની વ્યવસ ઉભી કરી છે. આજે પાંચ દિવસ બાદ દર્દીઓ પ્રવૃતિમય બનતા અહીંનું વાતાવરણ હોસ્પિટલ નહિ, પણ કોઈ લાઇબ્રેરી કે મલ્ટી એક્ટિવિટી સેન્ટર હોય તેમ લાગતુ હોવાનુ ડો. મોનાલી જણાવે છે.

આ પ્રવૃત્તિ કી દર્દીઓમાં કેવું પરિવર્તન જોવા મળ્યું છે તેના જવાબમાં ડો. મોનાલી જણાવે છે કે,  પહેલા દર્દીઓ સતત સ્ટાફને પી.પી.ઈ કીટમાં જોઈ ખુબ ગભરાઈ જતા. આખો દિવસ સતત અમને કંઈ ઈ જશે તેવા નકારાત્મક વિચારો કરતા. પરંતુ જ્યારી તેમને પ્રવૃત્તિમય કર્યા છે, ત્યારી તેઓ ખુબ પ્રસન્ન રહે છે. ગુજરાતી નાટકો, કોમેડી ફિલ્મ અને મોટિવેશનલ વિડીયો જોઈ દર્દીઓમાં હકારાત્મક અભિગમ અને ઉત્સાહ સો તેઓની તબિયતમાં ખાસ્સો સુધારો પણ જોવા મળી રહ્યો હોવાનું ડો. માકડીયા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.