Abtak Media Google News

શું તમે માનો છો કે તમારો આધાર સૂરક્ષીત છે અને તમારી ડીટેલ પણ સૂરક્ષિત છે તો આ વાત તદ્દન ખોટી છે જી..હા.. જાણીને આશ્ચર્ય થશે કે આ મહિનાની શરૂઆતમાં જ આઈ આઈ ટી ખડકપૂરના એક વિદ્યાર્થી અને ઓલામાં કામ કરનાર સોફ્ટવેર એંજિનરને કર્ણાટક પોલિસએ કેટલાક લોકોના આધારકાર્ડની ડીટેલ ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

પોલિસએ જણાવ્યુ કે 31 વર્ષનો અભિનવ શ્રી વાસ્તવએ આ વર્ષ જાન્યુઆરી મહિનામા આધાર ઇ-કેવાયસી એપનો ઉપયોગ કરી કેટલાક લોકોનો ડેટા ચોરી કર્યા હતા જેથી આ એપને ગૂગલ પ્લેસ્ટોર પરથી ટૂંક સમય પહેલા જ હટાવી દેવામાં આવી છે

સેંટર ફોર ઇન્ટરનેટ સોસાયટીની એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે, 13 કરોડથી વધારે આધારકાર્ડના ડેટા લીક થઈ ચૂક્યા છે.

હવે, પરેશાન થવાની જરૂર નથી તમે પણ તમારા આધારને સુરક્ષિત રાખી શકો છો

તો.. આ રીતે કરો તમારા આધારકાર્ડની ડીટેલને લોક..

  • સૌથી પહેલા UIDAIની વેબસાઇટ http:// uidai.gov.in/ પર જાઓ અને હોમપેજ પર આપવામાં આવેલ આધારમાં lock/unlock biometrics નું વિકલ્પ હશે. તેના પર કિલ્ક કરો.
  • ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે
  • ઓપન થયેલા નવા પેજ પર તમને આધારકાર્ડ નંબર દ્વારા લોગિન કરવાનું કહેવામા આવશે.
  • લોગિન કરવા માટે આધાર નંબર અને સિક્યોરિટી કોર્ડ નાખો અને સેન્ડ otp પર કિલ્ક કરો.
  • તમારા મોબાઇલ નંબર પર મળેલા otp નાખીને login કરો
  • હવે lock enable કરવા માટે ફરીથી સિક્યોરિટી કોડ નાખીને enable પર click કરો
  • હવે તમને લખેલું જોવા મળશે” congratulation ! your biometrics is locked”.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.