Abtak Media Google News

હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીન, ઈન્ડિયન મુજાહિદ્દીન ભટકલ બંધુઓ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનિસ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકિલ, ટાઈગર મેમણ સહિતનાનો યાદીમાં સમાવેશ

આતંકવાદનો સફાયો કરવા મોદી સરકારે અનેક તબક્કાવાર પગલાં લીધા હતા. આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ પર વધુ કડકાઈથી આગળ વધતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાયત કાયદા (યુએપીએ), ૧૯૬૭ હેઠળ ભારતે પાકિસ્તાનમાં પનાહ લેતા વધુ ૧૮ આતંકવાદીનું લિસ્ટ જાહેર કર્યું હતું. હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીન, ઈન્ડિયન મુજાહિદ્દીન ભટકલ બંધુઓ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનિસ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકિલ, ટાઈગર મેમણ, ૨૬/૧૧ના હુમલામાં પાકિસ્તાન થી નિયંત્રણ કરનાર આઈએસઆઈના સાજીદ મીર સહિત ૧૮ લોકોને આતંકી જાહેર કર્યા હતા.

૧૯૬૭માં રજૂ કરાયેલા યુએપીએ કાયદામાં ૨૦૧૯માં સુધારો કરાયા પછી સંસૃથાઓ જ નહીં વ્યક્તિઓને પણ આતંકી જાહેર કરી શકાય છે. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સલામતી મજબૂત કરવા અને આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ નીતિને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે યુએપીએ કાયદા ૧૯૬૭ (૨૦૧૯માં સુધારા)ની જોગવાઈઓ હેઠળ વધુ ૧૮ લોકોને આતંકવાદી જાહેર કર્યા છે.

ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રણામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકન મંત્રીઓ માઇક પોમ્પિયો અને એસ્પર સાથે ચર્ચા કરી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ૧૮ આતંકીઓની યાદી જાહેર કરી છે.

આતંકવાદની કમર તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહે ગેરકાયદે પ્રવૃત્તિઓ (અટકાવવા) સુધારા કાયદો, ૨૦૧૯ ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં રજૂ કર્યો હતો. કેન્દ્રની મોદી સરકારે જૂના કાયદામાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેથી આતંકી અને નક્સલવાદી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાની સાથે ભારત વિરૂદ્ધ થઈ રહેલી આતંકી ગતિિવિધઓ સામે આકરાં પગલાં લઈ શકાય.

યુએપીએ કાયદામાં સુાૃધારાના પગલે સરકાર આતંકી જાહેર થયેલી વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરી શકે છે. આ સુધારાની જોગવાઈઓ લાગુ કરીને કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૧૯માં ચાર વ્યક્તિ અને જુલાઈ, ૨૦૨૦માં નવ વ્યક્તિને આતંકવાદી તરીકે જાહેર કર્યા હતા.

મોદી સરકારે આજે જાહેર કરેલી યાદીમાં મોટાભાગના લોકો પાકિસ્તાનમાંથી સક્રિય છે. અગાઉ પણ સરકારે ૧૩ વ્યક્તિને આતંકી જાહેર કર્યા હતા. આમ, સરકારે અત્યાર સુધીમાં કુલ ૩૧ લોકોને આતંકી જાહેર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.