Abtak Media Google News

અસંતુલનના કારણે દરિયા કાંઠે ફસાઇ જતા વારવાર થતાં બનાવ: વર્ષ ૧૯૧૮માં સૌથી વધુ એક હજાર દરિયાઇ જીવોના મોત થયા હતા

ન્યુઝિલેન્ડના પૂર્વીય તટથી ૮૦૦ કિલોમીટર દૂર ચાથમ ટાપુ પર તાબાહી મચી ગઇ છે. કુદરતી વ્યવસ્થાનો એક ભાગ અને અતિ દુલર્ભ ગણાતી એવી દરિયાઇ સંપતિ વ્હેલ અને ડોલ્ફીન માછલીઓ મોટી સંખ્યામાં મૃત હાલમાં મળી આવી છે. ૯૭ પાયલટ વ્હેલ અને ૩ બોટલનોઝ ડોલ્ફિન એમ ૧૦૦ માછલીઓના દરિયાકાંઠે મોતથી ખળભળાટ મચી ગયો છે.

Whales Dolphins New Zealand 5 0

ન્યુઝીલેન્ડમાં આ પ્રકારે બનાવ પ્રથમવાર નથી બન્યો આ અગાઉ પણ છાશવારે દરિયાઇ સંપતિને મોટું નુકસાન થતું આવ્યું છે. જેનાથી તંત્રની કામગીરી પર પણ મોટા પ્રશ્ર્ન ઉભો થયો છે.

આ અંગે ન્યુઝીલેન્ડના કંઝવેશન વિભાગે કહ્યું છે કે, કુલ ૧૦૦ માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. ડીઓસી જેવ વિવિધતા રેજર જેમ્મા વેલ્વેએ આ અંગે કહ્યું કે, અંતરિયાળ સ્થળ અને પાવર આઉટેજના કારણે અહીંથી સં૫ર્ક વારંવાર તુટી જાય છે. આપી માછલીઓ દરિયાકાંઠે ફસાઇ હોવાથી જાણ જ તંત્રને મોડેથી થઇ અને દરિયાકાંઠે ફસાયેલી કુલ માછલીઓમાંથી માત્ર  ૨૬ માછલીઓને જ જીવિત બચાવાઇ છે. જયારે ૧૦૦ માછલીઓના મોત થઇ  ચૂકયા છે.

ઘટના સ્થળ પર અધિકારીઓ ૩ વાગ્યે પહોંચ્યા હતા અને તુરંત જીવિત માછલીઓને પુન: સમુદ્રમાં મોકલવાની કામગીરી હાથ ધરી હતી. ન્યુઝિલેન્ડમાં ૧૯૧૮માં સૌથી મોટી તબાહી સર્જાઇ હતી. જેમાં આ જ ચાપમ ટાપુ એક હજાર દરિયાઇ જીવોએ જીવ ગુમાવ્યો હતો.

Whales Dolphins New Zealand 2

ન્યુઝીલેન્ડમાં વારવાર દરિયાઇ જીવોના મોતની ઘટના પાછળનું વૈજ્ઞાનિક તારણ શું??

ન્યુઝીલેન્ડના ચાથમ આઇલેન્ડ પર વારંવાર દરિયાઇ જીવોના મોતની ઘટના ઘટે છે તો આવુ શા માટે થાય છે? શું આ સંપતિનો નાશ અટકાવી ન શકાય? તે અંંગે તારણ જોઇએ, તો હજુ પ્રશ્ર્નાર્થ જ છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તારણ કાઢીએ, તો વ્હેલ અને ડોલ્ફીન્સ માછલીઓ તેના માથા ઉપરના કાંણા દ્વારા તે શ્ર્વાસો-શ્ર્વાસની ક્રિયા કરે છે અને તેના દ્વારા સોલાર રેયસ એટલે સોલાર કિરણો ઉત્પન્ન થાય છે તે આ સોલાર કિરણો મારફતે જ દરિયામાં આવાગમન કરે છે પરંતુ દરિયામાં સંતુલન વિખેરાતા વ્હેલ અને ડોલફીન માછલીઓ અઘરી મુશ્કેલીઓનો સામનો કરે છે અને તેને દિશા ન સૂચતા તે દરિયાકાંઠે આવી પહોંચે છે. અંતે અંસતુલનના કારણે સમુદ્રમાં પાછી ન જઇ શકતા કાંઠે જ ફસાઇ જાય છે આથી થોડા લાંબા સમય સુધી પાણીમાં ન રહેતા અંતે તે જીવ ગુમાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.