Abtak Media Google News

‘મન હોય તો માળવે જવાય’ કહેવતને શાળા નં.૯૩ની વિદ્યાર્થીનીએ ચરિતાર્થ કરી છે. સામાન્ય પરિવારમાંથી આવતી શાળા નં. ૯૩ની વિદ્યાર્થીનીએ અનેક સંઘર્ષો વચ્ચે એમબીબીએસમાં પ્રવેશ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત વિનોબા ભાવે .સે. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાઠોડ રોશની દિનેશભાઈ ધો. ૧ થી ૮ શાળા નં. ૯૩માં ભણી છે. હાલમાં તેણીએ મેડિકલ એડમીશનમાં એમબીબીએસમાં સરકારી કોલેજમાં પ્રવેશ મેળવેલ છે. રાઠોડ રોશનીએ ધો.૧૦ તથા ધો.૧૨માં પણ ખૂબ સારા માર્કસ પ્રાપ્ત કરી ઉજજવળ પરિણામ મેળવી સફળતા પ્રાપ્ત કરેલ છે. સરકારી શાળામાં ધો. ૧ થી ૮નો પાયો મજબુત હોવાથી અમેબીબીએસ સુધીની યાત્રામાં તેણે સફળતા મેળવી છે. તેણીએ સામાન્ય પરિવારમાંથી પણ ઉચ્ચ અભ્યાસ મેળવેલ છે શાળા નં. ૯૩ની આ વિદ્યાર્થીની દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. સરકારી શાળામાંથી પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકીર્દી ઘડી શકે છે. તથા જીવનમાં આગળ વધી શકે છે. શાળા નં.૯૩નાં સમગ્ર શાળા પરિવારે તેને અભિનંદન પાઠવ્યા છે. તથા મેડિકલ કોલેજમાં પ્રવેશ મળતા આચાર્ય વનિતાબેન રાઠોડએ તેમના પરિવાર તથા વિદ્યાર્થીને શુભકામનાઓ પાઠવી છે. નીટ જેવી અધરી પરીક્ષામાં વિદ્યાર્થીનીએ ૪૯૪ જેટલા માર્કસ પ્રાપ્ત કરી અન્ય વિદ્યાર્થીઓને ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયુંં છે. રાઠોડ રોશની માટે શાળા પરિવાર ગર્વનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.