Abtak Media Google News

ઠેર-ઠેર પોલીસનો ચાપતો બંદોબસ્ત, દરેક સેન્ટરોમાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત: ક્યાંય પણ કોઇ છમકલું નહીં: સમગ્ર સૌરાષ્ટમાં માત્ર ઉપલેટા પંથકની બજારોમાં બંધની અસર દેખાઇ

સૌરાષ્ટ્ર ભરમાં આજે ભારત બંધનાએલાનનો ફીયાસ્કો થયો છે. માત્રને માત્ર યાર્ડમાં જ ભારત બંધની અસર દેખાઈ છે. બાકી તમામ જગ્યાઓ પર રાબેતા મુજબ ધમધમતીરહી છે. સૌરાષ્ટ્રમાં માત્ર ઉપલેટા પંથક અપવાદ રૂપ રહ્યું છે. જયાં બંધની અસર દેખાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં રાબેતામુજબ જનજીવન ધબકતુ રહ્યું છે.

સૌરાષ્ટ્રના ખેડુતોને ત્રણ બીલોથી જાણે કોઈ નારાજગી ન હોય તે પ્રમાણે ભારત બંધના એલાનને જાકારો આપ્યો હોય તે રીતે આજે સૌરાષ્ટ્રના બજારો ધબકતા રહ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ, આપ, એનસીપી સહિતની પાર્ટીઓએ માત્ર બંધના એલાનને સમર્થન આપ્યું હોય ખૂલીને કોઈબહાર આવ્યું ન હોય તે પણ ફીયાસ્કો થવાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે આજે સવારે રહી રહીને કોંગ્રેસના કાર્યકરો બંધ કરાવતા નજરેપડયા હતા. પરંતુ તેઓને તુરત પોલીસે ઉઠાવી લીધા હતા. દરેક સેન્ટરોમાં પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને દરેક સેન્ટરના કોંગ્રેસી કાર્યકરોની અટકાયતો કરવામાં આવી હતી.

૧૪૪ લાગુ: પોલીસ એલર્ટ મોડ ઉપર

ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં ૧૪૪ની કલમ લાગુ કરાવવામાં આવી છે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. તેમણે કહ્યું, આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા જઙ અને કમિશનરને સુચના આપવામા આવી છે. સિનિયર અધિકારીઓ  પણ પેટ્રોલિંગ કરશે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી અઙખઈમાં પણ પોલીસ બંદોબસ્ત આપવામા આવ્યા છે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે હાઇવે બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે.

વધુમાં તેમણે કહ્યું કે, ૧૪૪ ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચારથી વધારે લોકોએ ભેગા ન થવું.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પોતાની ખાનગી ઓફિસે પહોચે તે પહેલા ઉપાડી લેવાયા

Vlcsnap 2020 12 08 09H52M59S271

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પોતાની ખાનગી ઓફીસે પહોચે તે પૂર્વે જ ગુંદાવાડી વિસ્તારમાંથી તેમને ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અશોક ડાંગરે જણાવ્યું હતુ કે જે રીતે પોલીસે મારી અટકાયત કરી છે. તે ભારતીય જનતા પાર્ટી સરકારના ઈશારે કરી છે. હું ગુંદાવાળીમા મારી ઓફીસે જતો હતો ત્યાંથી મારી અટકાયત કરવામાં આવી મેં કઈ ગુનો કર્યો ન હતો અને હું કઈ બંધ કરાવા નીકળ્યો નથી. સરકારના ઈશારે રાજકોટ પોલીસ કામ કરી રહી છે. મુખ્યમંત્રીનું હોમ ટાઉન હોવાથી તેમનું દબાણ હશે તે વાત વ્યાજબી છે. છતા પણ આમ ખોટી રીતે કોઈની અટકાયત ન કરી શકાય.

બંધના પૂર્વે ટાયર સળગાવનાર ડમડમ કોંગી કાર્યકરની અટકાયત

ખેડુતોના પ્રશ્ર્ને ભારત બંધનાં એલાનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. જેને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બંધને સફળ બનાવવા માટે અગ્રણી અને કાર્યકરોની ફૌજ રાતથી રસ્તાઓ પર આવી વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે પોલીસ દ્વારા વેપારીઓને બળજબરી બંધ કરાવશે કે સુલેય શાંતિનો ભંગ કરશે તેવી ટીખળક્ષ કરનાર સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે તેવી ચીમકી વચ્ચે શહેરનાં સામકાંઠે પેડક રોડ પર ટાયર સળગાવ્યાની ઘટનાની જાણ થતા બી. ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગઈ હતી. પોલીસને વિડીયોના આધારે કોંગી કાર્યકર તુષાર નંદાણીની બી. ડીવીઝન પોલીસે અટકાયત કરી જાહેરનામા કાવત્રા તેમજ નશો કરેલી હાલતમાં હોયત કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

રાજકોટમાં બંધ કરાવવા નીકળેલા અનેક કોંગી કાર્યકરોની અટકાયત

Dsc 0815

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં બંધ કરાવવા નીકળેલા અનેક કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.જેમાં યુનિવર્સિટી રોડ ઉપર બળજબરીથી દુકાનો બંધ કરાવી રહેલા એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને રાજદીપસિંહ જાડેજા તેમજ રૈયા રોડ વિસ્તારમાં બંધ કરાવવા નીકળેલાક પ્રદીપ ત્રિવેદી સહિતનાની પોલીસે અટકાયત કરી હતી.

Dsc 0823

આ ઉપરાંત મનીષાબા વાળા સહિત ૮ કોંગી મહિલા અગ્રણીઓની પણ પોલીસે અટકાયત કરી હતી.

યાર્ડ ખુલ્લા પણ હરરાજી સહિતની તમામ કામગીરી બંધ

Dsc 0798

સૌરાષ્ટ્રભરમાં રાજકોટ, ગોંડલ, મોરબી, વેરાવળ સહિતના શહેરોમાં યાર્ડ તો ખુલ્લા છે. પરંતુ દલાલ મંડળ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હોય તેઓની ગેરહાજરીના કારણે હરરાજી સહિતની તમામ કામગીરી બંધ રહી છે. આમ યાર્ડ ખુલ્લાનો છે પણ બંધ જેવા છે.

Dsc 0788

યાર્ડમાં વેપારીઓની પણ સુચક ગેરહાજરી રહી છે. ઉપરાંત કોઇ ખેડુત પણ યાર્ડમાં ફરકયા નથી આમ સૌરાષ્ટ્રભરમાં ભારત બંધની અસર માત્ર યાર્ડ પુરતી જ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.