Abtak Media Google News

સીબીઆઈએ ૨૦૧૨માં ચેન્નઈમાં સુરાના કોર્પો. નું સોનું જપ્ત કર્યું ’તું

સીબીઆઈ અને સુરાના કોર્પોરેશન વચ્ચે સમાધાન બાદ સોનાનું વજન કરતા મામલો બહાર આવ્યો

તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં આવેલી સીબીઆઈની કસ્ટડીમાંથી રૂ.૪૫ કરોડની કિંમતનું ૧૦૩ કિલો સોનું ગુમ થઈ જતા સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે.

મદ્રાસ ઉચ્ચ ન્યાયલયે તામિલનાડુ સીબીઆઈ સીઆઈડીને સોના મામલે તપાસના આદેશ કર્યો ત્યારે જ આ ખુલાસો થયો હતો.

જાણવા મળતી માહિતી મુજબ સીબીઆઈએ ૨૦૧૨માં ચેન્નઈના સુરાના કોર્પોરેશનના કાર્યાલયમાં દરોડા પાડી ૪૦૦.૫ કિલો સોનાનો જથ્થો જપ્ત કર્યો હતો. હાલમાં સીબીઆઈ કસ્ટડીમાંથી સોનું ગાયબ થયો તે જથ્થો આ જપ્ત કરાયેલ જથ્થા પૈકીનો છે સોનાનો આ જથ્થો સુરાનાની તિજોરી અને વોલ્ટસમાં સીબીઆઈના તાળા અનેસીલમાં બંધ હતો.

કેન્દ્રીય તપાસ એજન્સીનું કહેવું છે કે અમે સીબીઆઈની તપાસ માટે ચેન્નઈ મુખ્ય વિશેષ અદાલતને તિજોરી અને વોલ્ટરની ૭૨ ચાવીઓ સોંપી હતી સીબીઆઈનો દાવો છે કે જયારે સોનું જપ્ત કરવામાં આવ્યું ત્યારે સોનાની તમામ લગડીઓ એક સાથે જ જોખવામાં આવી હતી. હવે સીબીઆઈ અને સુરાના વચ્ચે સમાધાન થઈ જતા સોનાનું વજન અલગ અલગ કરવામાં આવ્યું હતુ ત્યારે આ ગરબડ બહાર આવી હતી.

ચેન્નઈ હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રકાશે સીબીઆઈના વજનમાં ગોલમાલના આ દાવાને માનવાનો ઈન્કાર કરી સીઆઈડીના સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાના એક અધિકારીને તપાસ કરવા હુકમ કર્યો છે. અને છ માસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

સીબીઆઈએ ન્યાયમૂર્તિ પ્રકાશને કહ્યું હતુ કે આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરશે તો અમારા પ્રતિષ્ઠાને અસર પડશે. ન્યાયમૂર્તિ પ્રકાશે જણાવ્યું કે કાયદો આવા આક્ષેપોને મંજૂરી આપતો નથી તમામ પોલીસ કર્મીઓ ઉપર ભરોસો કરવો જોઈએ,.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.