Abtak Media Google News

સીસા જ્ઞાતિના અનેક પરિવારના સભ્યો ૨૪ આંગળી ધરાવે છે: આનુવાંશિક વારસા અને જનીનના કારણે જન્મથી જ છ આંગળીઓ હોય છે

સમગ્ર ગુજરાતમાં ઝાલાવાડની પવિત્ર ધરતી પર અનેક લોકોએ જન્મ લઈ ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે ત્યારે કુદરતની કરામતનો ભેદ ઉકેલવા વિજ્ઞાાન પણ પાછુ પડી જાય તેવી સામાન્ય જનમાનસ ધરાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોટીલા તાલુકાના ગોલીડા ગામે કુદરતની એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી છે જેમાં ગામમાં વસતાં અનેક પરિવારોમાં મોટાભાગના દરેક સભ્યોના હાથ અને પગમાં ૬-૬ આંગળાઓ જોવા મળતાં આશ્ચર્ય થાય તેવો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના ગોલીડા ગામમાં વસતાં કેટલાક સીસા જ્ઞાાતિના પરિવારોમાં ઘરના મોટાભાગનાં દરેક સભ્યોના હાથ અને પગમાં ૬-૬ આંગળાઓ કુદરતી રીતે જોવા મળે છે. સામાન્ય રીતે દરેક મનુષ્યને ૨૦ આંગળાઓ હોય છે પણ અહિં ઘરના દરેક સભ્યોને  ૨૦ના બદલે ૨૪ આંગળાઓ જોવા મળી રહ્યાં છે જેમાં એક જ પરિવારના દાદા-દાદી, માતા-પિતા, પુત્ર, પૌત્રી, ભાઈ, પૌત્ર સહિતના સભ્યોને હાથ અને પગ મળી કુલ ૨૪ આંગળાઓ જોવા મળે છે જ્યારે વધારાની આંગળીઓ તમામ પરિવારજનોને કોઈ કામમાં પણ નડતર રૂપ થતી નથી અને દરેક હાથ તેમજ પગમાં ૬-૬ આંગળીઓ જોવા મળી રહી છે.  સામાન્ય રીતે દરેક મનુષ્યને હાથ અને પગ મળી કુલ ૨૦  આંગળીઓ હોય છે પરંતુ ગોલીડા ગામના પરિવારોને ૬-૬ આંગળીઓ મળી કુલ ૨૪ આંગળીઓ હોવા છતાં સામાન્ય લોકોની જેમ ઘરકામ સહિત દરેક પ્રકારનું કામ સહેલાઈથી કરી શકે છે જ્યારે આ અંગે વધુ તપાસ કરતાં કેટલી પેઢીઓથી આ પ્રકારનું આનુવાંસીક વારસાને જાળવતાં લક્ષણો જોવા મળી રહ્યાં છે અને સીસા જ્ઞાાતિના પરિવારના અંદાજે ૫૦૦થી વધુ સદસ્યો ગોલીડા ગામમાં વસવાટ કરી રહ્યાં છે જ્યારે આ પરિવારોનો સંપર્ક કરતાં ઈશ્વરની કૃપા સ્વરૂપે વધારાની આંગળીઓ ઓવાનું જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.