Abtak Media Google News

માંડલના ગાંધીવાસ વિસ્તારરમાં શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાનના દેરાસરના જિર્ણોદ્ધાર કરવાના નિર્ણયને લઈ દેરાસરની પ્રતિમાઓ મેઈન બજાર ખાતે આવેલા લાલ ઉપાશ્રયમાં સ્થાપિત કરી પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. તસ્કરો આ દેરાસરે ત્રાટક્યા હતા અને પ્રતિમાઓને ખંડિત કરવા સાથે ભગવાનના સોના-ચાંદીના આભૂષણો તેમજ દાનપેટીમાંથી રોકડ મળી કુલ રૂા. 1,86,300ની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. આ સંદર્ભે માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

115 વર્ષ જુના  શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાનના દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો હોવાથી મુર્તિઓ લાલ જૈન ઉપાશ્રયમાં ખસેડાય હતી

માંડલના ગાંધીવાસ વિસ્તારમાં શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાનનું દેરાસર આશરે 115 વર્ષ જુનું હોવાથી જર્જરિત થઈ ગયેલ હતું જેથી  સંસ્થા દ્વારા આ મંદિરને નવું બનાવી જીર્ણોધ્ધાર માટેનો નિર્ણય લેવાયો હતો. તેથી મંદિરમાંથી શ્રી વાસુપુજ્ય સ્વામી, અનંતનાથ ભગવાન અને સુમતિનાથ ભગવાનની પ્રતિમાઓ તા.18/11/ર019ના રોજ મેઈન બજાર ખાતે આવેલા લાલ ઉપાશ્રયમાં સ્થાપિત કરવામાં આવી હતી. ઉપાશ્રયમાં મંદિરના પુજારી નિયમિત ભગવાનની સેવાપુજા કરતા આ ત્રણેય પ્રતિમાઓ સોના, ચાંદીના આભુષણોથી જડીત હતી

શનિવારે સવારે પાંચ વાગ્યા આસપાસ પુજારી ઉપાશ્રયમાં જતાં અંદર દાનપેટી, પ્રતિમાઓ આડીઅવળી તેમજ ભગવાનના   વેરવિખેર પડેલા જોઈ તેને ટ્રસ્ટીઓને બોલાવ્યાં હતાં.

ઉપાશ્રયમાં તા.18મીની રાત્રિથી 19મીની સવાર સુધીના અરસામાં ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હોવાની જાણ થતાં જૈન સંસ્થાએ માંડલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

આ અંગે લાલ ઉપાશ્રયમાં વાસુપુજ્ય ભગવાનની પ્રતિમા ઉપરથી સોનાનો હાર તથા કપાળમાં ચોટાડેલા તીલક સાથે સોનાનો હંસ જે આશરે 3પ ગ્રામનો હતો અને તેની કિંમત 1 લાખ 7પ હજારની થતી હતી તેમજ મહાકાળી માતાજીની મુત ઉપરનો ચાંદીનો મુગટ જેની કિંમત 1300 રુપિયા અને દાનપેટી તોડીને અંદરથી 10 હજાર રૂપિયા રોકડા મળીને કુલ રૂા. 1,86,300ની મત્તા ચોરસવા સાથે તસ્કરો દ્વારા ભગવાનની પ્રતિમાને ખંડિત કરી દેવાઈ હોવાની ફરિયાદ સતીષભાઈ અજીતભાઈ શાહે માંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરીને તસ્કરોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.