Abtak Media Google News

કલબલ કરતી ચકલીઓ ચહેકે છે, એ સાંભળી ‘રુહ’ મારી, મ્હેંકે છે.. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે ૨૦મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમય જતાં આજે આપણાં ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું ? તેનું સામાન્ય અવલોકન કરીએ તો તુરત જ સમજાઇ જાય તેવું છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય કારણ છે માનવીની બદલાયેલી જીવનશૈલી. રોજી-રોટી સ્ળવા ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરો તરફ પ્રયાણ કર્યું.

શહેરોમાં જનસંખ્યા વધતાં આપણા મકાનો સંકોચાતા ગયા. જુના દેશી-નળિયાવાળા મકાનોના સ્થાને બહુમાળી મકાનોએ પ્રભુત્વ જમાવ્યું. આ તબકકે ખપેડાઓ, અભેરાઇઓ, દીવાલ પર લગાવાતા ફોટો ક્રમશ: લુપ્ત થયા જે સામાન્ય રીતે ચકલીના માળાઓ બનાવવાના સ્થાનો હતાં. આથી ચકલીઓને બચ્ચા ઉછેરવાની બાબતમાં મોટો વિક્ષેપ પડ્યો ત્યારે જો આવતી પેઢીને ફક્ત ચિત્રોમાં જ ચકલી ન બતાવવી હોય તો ચકલીઓનું જતન કરવું આવશ્યક છે.

10 વર્ષથી શંભુભાઈ ચકલીઓ માટે લાકડાના મજબૂત ચકલી ઘર લગાવે છે વિનામૂલ્યે

Whatsapp Image 2023 03 20 At 09.55.30
ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.જો તેમને બચાવવા માટે આપણે કઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી લુપ્ત થઈ જશે ! શંભુભાઈ જેવા લોકો ચકલીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ચકલીઓને બચાવવા માટે અને તેને પ્રજાતિ તસવીરોમાં નહીં પણ શહેરમાં મોહરામાં ચીચી કરતી પાછી આવે અને તેનું આવાજ લોકોના ચહેરા પર સ્મિત લાવે એવું કાર્ય હાથમાં લીધું છે. તેઓ સુથારી કામ કરે છે પણ તેમની સેવામાં એક વિશેષતા છે.

શંભુભાઈ ધાંગધ્રાના વાતની છે તેઓ પોતાના ધંધામાંથી સમય કાઢીને બે કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે. ઘરની વિશેષતા એ છે કે તે મજબૂત ટકાઉ, વરસાદથી ઠંડી, ગરમીથી રક્ષણ આપે છે અને તેની આવરદા 10 થી ૧૨ વર્ષની હોય છે. તેઓ અત્યાર સુધીમાં 42 હજારથી પણ વધારે ઘર બનાવી ચુક્યા છે અને તેઓ ૫૧,૦૦૦ ઘર નુ પેરિત કાર્ય કરી રહ્યા છે અને તેમના અંદાજ મુજબ 2024 સુધીમાં આ લક્ષ્ય પૂરું કરવાની તેમની ધારણા છે.

 

શંભુભાઈને ક્યાંથી મળી ચકલીના ઘર બનાવવાની પ્રેરણા ??

Whatsapp Image 2023 03 20 At 09.55.28

લાકડાના ઘર બનાવવાની પેરણા તેમને તેમના ઘરમાં એક પુઠાનુ ઘર લગાવેલ હતું જેમાં ચકલીનું માળો હતો. તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમને ચકલી પતિએ અનેરો લગાવ થઈ ગયો ત્યારે એક વાર વરસાદ આવવાથી ચકલીનું ઘર ભીજઈને તૂટી ગયું અને માળામાંથી ઈંડા નીચે પડીને તૂટી ગયા. આ જોઈને શંભુભાઈની આત્મા કાપી ઉઠી. ત્યારબાદ તેમણે નક્કી કર્યું આજથી હું આમના માટે લાકડાના મજબૂત ઘર બનાવીશ જેથી કરીને ચકલીની કરેલી મહેનત નિષ્ફળ ન જાય અને તેઓને એક મજબૂત ઘર મળી રહે .

Whatsapp Image 2023 03 20 At 09.55.31

શંભુભાઈ પોતે જાતે જઈને ચકલી ઘર શાળાઓમાં, લોકોના ધરે, મંદિરો અનેક જગ્યાએ ફ્રી માં લગાવીને ઘરે ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કરે અને આ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી છે. અનેક સંસ્થાઓ ઓની સાથે ચકલીધર‌ વિનામૂલ્યે વિતરણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. તેમને આ અભિયાનમાં જોડાયા અને શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી ચીચી કરતી પાછી આવવા લાગી. જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલીઓ ન જોઈ ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગણી ઉત્પન્ન થઈ. આ જોઈને લોકો જન્મદિવસ ઉપર શ્રધ્ધાંજલિ રુપે ચકલીઘર બનાવીને આ કાર્યમા શંભુભાઈને મદદરૂપ થઈને ચકલીઓને પાછી લાવવાનો પ્રયત્ન કરે છે. શંભુભાઈના આવા પ્રયત્નોથી હવે લોકોમાં જાગૃતતા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.